Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 7:19 - પવિત્ર બાઇબલ C.L.

19 કારણ, સુન્‍નતી હોવું કે સુન્‍નત વગરના હોવું એનું કંઈ મહત્ત્વ નથી. પણ ઈશ્વરની આજ્ઞાઓનું પાલન એ જ મહત્ત્વનું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 સુન્‍નત તો કંઈ નથી, અને બેસુન્‍નત પણ કંઈ નથી. પણ ઈશ્વરની આજ્ઞાનું પાલન તે જ [બધું છે].

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 સુન્નત તો કંઈ નથી, અને બેસુન્નત પણ કંઈ નથી, પણ ઈશ્વરની આજ્ઞાઓનું પાલન તે જ બધું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 વ્યક્તિએ સુન્નત કરાવી છે કે નથી કરાવી તે મહત્વનું નથી. દેવની આજ્ઞાઓનું પાલન મહત્વનું છે.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 7:19
16 Iomraidhean Croise  

આથી જે કોઈ નાનામાં નાની આજ્ઞા પણ તોડશે અને બીજાઓને એવું કરતાં શીખવશે તે ઈશ્વરના રાજમાં સૌથી નાનો કહેવાશે. એથી ઊલટું, જે નિયમશાસ્ત્ર પાળશે અને બીજાઓને પણ તેમ કરતાં શીખવશે તે ઈશ્વરના રાજમાં મોટો કહેવાશે.


મારી આજ્ઞા પ્રમાણે વર્તો, તો જ તમે મારા મિત્રો છો.


ઈશ્વર એક જ છે. તે યહૂદીઓને તેમના વિશ્વાસને આધારે અને બિનયહૂદીઓને પણ તેમના વિશ્વાસને આધારે પોતાની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકારશે.


આપણે કંઈ નૈવેદથી ઈશ્વરને સ્વીકાર્ય બની જતા નથી. એટલે કે, જો આપણે આવું નૈવેદ ન ખાઈએ તો કંઈ ગુમાવતા નથી, અને જો આવું નૈવેદ ખાઈએ તો કંઈ મેળવતા નથી.


આમ, યહૂદી કે બિનયહૂદી, ગુલામ કે સ્વતંત્ર, પુરુષ કે સ્ત્રી વચ્ચે હવે કોઈ ભેદભાવ નથી; કારણ, ઈસુ ખ્રિસ્તની સાથેના સંબંધને લીધે તમે સૌ એક છો.


ખ્રિસ્ત ઈસુની સાથેના સંબંધમાં સુન્‍નત કરાવવાથી કે સુન્‍નત ન કરાવવાથી કશો ફેર પડતો નથી; પ્રેમ દ્વારા કાર્ય કરનાર વિશ્વાસ જ મહત્ત્વની બાબત છે.


કોઈની સુન્‍નત થયેલી છે કે નથી થઈ એ બાબત જરા પણ મહત્ત્વની નથી: પણ મહત્ત્વ તો નવસર્જનનું જ છે.


એમાં નથી કોઈ બિનયહૂદી કે યહૂદી, સુન્‍નતી કે સુન્‍નત વિનાના, બર્બર કે સિથિયન, ગુલામ કે સ્વતંત્ર. પણ ખ્રિસ્ત સર્વસ્વ અને સર્વમાં છે.


ઇજિપ્તમાંથી નીકળેલા એ બધા પુરુષોની તો સુન્‍નત થયેલી હતી, પણ ઇજિપ્તમાંથી નીકળ્યા પછી રણપ્રદેશમાં જન્મેલા છોકરાઓની સુન્‍નત થઈ નહોતી.


“જેઓ પોતાનાં વસ્ત્ર ધોઈને સ્વચ્છ કરે છે તેમને ધન્ય છે. તેથી તેમને જીવનના વૃક્ષનું ફળ ખાવાનો અને દરવાજામાં થઈને પવિત્ર નગરમાં પ્રવેશવાનો અધિકાર છે.


શમુએલે કહ્યું, “પ્રભુ દહિનબલિ અને બલિદાનોથી પ્રસન્‍ન થાય છે કે તેમની વાણી પળાયાથી થાય છે? સાચે જ, બલિદાન કરતાં આજ્ઞાપાલન વિશેષ સારું છે અને ઘેટાંની ચરબીના અર્પણ કરતાં ઈશ્વરની વાણી પળાય તે વિશેષ યોગ્ય છે.


Lean sinn:

Sanasan


Sanasan