Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 6:2 - પવિત્ર બાઇબલ C.L.

2 ઈશ્વરના લોક દુનિયાનો ન્યાય કરશે એની શું તમને ખબર નથી? જો તમારે દુનિયાનો ન્યાય કરવાનો હોય, તો તદ્દન નજીવી બાબતોનો નિકાલ કરવાને શું તમે લાયક નથી?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 સંતો જગતનો ન્યાય કરશે એ શું તમે જાણતા નથી? જો તમે જગતનો ન્યાય કરશો, તો શું તમે તદ્દન નજીવી તકરારોનો ચુકાદો કરવાને લાયક નથી?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 સંતો માનવજગતનો ન્યાય કરશે એ શું તમે જાણતા નથી? અને જો તમારાથી માનવજગતનો ન્યાય કરવામાં આવે તો શું તમે તદ્દન નજીવી તકરારોનો ચુકાદો કરવાને યોગ્ય નથી?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 નિશ્ચિત રીતે તમે જાણો જ છો કે સંતો જ જગતનો ન્યાય કરશે. તો જો તમે જગતનો ન્યાય કરશો તો પછી આવી નજીવી વાતને ન્યાય કરવા માટે તમે સક્ષમ છો જ.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 6:2
18 Iomraidhean Croise  

ઘેટાંની જેમ તેમને મૃત્યુલોક શેઓલની સજા થઈ છે; મૃત્યુ તેમનો ઘેટાંપાલક બનશે, તેઓ સીધેસીધા કબરમાં ઊતરી જશે, અને તેમના અવયવો ગળી જશે અને મૃત્યુલોક શેઓલ તેમનું નિવાસસ્થાન બનશે.


પણ સર્વોચ્ચ ઈશ્વરના લોકો રાજ્યાધિકાર મેળવશે અને તે રાજ્ય સર્વકાળ ટકી રહેશે.


તે પછી જે પુરાતન છે તેમણે આવીને સર્વોચ્ચ ઈશ્વરના લોકોની તરફેણમાં ચુકાદો આપ્યો. ઈશ્વરના લોકો માટે રાજ્યાધિકાર મેળવવાનો સમય આવી પહોંચ્યો હતો.


પર્વતના બે ભાગ પાડી દેતી એ ખીણમાં થઈને તમે નાસી છૂટશો. યહૂદિયાના રાજા ઉઝિયાના સમયમાં ધરતીકંપ થતાં તમારા પૂર્વજો ભાગી છૂટયા તેમ તમે પણ નાસી જશો. મારો પ્રભુ પોતાના સર્વ દૂતો સહિત આવશે.


ઈસુએ તેમને કહ્યું, હું તમને સાચે જ કહું છું: પુન:ઉત્પતિમાં માનવપુત્ર પોતાના મહિમાવંત રાજ્યાસન પર બિરાજશે, ત્યારે તેમની સાથે તમે મારા બાર શિષ્યો પણ બેસશો અને ઇઝરાયલનાં બાર કુળોનો ન્યાય કરશો.


મારા રાજમાં તમે મારી સાથે ખાશો અને પીશો અને તમે ઇઝરાયલનાં બાર કુળોનો ન્યાય કરવા માટે રાજ્યાસન પર બેસશો.


તમે આટલું તો જાણો છો કે જ્યારે કોઈને આધીન થવા તમે તમારી જાતને ગુલામ તરીકે સોંપો છો, ત્યારે તમે જે માલિકને આધીન થાઓ છો, તેના તમે ગુલામ છો - એટલે પાપના, કે જેનું પરિણામ મરણ છે; અથવા આજ્ઞાપાલનના, કે જેને પરિણામે ઈશ્વરની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકૃત થવાય છે.


ત્યારે તત્ત્વચિંતક ક્યાં ગયા? નિયમશાસ્ત્રના વિદ્વાન કયાં ગયા? આ યુગના દલીલબાજોનું શું થયું? શું ઈશ્વરે દુન્યવી જ્ઞાનને મૂર્ખતારૂપ કર્યું નથી?


કારણ, માણસો પોતાના જ્ઞાનથી ઈશ્વરને પામી શકે નહિ એવો પ્રબંધ ઈશ્વરે પોતાના જ્ઞાનથી કર્યો. એને બદલે, જે સંદેશો અમે પ્રગટ કરીએ છીએ તેની “મૂર્ખતા” દ્વારા ઈશ્વરે વિશ્વાસ કરનારાઓનો ઉદ્ધાર કરવાનું ઠરાવ્યું.


તો પછી આ દુનિયાની બાબતોના વિવાદના નિકાલ માટે તમે મંડળીમાં જેમનું કંઈ સ્થાન જ નથી એવા લોકો પાસે કેમ જાઓ છો?


કારણ, અમે અમારું લક્ષ દશ્ય બાબતો પર નહિ, પણ અદશ્ય બાબતો પર રાખીએ છીએ. જે દશ્ય છે, તે ક્ષણિક છે; પણ જે અદશ્ય છે, તે સાર્વકાલિક છે.


આ રીતે તમે તમારાં મન દૃઢ કરો, જેથી આપણા પ્રભુ ઈસુ પોતાના લોક સાથે આવે ત્યારે ઈશ્વરપિતાની સમક્ષ તમે સંપૂર્ણ અને પવિત્ર થાઓ.


પછી મેં રાજ્યાસનો જોયાં અને જેમને ન્યાય કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો, તેમને તેમના પર બેઠેલા જોયા. ઈસુએ પ્રગટ કરેલ સત્ય અને ઈશ્વરના સંદેશને લીધે જેમનો શિરચ્છેદ કરવામાં આવ્યો હતો તેઓ એ હતા. તેમણે પેલા પશુની કે તેની મૂર્તિની પૂજા કરી ન હતી અને તેમના કપાળે કે હાથે પશુની છાપ લીધી ન હતી. તેઓ સજીવન થયા અને ખ્રિસ્તની સાથે હજાર વર્ષ રાજ્ય કર્યું.


હું વિજયવંત થઈને મારા પિતા સાથે તેમના રાજ્યાસન પર બિરાજ્યો છું તે જ પ્રમાણે જે વિજય પ્રાપ્ત કરશે તેને હું મારી સાથે રાજ્યાસન પર બિરાજવાનો અધિકાર આપીશ.


Lean sinn:

Sanasan


Sanasan