Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 4:2 - પવિત્ર બાઇબલ C.L.

2 કારભારી પોતાના શેઠને વિશ્વાસુ રહે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 વળી દરેક કારભારીએ વિશ્વાસુ થવું એ જરૂરનું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 વળી દરેક કારભારીએ વિશ્વાસુ થવું એ ખૂબ જ જરૂરનું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 જો કોઈ વ્યક્તિનો કશાક માટે વિશ્વાસ કરવામાં આવે તો તેણે દર્શાવવું જોઈએ કે તે વ્યક્તિ તે વસ્તુનો વિશ્વાસ કરવા લાયક છે.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 4:2
17 Iomraidhean Croise  

સમારકામ માટે જવાબદાર માણસો પૂરેપૂરા પ્રામાણિક હતા; જેથી તેમની પાસેથી હિસાબ પણ માગતા નહિ.


બાંધકામમાં રોક્યેલા મુકાદમો પ્રામાણિક હોવાથી તેમની પાસેથી નાણાંનો હિસાબ લેવાની જરૂર નથી.”


દુષ્ટ સંદેશક કટોકટી પેદા કરે છે, પણ વિશ્વાસપાત્ર રાજદૂત શાંતિ સ્થાપે છે.


પણ મારા સેવક મોશેના સંબંધમાં એવું નથી. મોશે તો મારા સમગ્ર ઇઝરાયલી લોકમાં સૌથી વધુ વિશ્વાસુ છે.


માલિકે કહ્યું, ’શાબાશ! સારા અને વફાદાર સેવક! તું નાની બાબતમાં વિશ્વાસુ માલૂમ પડયો છે. તેથી હું તને મોટાં કામ સોંપીશ. તારા માલિકના આનંદમાં ભાગીદાર થા.’


માલિકે કહ્યું, ’શાબાશ! સારા અને વફાદાર સેવક! તું નાની બાબતમાં વિશ્વાસુ માલૂમ પડયો છે તેથી હું તને મોટાં કામ સોંપીશ. તારા માલિકના આનંદમાં ભાગીદાર થા.’


પ્રભુએ જવાબ આપ્યો, “વિશ્વાસુ અને સમજુ કારભારી કોણ છે? શેઠ ઘરકુટુંબ ચલાવવા અને બીજા નોકરોને યોગ્ય સમયે તેમના ખોરાકનો હિસ્સો આપવા જેની નિમણૂક કરે તે જ.


અમારી ગણના ખ્રિસ્તના સેવકો તરીકે અને ઈશ્વરનાં માર્મિક સત્યોના કારભારી તરીકે થવી જોઈએ.


આ જ કારણથી હું તમારી પાસે તિમોથીને મોકલું છુ. પ્રભુમાં તે મારો પ્રિય અને વિશ્વાસુ પુત્ર છે. ખ્રિસ્ત ઈસુમાંના નવા જીવનમાં હું જે સિદ્ધાંતો અનુસરું છું અને બધી જગ્યાએ સર્વ મંડળીઓમાં જેનું શિક્ષણ આપું છું તેની તે તમને યાદ અપાવશે.


પણ મને તો મારો ન્યાય તમે કરો કે બીજાં કોઈ માનવી ધોરણો પ્રમાણે કરવામાં આવે તેની કંઈ પરવા નથી. અરે, હું પોતે પણ મારી જાતનો ન્યાય કરતો નથી.


હવે હું કુંવારાં વિષે જણાવું છું: મને પ્રભુ તરફથી કોઈ આજ્ઞા મળી નથી, પણ પ્રભુની દયાથી વિશ્વાસપાત્ર વ્યક્તિ તરીકે હું મારો મત જણાવું છું.


ઘણાઓની જેમ અમે ઈશ્વરના સંદેશામાં ભેળસેળ કરનારા નથી. પણ, ઈશ્વરે અમને મોકલ્યા હોવાથી ખ્રિસ્તના સેવકો તરીકે અમે ઈશ્વરની સમક્ષ નિષ્ઠાપૂર્વક બોલીએ છીએ.


અમે શરમજનક ગુપ્ત કાર્યોનો ત્યાગ કર્યો છે. અમે છેતરપિંડી કરતા નથી, કે ઈશ્વરના સંદેશમાં ભેળસેળ કરતા નથી. સત્યના પૂર્ણ પ્રકાશમાં અમે ઈશ્વરની સમક્ષ જીવીએ છીએ, અને પ્રત્યેકની પ્રેરકબુદ્ધિને અમારી યોગ્યતાની ખાતરી થાય એ રીતે રહેવાનો પ્રયત્ન કરીએ છીએ.


ઈશ્વરની કૃપાનું એ સાચું સ્વરૂપ તમને સમજાવનાર અમારો પ્રિય સાથી સેવક એપાફ્રાસ હતો. તે તો આપણે માટે ખ્રિસ્તને વફાદાર કાર્યકર છે.


તેવી જ રીતે તેમના ઉપરનો પત્ર, તમે પણ વાંચજો. આર્ખિપસને જણાવજો કે, પ્રભુની સેવામાં તેને જે કાર્ય સોંપવામાં આવ્યું છે તે પૂર્ણ થવું જોઈએ.


આપણો પ્રિય ભાઈ તુખિક્સ, જે પ્રભુના કાર્યમાં વિશ્વાસુ કાર્યકર અને સાથી સેવક છે તે મારા વિષેના સર્વ સમાચાર તમને જણાવશે.


Lean sinn:

Sanasan


Sanasan