Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 4:21 - પવિત્ર બાઇબલ C.L.

21 તમારી પાસે હું શું લઈને આવું? સોટી કે પ્રેમી અને માયાળુ હૃદય? તમારી શી પસંદગી છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 તમારી શી ઈચ્છા છે? હું તમારી પાસે સોટી લઈને આવું કે, પ્રેમથી તથા નમ્રતાથી આવું?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 તમારી શી ઇચ્છા છે? હું તમારી પાસે સોટી લઈને આવું, કે પ્રેમભાવે તથા નમ્રભાવે આવું?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 તમે શું પસંદ કરો છો: હું તમારી પાસે તમને શિક્ષા કરવા આવું તે, કે પછી તમારી પાસે પ્રેમ અને નમ્રતા લઈ આવું તે?

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 4:21
16 Iomraidhean Croise  

હું તમારી મુલાકાત લેવાનો નથી એમ માનીને તમારામાંના કેટલાક ગર્વિષ્ઠ થયા છે.


તે વખતે આપણી સાથેના પ્રભુ ઈસુના સામર્થ્ય દ્વારા તમે એ માણસની સોંપણી શેતાનને કરો, જેથી તેનો દેહ નાશ પામે, પણ પ્રભુના આગમનને દિવસે તેનો આત્મા બચી જાય.


મારા મનના જાણકાર ઈશ્વર પણ મારા સાક્ષી છે કે, તમારા પર દયા લાવીને જ મેં કોરીંથ નહિ આવવાનો નિર્ણય કર્યો.


તમે તમારી સંપૂર્ણ વફાદારી સાબિત કરી બતાવો તે પછી બિનવફાદારીના પ્રત્યેક કૃત્યની શિક્ષા કરવા અમે તૈયાર રહીશું.


પ્રભુએ અમને આપેલા અધિકારનો મેં બહુ ગર્વ કર્યો હોવા છતાં હું શરમાતો નથી. આ અધિકાર તમને નીચે પાડવા માટે નહિ, પણ તમારી ઉન્‍નતિ માટે છે.


તિતસને મેં ત્યાં આવવાની વિનંતી કરી અને બીજા એક ભાઈને તેની સાથે મોકલ્યો. શું તમે એમ કહેશો કે તિતસે તમારો લાભ ઉઠાવ્યો? શું હું અને તે એક જ હેતુસર અને એક જ રીતે વર્ત્યા નથી?


તેથી જ તમારાથી દૂર હોવા છતાં, હું આ લખું છું; જેથી જ્યારે હું ત્યાં આવું, ત્યારે પ્રભુએ મને આપેલા અધિકારનો ઉપયોગ કરીને મારે સખતાઈથી ક્મ લેવું ન પડે. આ અધિકાર તો તમને તોડી પાડવા નહિ, પણ તમારી ઉન્‍નતિ કરવાને માટે છે.


જેમણે અગાઉ પાપ કર્યાં હતાં તેમને અને બાકીનાં બીજાં બધાંને હું ચેતવણી આપવા માગું છું. આ અગાઉ મારી બીજી મુલાકાત દરમિયાન પણ મેં ચેતવણી આપી હતી, અને ફરી હું જ્યારે તમારાથી દૂર છું ત્યારે પણ ચેતવું છું. હવે પછી હું આવીશ ત્યારે શિક્ષામાંથી કોઈ બચી શકશે નહિ.


તેથી તમારી સાથેની મારી હવે પછીની મુલાકાત તમને ખેદિત કરવાની ન હોય એવો મેં નિર્ધાર કર્યો છે.


હું તમારી પાસે આવું ત્યારે મને આનંદિત કરનારા લોકોથી જ મારે ખિન્‍ન ન થવું પડે માટે જ મેં તમને પેલો પત્ર લખ્યો હતો. પણ મને ખાતરી થઈ છે કે જ્યારે હું આનંદિત છું, ત્યારે તમે બધા આનંદિત છો.


આપણે કહી શકીએ કે ભૂતકાળનું તેજસ્વી ગૌરવ હાલના વિશેષ તેજસ્વી ગૌરવને કારણે જતું રહ્યું છે.


મારા પ્રિયજનો, જો કોઈ કંઈ અપરાધ કરતાં પકડાય, તો તમારામાં જેઓ આત્મિક છે તેમણે તેને નમ્રતાપૂર્વક પાછો સ્થિર કરવો. વળી, તમારી પરીક્ષા ન થાય, માટે તમે પણ સાવચેત રહો.


ખ્રિસ્તના પ્રેષિતો તરીકે અમે તમારી પાસેથી સેવાચાકરીની માગણી કરી હોત; પણ અમે તમારી સાથે હતા ત્યારે અમે માતાની મમતાથી તમારું જતન કર્યું હતું.


પણ ઈશ્વર તરફથી આવતું જ્ઞાન સૌ પ્રથમ તો નિર્મળ છે; વળી, તે શાંતિદાયક, નમ્ર, મૈત્રીભાવી અને દયાપૂર્ણ હોય છે. તે સારાં કાર્યો નિપજાવે છે. તેમાં ભેદભાવ કે દંભ નથી.


Lean sinn:

Sanasan


Sanasan