Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 5:8 - પવિત્ર બાઇબલ C.L.

8 તેથી આપણે પાપ અને દુષ્ટતાના જૂના ખમીરવાળી રોટલીથી નહિ, પણ ખમીર વગરની એટલે કે શુદ્ધતા અને સત્યતાની રોટલીથી આ પર્વની ઉજવણી કરીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 એ કારણથી આપણે એ પર્વ જૂના ખમીરથી નહિ, એટલે પાપ તથા દુષ્ટતાના ખમીરથી નહિ, પણ નિખાલસપણાની તથા સત્યની બેખમીર રોટલીથી પાળીએ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 એ માટે જૂના ખમીરથી નહિ, એટલે પાપ તથા દુષ્ટતાનાં ખમીરથી નહિ, પણ નિખાલસપણા તથા સત્યતાની બેખમીર રોટલીથી આપણે પાસ્ખાપર્વ ઊજવીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 તો ચાલો આપણે આપણું પાસ્ખા ભોજન આરોગીએ, પણ જૂના ખમીરવાળી રોટલીથી નહિ. તે જૂની રોટલી તો પાપની અને અપકૃત્યોની રોટલી છે. પરંતુ જે રોટલીમાં ખમીર નથી એવી રોટલી આપણે આરોગીએ. આ તો સજજનતા અને સત્યની રોટલી છે.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 5:8
34 Iomraidhean Croise  

ધન્ય છે એ વ્યક્તિને કે જેના પર પ્રભુ ભૂંડાઈ આચરવાનો દોષ મૂક્તા નથી, અને જેનાં હૃદયમાં કંઈ કપટ નથી.


હું કેવો જનસમુદાય સાથે જતો હતો! જય જયકાર કરતા અને સ્તુતિના નાદ ગજવતા પર્વ પાળનાર જનસમુદાયને હું પ્રભુના મંદિરમાં કેવો દોરી જતો હતો! એ વીતેલી વાતોનું સ્મરણ થતાં મારો પ્રાણ શોકમાં દ્રવી ઊઠે છે.


પ્રભુએ કહ્યું, “સાત દિવસ સુધી તમારે ખમીરરહિત રોટલી ખાવી. પર્વના પ્રથમ દિવસથી જ તમારે તમારાં ઘરમાંથી ખમીર દૂર કરવું; આ સાત દિવસ દરમ્યાન જો કોઈ વ્યક્તિ ખમીરવાળી રોટલી ખાય તો તેનો ઇઝરાયલી સમાજમાંથી બહિષ્કાર કરવામાં આવે.


સાત દિવસ સુધી તમારાં ઘરોમાં જરા પણ ખમીર હોવું જોઈએ નહિ. કારણ, જો કોઈ વ્યક્તિ ખમીરવાળો કંઈપણ ખોરાક ખાય તો તે વ્યક્તિનો ઇઝરાયલી સમાજમાંથી બહિષ્કાર કરવો; પછી ભલે તે દેશનો વતની હોય કે પરદેશી હોય. તમારે ખમીરવાળી કોઈપણ ચીજ ખાવી નહિ. તમારાં સર્વ નિવાસસ્થાનોમાં તમારે ખમીરરહિત રોટલી ખાવી.”


તેઓ તેનું માંસ અગ્નિમાં શેકીને કડવી ભાજી સાથે તેમ જ ખમીરરહિત રોટલી સાથે તે જ રાત્રે ખાય.


સાત દિવસ તમારે ખમીર વગરની રોટલી ખાવી અને સાતમે દિવસે પ્રભુના માનમાં પર્વ ઊજવવું.


એ સાત દિવસ તમારે ખમીર વગરની જ રોટલી ખાવાની છે. એ દિવસો દરમ્યાન તમારા દેશમાં કોઈપણ સ્થળે ખમીર કે ખમીરવાળી રોટલી હોવાં જોઈએ નહિ.


સર્વસમર્થ પ્રભુ દુનિયાની બધી પ્રજાઓ માટે સિયોન પર્વત પર મિજબાની તૈયાર કરશે. તેમાં સર્વશ્રેષ્ઠ વાનગીઓ, અત્યુત્તમ માંસાહાર અને સર્વોત્તમ દ્રાક્ષાસવ પીરસવામાં આવશે.


પવિત્ર પર્વની રાત્રે ગીત ગાતા હો તેમ તમે આનંદથી ગાશો. વીણાના સંગીત સાથે ઇઝરાયલના ખડક સમા રક્ષક પ્રભુના મંદિરના પર્વતે જતી વેળાએ વાંસળી વગાડતા લોકની જેમ તમારાં હૃદય આનંદથી છલકાશે.


એ જ માસના પંદરમા દિવસથી ખમીરરહિત રોટલીનું પર્વ શરૂ થાય છે. સાત દિવસ સુધી તમારે ખમીરવાળી રોટલી ખાવાની નથી.


ત્યારે શિષ્યોને સમજ પડી કે ઈસુ તેમની સાથે રોટલીમાં વપરાતા ખમીર વિષે નહિ, પણ ફરોશીઓ અને સાદૂકીઓના શિક્ષણ વિષે સાવધ રહેવાની વાત કરે છે.


ઈસુએ તેમને કહ્યું, ધ્યાન રાખો, અને ફરોશીઓ તથા સાદૂકીઓના ખમીર વિષે સાવધ રહો.


ઈસુએ તેમને ચેતવણી આપતાં કહ્યું, “યાન રાખો અને ફરોશીઓના ખમીરથી તથા હેરોદના ખમીરથી સાવધ રહો.”


તે સમયે એકત્ર થયેલા હજારો લોકો એકબીજા પર પડાપડી કરી પગ કચરતા હતા, ત્યારે ઈસુએ ખાસ કરીને પોતાના શિષ્યોને કહ્યું, “ફરોશીઓના ખમીરથી, એટલે કે તેમના દંભથી સાવધ રહો.


ઈસુએ નાથાનાએલને પોતાની પાસે આવતો જોઈને કહ્યું, “આ ખરો ઇઝરાયલી છે! તેનામાં કંઈ કપટ નથી!”


કારણ, હજુ તમે દુન્યવી માણસોની જેમ જીવો છો. તમારામાં ઈર્ષા છે, અને તમે એકબીજા સાથે ઝઘડો છો. શું એ નથી બતાવતું કે તમે દુન્યવી ધોરણ પ્રમાણે ચાલો છો?


તમારામાં સાચે જ વ્યભિચાર છે એવું મને જાણવા મળ્યું છે, અને એવો વ્યભિચાર કે જે વિધર્મીઓમાં પણ નથી હોતો!


તમે અભિમાન કરો છો તે ઉચિત નથી. “થોડું ખમીર બાંધેલા લોટની સમગ્ર કણકને ફુલાવે છે,” એ કહેવતની તો તમને ખબર છે ને?


અમને આ વાતનો ગર્વ છે કે અમે આ દુનિયામાં તમારા પ્રત્યે ઈશ્વર તરફથી મળેલી સંનિષ્ઠા અને નિખાલસતાથી વર્ત્યા છીએ અને તેનો આધાર માનવી જ્ઞાન પર નહિ, પણ ઈશ્વરની કૃપાના સામર્થ્ય પર છે અને એની ખાતરી અમારી પ્રેરકબુદ્ધિ પણ અમને આપે છે.


ઘણાઓની જેમ અમે ઈશ્વરના સંદેશામાં ભેળસેળ કરનારા નથી. પણ, ઈશ્વરે અમને મોકલ્યા હોવાથી ખ્રિસ્તના સેવકો તરીકે અમે ઈશ્વરની સમક્ષ નિષ્ઠાપૂર્વક બોલીએ છીએ.


હું તમારે માટે કોઈ નિયમો નક્કી કરતો નથી, પણ તમે બીજાઓને મદદ કરવાને કેટલા આતુર છે, તે બતાવીને તમારો પ્રેમ કેટલો સાચો છે તે હું શોધી કાઢવા માગું છું.


આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર નિષ્કપટ પ્રેમ રાખનાર સૌની સાથે ઈશ્વરની કૃપા હો. આમીન.


“એક વર્ષમાં ત્રણ વાર, એટલે પાસ્ખાપર્વ, કાપણીનું પર્વ અને માંડવાપર્વ માટે તમારા દેશના બધા પુરુષોએ તમારા ઈશ્વર પ્રભુએ પસંદ કરેલ એક સ્થાને ભક્તિ માટે એકત્ર થવું. પ્રત્યેક માણસે પોતપોતાની ભેટ લાવવી.


જ્યારે તમે પાસ્ખાપર્વના એ પ્રાણીનું માંસ ખાઓ ત્યારે તેની સાથે તમારે ખમીરવાળી રોટલી ખાવી નહિ. સાત દિવસ સુધી તમારે ખમીર વગરની રોટલી ખાવાની છે. એ તો દુ:ખની રોટલી છે; કારણ, ઇજિપ્ત દેશમાંથી તમારે બહુ ઉતાવળથી નીકળવું પડયું હતું.


પછી યહોશુઆએ પોતાનું વક્તવ્ય ચાલુ રાખતાં કહ્યું. “તો હવે યાહવેને માન આપો અને નિખાલસપણે અને નિષ્ઠાપૂર્વક તેમની સેવા કરો. મેસોપોટેમિયા અને ઇજિપ્તમાં તમારા પૂર્વજો જે અન્ય દેવોની પૂજા કરતા હતા તેમનો ત્યાગ કરો અને માત્ર યાહવેની જ સેવાભક્તિ કરો.


હવેથી પૃથ્વી પરનું તમારું બાકી રહેલું જીવન દૈહિક ઇચ્છાઓ પ્રમાણે નહિ, પણ ઈશ્વરની ઇચ્છાના નિયંત્રણ નીચે ગાળવું જોઈએ.


Lean sinn:

Sanasan


Sanasan