Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 4:9 - પવિત્ર બાઇબલ C.L.

9 મને તો એમ લાગે છે કે ઈશ્વરે અમ પ્રેષિતોને જાહેરમાં મરણ પામવા દોષિત ઠરેલા માણસોની જેમ દૂતો અને માણસો સમક્ષ તમાશા જેવા બનાવીને સૌથી છેલ્લે સ્થાને મૂક્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 કેમ કે મને તો એમ લાગે છે કે હવે ઈશ્વરે સહુથી છેલ્લા અમને પ્રેરિતોને મરણદંડ પામનારાના જેવા આગળ ધર્યા છે, કેમ કે અમે જગતની, દૂતોની તથા માણસોની નજરે તમાશા જેવા થયા છીએ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 માટે હું વિચારું છું કે, ઈશ્વરે અમો પ્રેરિતોને જાણે કે છેલ્લાં મરણદંડ પામનારા હોય એવા બતાવ્યા છે; કેમ કે અમે વિશ્વની, સ્વર્ગદૂતોની તથા માણસોની આગળ તમાશા જેવા ખુલ્લાં થયા છીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 પરંતુ મને એમ લાગે છે કે દેવે મને અને બીજા પ્રેરિતોને અંતિમ સ્થાન આપ્યું છે. અમે તો તે માણસો જેવા છીએ કે જેને અન્ય લોકોની નજર સામે મરવું પડે છે. અમે તો આખા જગત-દૂતો અને લોકોની નજરે તમાશા જેવા થયા છીએ.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 4:9
21 Iomraidhean Croise  

સાચે જ તમારે લીધે અમે નિરંતર હણાઈએ છીએ, અને ક્તલ થનારાં ઘેટાં જેવાં ગણાઈએ છીએ.


હું ઘણાંને માટે સંકેતરૂપ થઈ પડયો છું; કારણ, તમે મારા આશ્રયના ગઢ બન્યા છો.


માત્ર કષ્ટ અને વેદના ભોગવવા તથા લજ્જિત થઈને મારા દિવસો પસાર કરવા માટે જ હું ગર્ભસ્થાનમાંથી બહાર કેમ આવ્યો?


આખા શહેરમાં ધાંધલ મચ્યું, લોકોનાં ટોળાએ પાઉલની સાથે ફરનારા ગાયસ અને આરિસ્તાર્ખસ નામના મકદોનિયાના બેને પકડયા અને તેઓ તેમને લઈને સભાગૃહમાં ધસ્યા.


કેટલાક જિલ્લા અધિકારીઓ પાઉલના મિત્રો હતા. તેમણે પણ તેના પર આગ્રહપૂર્વક ખબર મોકલાવી કે તારે સભાગૃહમાં હાજર થવું નહિ.


શાસ્ત્રમાં લખેલું છે: “તમારે લીધે આખો દિવસ અમારા પર મરણનો ભય તોળાઈ રહ્યો છે. અમને તો કાપવા માટેનાં ઘેટાં જેવાં ગણવામાં આવે છે.”


આપણે ખ્રિસ્ત પર જે આશા રાખી છે તે ફક્ત આ જીવન પૂરતી જ હોય, અને તે પછી કંઈ જ આશા ન હોય, તો પછી દુનિયાના સર્વ લોક કરતાં આપણી સ્થિતિ વધુ દયાજનક છે.


શું તેઓ ખ્રિસ્તના સેવકો છે? જો કે હું પાગલ જેવો લાગું, છતાં કહીશ કે, તેમના કરતાં હું ચડિયાતો સેવક છું! મેં સખત ક્મ કર્યું છે, વધુ વખત જેલમાં રહ્યો છું, ઘણીવાર મને ફટકા પડયા છે અને ઘણીવાર હું મરણની સાવ નજીક પહોંચ્યો છું.


અજાણ્યા જેવા છતાં અમને બધા ઓળખે છે; મરી રહ્યા હોવા છતાં અમે જીવીએ છીએ; સજા પામ્યા છતાં અમને મારી નાખવામાં આવ્યા નથી;


કે જેથી તમારામાંનો કોઈ આ સતાવણીમાં પીછેહઠ ન કરે. તમે જાણો છો કે આવી સતાવણીઓ ઈશ્વરની ઇચ્છા મુજબની છે.


તો પછી દૂતો કોણ છે? તેઓ તો ઈશ્વરની સેવા કરનાર આત્માઓ છે અને ઈશ્વરે તેમને ઉદ્ધાર મેળવનારાઓની સેવા કરવા મોકલી આપ્યા છે.


ઘણીવાર તમારું જાહેરમાં અપમાન કરવામાં આવ્યું અને તમારા પર સિતમો ગુજારવામાં આવ્યા. વળી, કેટલીકવાર જેમના પ્રત્યે આવું વર્તન દાખવવામાં આવતું હતું તેમની પડખે ઊભા રહેવા તમે તૈયાર હતા.


કેટલાકની મશ્કરી કરવામાં આવી અને કોરડા મારવામાં આવ્યા, બીજા કેટલાકને બાંધીને જેલમાં પૂરવામાં આવ્યા.


Lean sinn:

Sanasan


Sanasan