Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 4:19 - પવિત્ર બાઇબલ C.L.

19 પ્રભુની ઇચ્છા હશે, તો હું તમારી મુલાકાત જલદી લઈશ. તે વખતે એ ગર્વિષ્ઠો શું કહે છે તે જ નહિ, પણ તેઓ શું કરી શકે છે તેની પણ હું જાતે જ તપાસ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 પણ પ્રભુની ઇચ્છા હશે, તો હું તમારી પાસે વહેલો આવીશ, અને અભિમાનીઓનું બોલવું નહિ, પણ તેઓનું સામર્થ્ય જોઈ લઈશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 પણ પ્રભુની ઇચ્છા હશે, તો હું તમારી પાસે વહેલો આવીશ, અને અભિમાનીઓનું બોલવું નહિ, પણ તેઓનું સામર્થ્ય જોઈ લઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 પરંતુ હું બહુજ જલ્દી તમારી પાસે આવીશ. હું આવીશ, જો પ્રભુ એમ મારી પાસેથી ઈચ્છતો હશે તો. પછી હું જોઈશ કે આ બડાઈખોરો શું કઈ કરી શકે છે કે માત્ર બોલી જ શકે છે.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 4:19
18 Iomraidhean Croise  

એને બદલે, જતાં જતાં તેણે તેમને કહ્યું, “ઈશ્વરની ઇચ્છા હશે તો હું તમારી પાસે પાછો આવીશ.” અને એમ તે એફેસસથી જળમાર્ગે આગળ ગયો.


એ બનાવો બન્યા પછી પાઉલે મકદોનિયા અને ગ્રીસમાં થઈને યરુશાલેમ જવાનો નિર્ણય કર્યો. તેણે કહ્યું, “ત્યાં ગયા પછી મારે રોમ પણ જવું જોઈએ.”


એ પ્રદેશોમાં ફરીને તેણે લોકોને ઘણા સંદેશા આપીને પ્રોત્સાહિત કર્યા. પછી તે ગ્રીસ આવ્યો.


તથા ઈશ્વરની ઇચ્છા હોય, તો હું તમારે ત્યાં આનંદથી આવી શકું અને તમારી મુલાકાતથી તાજગી મેળવું એ માટે ઈશ્વરને આગ્રહથી પ્રાર્થના કરીને મને સહાય કરો.


જો કોઈ ભૂખ્યો હોય તો તેણે પોતાને ઘેર ખાવું; જેથી તમે એકત્ર થાઓ ત્યારે પોતાને ઈશ્વરના ન્યાયશાસન નીચે લાવો નહિ. બીજી બાબતોનો નિકાલ હું તમારી મુલાકાત લઈશ ત્યારે કરીશ.


તમ સૌ અન્ય ભાષાઓ બોલતા થાઓ એવું હું ઇચ્છું છું તો ખરો, પણ વિશેષે કરીને સૌને ઈશ્વરનો સંદેશો પ્રગટ કરવાની બક્ષિસ મળે એમ હું ઇચ્છું છું. કારણ, સમગ્ર મંડળીની ઉન્‍નતિ માટે અન્ય ભાષાઓનું ભાષાન્તર કરનાર કોઈ ન હોય તો ઈશ્વરનો સંદેશો પ્રગટ કરનારનું મૂલ્ય અન્ય ભાષાઓ બોલનારના કરતાં વિશેષ છે.


મકદોનિયા ગયા પછી હું તમારી મુલાકાત લઈશ. કારણ, હું મકદોનિયામાં થઈને પસાર થવાનો છું.


તમારી ઊડતી મુલાકાત લેવાની મારી ઇચ્છા નથી. પ્રભુની ઇચ્છા હોય, તો હું તમારી સાથે થોડો વધુ સમય રોકાવા માગું છું.


છતાં, આત્મિક રીતે પરિપકવ થયેલા માણસોની સાથે હું જ્ઞાનની વાત કરું છું. આ જ્ઞાન આ દુનિયાનું કે તેના સત્તાધારીઓનું નથી; તેમની સત્તા તો ઘટતી જાય છે.


હું તમારી મુલાકાત લેવાનો નથી એમ માનીને તમારામાંના કેટલાક ગર્વિષ્ઠ થયા છે.


ભાઈઓ, તમારે લીધે જ આ બધી વાતો મેં આપોલસને તથા મને લાગુ પાડી છે. “ધર્મશાસ્ત્ર પ્રમાણે ચાલો,” એ વિધાનનો અર્થ તમે સમજી શકો, માટે મેં માત્ર અમારું ઉદાહરણ આપ્યું છે. એક વ્યક્તિ વિષે અભિમાન કરીને તમારે બીજી વ્યક્તિનો ધિક્કાર કરવો જોઈએ નહિ.


મારા મનના જાણકાર ઈશ્વર પણ મારા સાક્ષી છે કે, તમારા પર દયા લાવીને જ મેં કોરીંથ નહિ આવવાનો નિર્ણય કર્યો.


મારા પત્રો દ્વારા હું તમને ડરાવવા માગું છું એવું નથી.


ઈશ્વરની પરવાનગી હોય તો આપણે એ બધું કરીશું.


તમારે તો આમ કહેવું જોઈએ: જો પ્રભુની ઇચ્છા હશે તો અમે જીવતા રહીશું અને આ અથવા પેલું કાર્ય કરીશું.


Lean sinn:

Sanasan


Sanasan