Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 7:36 - પવિત્ર બાઇબલ C.L.

36 પણ કોઈને એમ લાગે કે કુંવારી અવસ્થામાં રહેવાથી તે પોતાની જાત પ્રત્યે યોગ્ય રીતે વર્તતો નથી અને તેની લગ્ન કરવાની ઉંમર ક્યારનીય થઈ ચૂકી હોવાથી તેણે લગ્ન કરી લેવું જોઈએ તો એમ કરવામાં કંઈ પાપ નથી. આવા લોકો ભલે લગ્ન કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

36 પણ જો કોઈને એમ લાગે કે પોતે પોતાની કુંવારી [દીકરી] વિષે અયોગ્ય રીતે વર્તે છે, અને જો તે પુખ્ત ઉંમરની થઈ હોય, અને અગત્યનું હોય, તો તે તેની ઇચ્છા પ્રમાણે કરે. (તેમ કરવામાં) તે પાપ કરતો નથી. તે તેમને પરણવા દે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

36 પણ જો કોઈને એવું લાગે કે પોતાના ઉત્કટ આવેગના લીધે તે પોતાની સગાઈ કરેલ કન્યા સાથે અયોગ્ય રીતે વર્તન કરે છે તો તેણે પોતાની ઇચ્છા મુજબ તેની સાથે લગ્ન કરવું. તેમ કરવું તે પાપ નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

36 જો કોઈ માણસ એમ વિચારે કે તે તેની કુંવારી પુત્રી કે જેણે લગ્ન કરવા માટેનો ઉત્તમ સમય લગભગ પસાર કરી દીધો છે, તેની તરફનો તેનો વ્યવહાર યોગ્ય નથી તો તે વિચાર કરી શકે કે લગ્ન આવશ્યક છે. તે જે ઈચ્છે તેવું તેણે કરવું જોઈએ. તેણે તેઓને પરણવા દેવા જોઈએ. તે પાપ નથી.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 7:36
7 Iomraidhean Croise  

લગ્ન કરો અને તમને પુત્રપુત્રીઓ થાઓ. તમારા પુત્રોને પરણાવો અને તમારી પુત્રીઓનાં લગ્ન કરાવો અને તેમને પણ પુત્રો અને પુત્રીઓ થાય; જેથી તમે સંખ્યામાં વૃદ્ધિ પામો અને એમ તમારો ઘટાડો ન થાય.


ખ્રિસ્તનો જન્મ આ રીતે થયો: તેમની માતા મિર્યામની સગાઈ યોસેફ સાથે થઈ હતી. પણ તેમનો સમાગમ થયા પહેલાં તે પવિત્ર આત્માથી ગર્ભવતી થયેલી જણાઈ.


અને જો કોઈ તમારો કોટ પડાવી લેવા તમને કોર્ટમાં લઈ જાય તો તેને તમારું ખમીસ પણ ઉતારીને આપી દો.


હું તમારા પર કંઈ નિયંત્રણ મૂકવા માગતો નથી. પણ જે સાચું અને યોગ્ય છે તે તમે કરો અને તમે પ્રભુની સેવામાં સંપૂર્ણપણે બિનશરતી સમર્પણ કરો એટલા માટે હું કહું છું.


પણ કોઈને લગ્ન કરવાની જરૂર ન હોય અને પોતાના નિર્ણયમાં દૃઢ હોય અને પોતાની ઇચ્છા વશમાં રાખી શકે તેમ હોવાથી કુંવારી અવસ્થામાં જ રહેવાનો મનથી સંકલ્પ કર્યો હોય તો તે સારું કરે છે.


પણ જો તમે તમારી ઇચ્છાઓને કાબૂમાં રાખી શક્તા ન હો તો લગ્ન કરો. કારણ, વાસનામાં બળવા કરતાં લગ્ન કરવું સારું છે.


“છતાં તારા વંશજોમાંથી એકને હું જીવતો રાખીશ અને તે યજ્ઞકાર તરીકે મારી સેવા કરશે. પણ તું અંધ બની જશે અને પોતાની બધી આશા ગુમાવી દેશે. તારા બીજા બધા વંશજો ભરજુવાનીમાં મૃત્યુ પામશે.


Lean sinn:

Sanasan


Sanasan