Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 6:15 - પવિત્ર બાઇબલ C.L.

15 તમે જાણો છો કે તમારાં શરીરો ખ્રિસ્તના શરીરના અવયવો છે. તો શું હું ખ્રિસ્તના શરીરના અવયવોને વેશ્યા સાથે જોડી શકું? ના, કદી નહિ!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 તમારાં શરીર ખ્રિસ્તના અવયવો છે, એ શું તમે નથી જાણતા? વારું ત્યારે, શું હું ખ્રિસ્તના અવયવોને લઈને તેમને વેશ્યાના અવયવો બનાવું? એમ ન થાઓ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 આપણાં શરીરો ખ્રિસ્તનાં અંગો છે, એ શું તમે નથી જાણતા? ત્યારે શું હું ખ્રિસ્તનાં અંગોને વ્યભિચારિણીના અંગો બનાવું? એવું ન થાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 નિશ્ચિત રીતે તમે જાણો છો કે તમારા શરીર સ્વયં ખ્રિસ્તના અંશરૂપો છે. તેથી હું કદાપિ ખ્રિસ્તના અંશરૂપ શરીરને વેશ્યા સાથે ન જોડી શકુ!

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 6:15
25 Iomraidhean Croise  

યોસેફે કહ્યું, “ના, ના, મારે એવું કરવું નથી. માત્ર જેની પાસેથી પ્યાલો મળ્યો તે જ મારો ગુલામ થશે. બાકીના તમારા પિતાની પાસે સહીસલામત પાછા જઈ શકો છો.”


તે આવીને એ માણસોને મારી નાખશે, અને દ્રાક્ષવાડી બીજા ખેડૂતોને સોંપશે.” લોકોએ એ સાંભળીને કહ્યું, “એવું તો ન થવું જોઈએ.”


તેવી જ રીતે આપણે જોકે અનેક છીએ, તોપણ ખ્રિસ્તની સાથે જોડાઈને આપણે એક શરીર બન્યા છીએ, અને એક શરીરના જુદા જુદા અવયવો તરીકે આપણે એકબીજા સાથે જોડાયેલા છીએ.


આમ કરવા જતાં વિશ્વાસને મહત્ત્વ આપીને શું અમે નિયમશાસ્ત્રને નિરર્થક જાહેર કરીએ છીએ? ના, એવું નથી. હકીક્તમાં તો અમે નિયમશાસ્ત્રનું સમર્થન કરીએ છીએ.


ના, એવું નથી. જો ઈશ્વર ન્યાયી ન હોય, તો તેઓ દુનિયાનો ન્યાય કેવી રીતે કરે?


તેથી શું? આપણે નિયમને આધીન નથી, પણ કૃપાને આધીન છીએ, તેથી પાપ કર્યા કરીએ? ના, કદી નહિ.


ના, કદી નહિ. આપણે પાપ સંબંધી મરણ પામ્યા છીએ, તો પછી આપણે કેવી રીતે તેમાં જીવવાનું ચાલુ રાખી શકીએ?


તો એનો અર્થ એ છે કે જે સારું છે તેણે મારું મોત નિપજાવ્યું? ના, કદી નહિ. એ કરનાર તો પાપ હતું. સારાનો ઉપયોગ કરીને પાપ મારી પાસે મરણ લાવ્યું; જેથી તેનો ખરો સ્વભાવ પ્રગટ થાય. આમ, આજ્ઞા મારફતે પાપ વધુ બદતર બને છે.


તો પછી આપણે શું કહીશું? શું નિયમશાસ્ત્ર પાપી છે? ના, એવું નથી. પણ પાપ શું છે એનું ભાન મને નિયમથી થયું. જો નિયમશાસ્ત્રે એમ કહ્યું ન હોત કે, “લોભ ન રાખ,” તો લોભ રાખવો એટલે શું તે મેં જાણ્યું ન હોત.


હું તે માટે તમારો આભાર માનું છું, પણ આટલું સમજી લો: ખ્રિસ્ત સર્વ માણસોના અધિપતિ છે; પતિ તેની પત્નીનો અધિપતિ છે; અને ઈશ્વર ખ્રિસ્તના પણ અધિપતિ છે.


આમ, તમે સૌ ખ્રિસ્તનું શરીર છો અને તમે દરેક એક એક અવયવ છો.


બીજું કોઈ કહેશે, “અન્‍ન પેટ માટે છે અને પેટ અન્‍ન માટે છે.” એ સાચું તો છે, પણ ઈશ્વર એ બન્‍નેનો નાશ કરશે. માનવી શરીર વ્યભિચાર કરવા માટે નહિ, પણ પ્રભુને માટે છે; અને પ્રભુ શરીરના પાલનહાર છે.


પણ જે પ્રભુની સાથે જોડાય છે તે તેમની સાથે એક આત્મા થાય છે.


તમારું શરીર પવિત્ર આત્માનું મંદિર છે તેની શું તમને ખબર નથી? આ પવિત્ર આત્મા ઈશ્વર તરફથી મળેલો છે અને તે આપણામાં વસે છે.


આપણે દૂતોનો ન્યાય કરીશું એની શું તમને ખબર નથી? તો આ દુનિયાની બાબતો અંગેનો ન્યાય કરવા તમે લાયક નથી?


આપણે પણ ખ્રિસ્તમાં મેળવાવા દ્વારા ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવવા ચાહીએ છીએ, ત્યારે આપણને ખબર પડે છે કે આપણે પણ બિનયહૂદીઓ જેટલા જ પાપી છીએ. તો શું એનો અર્થ એવો થાય કે ખ્રિસ્ત પાપના પ્રેરક છે? ના, કદી જ નહિ


શું આનો અર્થ એવો થાય કે નિયમશાસ્ત્ર ઈશ્વરના વરદાનની વિરુદ્ધ છે? ના, એવું નથી. કારણ, જો નિયમની મારફતે માણસોને જીવન મળતું હોય તો નિયમની મારફતે માણસ ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવી શક્ત.


હું પોતે તો ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તના ક્રૂસ વિષે જ ગર્વ કરીશ. કારણ, તેમના ક્રૂસને લીધે દુનિયા મારે મન મરેલી છે અને હું દુનિયાને મન મરેલો છું.


જેથી ઈશ્વરના સર્વ લોકો સેવાકાર્ય માટે સજ્જ થાય અને ખ્રિસ્તનું શરીર બંધાતું જાય;


કારણ, જેમ ખ્રિસ્તને મંડળી પર અધિકાર છે તે જ રીતે પતિને તેની પત્ની પર અધિકાર છે; અને ખ્રિસ્ત પોતે, મંડળી જે તેમનું શરીર છે, તેના ઉદ્ધારક છે.


(કોઈ માણસ પોતાના શરીરનો તિરસ્કાર કદી કરતો નથી. એને બદલે, તે પોતાના શરીરનું પાલનપોષણ કરે છે. એ જ રીતે ખ્રિસ્ત પણ મંડળીનું પાલનપોષણ કરે છે; કારણ, આપણે ખ્રિસ્તના શરીરના અવયવો છીએ).


અને ખ્રિસ્ત જે શિર છે તેને વળગી રહેતો નથી. એ ખ્રિસ્તના શિરપદ નીચે રહેવાથી સમગ્ર શરીરનું પોષણ થાય છે, અને તે શરીર સાંધાઓ તથા મજ્જાઓ સુદ્ધાં જોડાઈને ઈશ્વર તરફથી પોષણ મેળવીને વૃદ્ધિ પામે છે.


Lean sinn:

Sanasan


Sanasan