Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 7:31 - પવિત્ર બાઇબલ C.L.

31 અને દુન્યવી વ્યવહારમાં પડેલાંઓએ તેમને જાણે કે દુનિયા સાથે કંઈ લાગભાગ ન હોય તે રીતે રહેવું. કારણ, આ દુનિયા તેની હાલની સ્થિતિમાં બહુ લાંબું ટકવાની નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 અને આ જગતનો વહેવાર કરનારા તેઓ [જગતના] વહેવારમાં તલ્લીન થઈ ગયેલા જેવા ન થાય; કેમ કે આ જગતનો ડોળદમાક જતો રહે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 અને જેઓ આ દુનિયાના વ્યવહાર કરનારા છે તેઓ દુનિયાના વ્યવહારમાં ગળાડૂબ થઈ તલ્લીન થઈ ગયેલા જેવા થાઓ નહિ. કેમ કે આ ભૌતિક જગતનો વૈભવ નષ્ટ થવાનો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

31 લોકો જે દુન્યવી વસ્તુઓનો ઉપભોગ કરે તેમણે તે રીતે જીવવું જાણે તે વસ્તુઓનું તેમને કોઈ મહત્વ જ નથી. તમારે આ રીતે જીવવું, કારણ કે આ જગત જે રીતે અત્યારે છે તે ખૂબ ઝડપથી ચાલ્યું જવાનું છે.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 7:31
26 Iomraidhean Croise  

સાચે જ પૃથ્વી પર ચાલનાર પ્રત્યેક માણસનું જીવન પડછાયા જેવું છે; સાચે જ તેનો બધો પરિશ્રમ વ્યર્થ છે. તે મિલક્તનો સંગ્રહ તો કરે છે, પણ તેના પછી તે કોણ ભોગવશે એ તે જાણતો નથી.


જાગતાંવેંત જેમ સ્વપ્નનો આભાસ ભૂલી જવાય છે, તેમ હે પ્રભુ, તમે જાગશો ત્યારે દુષ્ટોને તમારી સ્મૃતિમાંથી દૂર કરશો.


એક પેઢી આવે છે અને બીજી પેઢી જાય છે. છતાં પૃથ્વી તો સદા એવીને એવી જ રહે છે.


સાત નહિ, પણ આઠ સ્થળોએ તારો માલ વહેંચી નાખ. કારણ, આ દુનિયામાં શી આફત આવી પડશે એ તું જાણતો નથી.


“સાવધ રહો! ખાવાપીવામાં અને આ જીવનની ચિંતાઓમાં તલ્લીન થઈ જતા નહિ, રખેને એ દિવસ તમારા પર અચાનક આવી પડે.


ભાઈઓ, હું તમને આ વાત સમજાવવા માગું છું: હવે બહુ થોડો સમય રહ્યો છે. આથી લગ્ન કરેલાંઓએ તેમણે જાણે લગ્ન કર્યું ન હોય તે રીતે;


રુદન કરનારાંઓએ તેઓ જાણે કદીયે દુ:ખી હતાં જ નહિ તે રીતે; જેઓ ખરીદી કરે છે તેઓ જાણે કદી કશાના માલિક બન્યા ન હોય તે રીતે;


તો પછી મને શો બદલો મળે છે? એ જ કે શુભસંદેશના કાર્યથી મને મળતા હક જતા કરીને હું કોઈપણ જાતના વેતન વગર શુભસંદેશ પ્રગટ કરું.


‘હજી એકવાર’ એ શબ્દો સ્પષ્ટ દર્શાવે છે કે સર્જેલી વસ્તુઓને હલાવી દેવામાં આવશે અને તેમનો નાશ કરવામાં આવશે કે જેથી ચલાયમાન ન થાય એવી વસ્તુઓ કાયમ રહે.


આવતીકાલે તમારા જીવનનું શું થશે તે તમે જાણો છો? તમે તો ધૂમ્મસ જેવા છો. જે થોડીવાર સુધી દેખાય છે અને પછી અદૃશ્ય થઈ જાય છે.


શાસ્ત્રમાં લખેલું છે: “બધા માણસો જંગલમાંના ઘાસ જેવા છે, અને તેમનો મહિમા તેના ફૂલ જેવો છે. ઘાસ સુકાઈ જાય છે અને તેનું ફૂલ ખરી પડે છે, પણ પ્રભુનું વચન સદાકાળ ટકી રહે છે.”


સર્વનો અંત પાસે આવી પહોંચ્યો છે. તેથી તમે પ્રાર્થના કરી શકો તે માટે તમારે સંયમી અને જાગૃત બનવું જોઈએ.


દુનિયા અને તેની લાલસા તો ચાલ્યાં જવાનાં છે, પણ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે વર્તનાર સર્વકાળ રહે છે.


Lean sinn:

Sanasan


Sanasan