Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 5:2 - પવિત્ર બાઇબલ C.L.

2 એક માણસે પોતાની સાવકી માને પત્ની તરીકે રાખી છે! તો પછી તમે કેવી રીતે ગર્વ કરી શકો? એથી ઊલટું, તમારે દુ:ખી થવું જોઈએ, અને જેણે એ કૃત્ય કર્યું છે તેને તમારી સંગતમાંથી કાઢી મૂકવો જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 એમ છતાં એ બાબતમાં શોક કર્યાને બદલે તમે તો અભિમાની થયા છો! જેણે એ કામ કર્યું તેને તમારે તમારામાંથી દૂર કરવો જોઈતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 એમ છતાં એ બાબતો વિષે શરમિંદા થવાને બદલે તમે છાતીકાઢીને ચાલો છો! જેણે આ કામ કર્યું છે તેને તમારે તમારામાંથી દૂર કરવો જોઈતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 અને હજુ પણ તમે તમારી જાત માટે ગૌરવ અનુભવો છો! તમારે તો ઉદાસીથી ઘેરાઈ જવું જોઈતું હતું. અને પેલો માણસ કે જેણે આવું કામ કર્યુ તેનો તમારા જૂથમાંથી બહિષ્કાર કરવો જોઈતો હતો.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 5:2
16 Iomraidhean Croise  

માણસો તમારા નિયમ પાળતા નથી, તેથી મારી આંખોમાંથી ચોધાર આંસુ વહે છે.


પણ જો તમે સાંભળશો જ નહિ, તો તમારા અહંકારને લીધે મારો જીવ ગુપ્તમાં ઝૂરશે, હું ઊંડાં ડૂસકાં ભરતો રહીશ, અને મારી આંખો ચોધાર આંસુએ રડશે; કારણ, પ્રભુના લોકને બંદી બનાવીને લઈ જવાશે.


તેને કહ્યું, “આખા યરુશાલેમમાં ફરી વળ અને તેમાં થતાં ધિક્કારપાત્ર કૃત્યોને કારણે જે માણસો નિસાસા નાખતા હોય અને ઝૂરતા હોય તે સર્વના કપાળ પર ચિહ્ન કર.”


વૃદ્ધ પુરુષોની, યુવાનોની, યુવતીઓની, નાનાં બાળકોની અને સ્ત્રીઓની ક્તલ કરો. પણ કપાળ પરનાં ચિહ્નવાળા કોઈને અડકશો નહિ. અહીં મારા મંદિરથી જ શરૂઆત કરો.” તેથી તેમણે મંદિર આગળ ઊભેલા આગેવાનોથી જ શરૂઆત કરી.


મોશે અને ઇઝરાયલી લોકોનો સમગ્ર સમુદાય મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે વિલાપ કરતો હતો. ત્યારે તેમની નજર સામે એક ઇઝરાયલી પુરુષ મિદ્યાની યુવતીને લઈને પોતાના તંબૂમાં ગયો.


હું તમારી મુલાકાત લેવાનો નથી એમ માનીને તમારામાંના કેટલાક ગર્વિષ્ઠ થયા છે.


મને ભય લાગે છે કે, જ્યારે હું તમારી મુલાકાત લઈશ, ત્યારે જેવા મારે તમને જોવા છે તેવા તમે નહિ હો; અને તમે મને જેવો જોવા માગો છો, તે કરતાં હું જુદો હોઈશ! મને ભય છે કે કદાચ મને ઝઘડા, અદેખાઈ, ક્રોધ, પક્ષાપક્ષી, અપમાન, કપટ, અભિમાન અને અવ્યવસ્થા જોવા મળશે.


મને દહેશત છે કે, જ્યારે હું ફરીવાર તમારી મુલાકાત લઈશ, ત્યારે તમારી હાજરીમાં ઈશ્વર મને શરમિંદો કરી દેશે અને જેમણે અગાઉ પાપ કર્યાં છે અને પોતાનાં જાતીય પાપ અને વાસનાભર્યાં કૃત્યોનો પસ્તાવો કર્યો નથી, તેમને માટે મારે શોક કરવો પડશે.


Lean sinn:

Sanasan


Sanasan