Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 3:8 - પવિત્ર બાઇબલ C.L.

8 દરેક વ્યક્તિ ઈશ્વરે તેને સોંપેલું કાર્ય જે રીતે કરશે તે પ્રમાણે તેને બદલો મળશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 હવે રોપનાર તથા પાનાર એક છે; પણ દરેકને તેની મહેનત પ્રમાણે બદલો મળશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 રોપનાર તથા સિંચનાર એક છે; પણ દરેકને તેની મહેનત પ્રમાણે બદલો મળશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 જે વ્યક્તિ વાવે છે અને જે વ્યક્તિ જળ સિંચે છે તેમનો હેતુ તો સરખો જ છે. અને પ્રત્યેક વ્યક્તિને તેના કામનો બદલો મળશે.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 3:8
25 Iomraidhean Croise  

‘સામર્થ્ય ઈશ્વરનું જ છે; અને હે પ્રભુ, પ્રેમ પણ તમારો જ છે; ત મે દરેકને તેનાં કાર્ય અનુસાર ફળ આપો છો.’


અંજીરી સાચવનાર તેનાં ફળ ખાશે, તેમ જ માલિકની સેવા કરનાર સન્માન પામશે.


જ્ઞાનીઓ અંતરિક્ષમાં પૂરા પ્રકાશથી પ્રકાશશે, તો ઘણા લોકોને ન્યાયનેકીનું શિક્ષણ આપનારા તારાઓની જેમ સદાસર્વદા ઝળહળશે.


માનવપુત્ર પોતાના ઈશ્વરપિતાના મહિમામાં દૂતો સાથે આવશે ત્યારે તે દરેકને તેનાં કાર્યો પ્રમાણે બદલો આપશે.


તેને તેણે કહ્યું, ‘તું પાંચ શહેર પર અધિકારી થા.’


તે દિવસે ઈશ્વરનો કોપ અને અદલ ઇન્સાફ જાહેર થશે, અને તે દરેકને તેનાં કૃત્યો અનુસાર બદલો આપશે.


આથી મારા પ્રિય ભાઈઓ, સ્થિર અને દૃઢ થાઓ અને પ્રભુના કાર્યમાં સતત લાગુ રહો, કારણ, તમને ખબર છે કે પ્રભુની સેવા માટે તમે જે કંઈ કરો છો તે નિરર્થક નથી.


જે માણસનું બાંધક્મ અગ્નિમાં ટકી રહેશે તેને ઇનામ મળશે.


હકીક્તમાં તો રોપનાર કે પાનારનું કંઈ મહત્ત્વ નથી. મહત્ત્વ તો ઈશ્વરનું છે. કારણ, તે જ વૃદ્ધિ આપે છે. રોપનાર અને પાનાર વચ્ચે કંઈ તફાવત નથી.


અમે ઈશ્વરના કાર્યમાં સહકાર્યકરો છીએ. તમે ઈશ્વરનું ખેતર છો.


ખ્રિસ્તમાં તમારું જે જીવન છે, તેમાં જો કે તમારે દસ હજાર વાલીઓ હોય, પણ તમારે પિતા તો એક જ છે. મેં તમને શુભસંદેશ જણાવ્યો હોવાથી, ખ્રિસ્તમાં તમારું જે જીવન છે તેમાં હું તમારો પિતા બન્યો છું.


શું લશ્કરમાં કોઈ સૈનિક પોતાનો ખર્ચ ઉઠાવે છે? શું કોઈ ખેડૂત પોતાની દ્રાક્ષવાડીમાંથી દ્રાક્ષ નહિ ખાય? ભરવાડ પોતાનાં ઘેટાંનું દૂધ નહિ પીએ?


દરેકે પોતાની વર્તણૂકનો જાતે જ ન્યાય કરવો; કારણ, એમ કરવાથી તે પોતાની યોગ્યતાને આધારે ગર્વ કરી શકશે અને બીજાની સાથે સરખામણી કરવાની જરૂર રહેશે નહિ.


કારણ, દરેકે પોતાનો બોજ પોતે જ ઊંચકવાનો છે.


તમે જે કાર્યો કર્યાં અથવા તમારા સાથી ખ્રિસ્તીઓને જે મદદ તમે કરી અને હજી પણ કરી રહ્યા છો તે દ્વારા જે પ્રેમ ઈશ્વર તરફ તમે બતાવ્યો તે તે ભૂલી જશે નહિ.


મુખ્ય ઘેટાંપાળક પ્રગટ થશે ત્યારે કદી કરમાઈ ન જાય તેવો મહિમાનો મુગટ તે તમને આપશે.


તમે સાવધ રહો, જેથી જેને માટે તમે મહેનત કરી છે તે તમે ગુમાવી ન બેસો; પણ તેનો તમને પૂરેપૂરો બદલો મળે.


હું ઈઝબેલના અનુયાયીઓને મારી નાખીશ. એથી બધી મંડળીઓ જાણશે કે મન અને દયને પારખનાર હું છું. હું દરેકને તેનાં કૃત્યો પ્રમાણે બદલો આપીશ.


ઈસુ કહે છે, “જુઓ! હું ત્વરાથી આવું છું. દરેકને તેનાં કાર્યો પ્રમાણે આપવાનાં ઇનામો હું લાવીશ.


Lean sinn:

Sanasan


Sanasan