Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 3:19 - પવિત્ર બાઇબલ C.L.

19 કારણ, દુન્યવી જ્ઞાન ઈશ્વરની દૃષ્ટિમાં મૂર્ખાઈ છે. ધર્મશાસ્ત્રમાં લખેલું છે, “ઈશ્વર જ્ઞાનીઓને તેમની હોશિયારીમાં પકડી પાડે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 કેમ કે આ જગતનું ન ઈશ્વરની આગળ મૂર્ખતારૂપ છે; કેમ કે લખેલું છે, “તે જ્ઞાનીઓને તેઓની પક્કાઈમાં સપડાવે છે;”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 કેમ કે આ જગતનું જ્ઞાન ઈશ્વરની આગળ મૂર્ખતારૂપ છે; કેમ કે લખેલું છે કે, પ્રભુ કહેવાતા જ્ઞાનીઓને તેઓની જ ચતુરાઈમાં પકડી પાડે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 શા માટે? કારણ કે આ દુનિયાનું જ્ઞાન તો દેવ માટે મૂર્ખતા સમાન છે કારણ કે તે શાસ્ત્રલેખમાં લખેલ છે કે, “તે જ્ઞાની માણસોને જ્યારે તેઓ પ્રપંચો કરે છે, ત્યારે પકડે છે.”

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 3:19
22 Iomraidhean Croise  

દાવિદને ખબર મળી કે અહિથોફેલ આબ્શાલોમ સાથે બળવામાં જોડાયો છે ત્યારે તેણે પ્રાર્થના કરી, “હે પ્રભુ, અહિથોફેલની સલાહ નિરર્થક કરી નાખો.”


એ દિવસોમાં અહિથોફેલની સલાહ જાણે કે ઈશ્વરીય વાણી હોય એવી કીમતી ગણાતી. દાવિદ અને આબ્શાલોમ બન્‍ને એની સલાહને અનુસરતા.


આબ્શાલોમ અને સર્વ ઈઝરાયલીઓએ કહ્યું, “અહિથોફેલ કરતાં હુશાય આર્કીની સલાહ વધારે સારી છે.” અહિથોફેલની સલાહ નિરર્થક જાય અને આબ્શાલોમ પર વિનાશ આવે એવું પ્રભુએ નક્કી કર્યું હતું.


અહિથોફેલે જોયું કે તેની સલાહ માનવામાં આવી નથી એટલે તેણે ગધેડા ઉપર જીન બાંધ્યું અને તેના પર સવાર થઈને પોતાના શહેરમાં જતો રહ્યો. પોતાના ઘરની વ્યવસ્થા કરીને તેણે પોતે ફાંસી ખાધી. તેને તેના કુટુંબની કબરમાં દફનાવવામાં આવ્યો.


આમ, મોર્દખાય માટે તૈયાર કરવામાં આવેલી ફાંસી પર હામાનને લટકાવી દેવામાં આવ્યો. ત્યારબાદ રાજાનો ગુસ્સો શમી ગયો.


તે ચાલબાજોને તેમની ચાલાકીમાં પકડી પાડે છે અને કપટીઓના કાવાદાવાને ઉથલાવી નાખે છે. ધોળે દહાડે તેઓ અંધકારમાં આથડે છે;


દુષ્ટો પોતાની જ જાળમાં સપડાઈ જાઓ, અને તે દરમ્યાન હું જાતે બચી જાઉં.


માટે આપણે તેમની સાથે ચાલાકીથી વર્તીએ; નહિ તો હજી તેમની વસ્તી વધવાની, અને આપણી સામે લડાઈ ફાટી નીકળે ત્યારે આપણા શત્રુઓ સાથે મળી જઈને તેઓ આપણી સામે લડે અને દેશમાંથી નાસી છૂટે.”


હવે હું જાણું છું કે પ્રભુ સર્વ દેવો કરતાં મહાન છે. કારણ, ઇજિપ્તીઓ ઇઝરાયલીઓ પ્રત્યે તુમાખીભર્યો વર્તાવ કરતા હતા ત્યારે જ તેમણે તેમના પર વિજય મેળવ્યો છે.”


જ્ઞાનીની વિદ્વતા તેને શાણપણથી વર્તવા શીખવે છે; પણ મૂર્ખની મૂર્ખાઈ તેને ભુલાવામાં નાખે છે.


પ્રભુની વિરુદ્ધ સફળ થાય એવું કોઈ જ્ઞાન, કોઈ સમજ કે કોઈ આયોજન નથી.


હું જૂઠા ભવિષ્યવેત્તાઓએ આપેલા સંકેતો ખોટા ઠરાવું છું અને જોશ જોનારાઓને બેવકૂફ બનાવું છું. હું જ્ઞાનીઓનાં જ્ઞાનને ઊંધા વાળું છું અને તેમની વિદ્યાને મૂર્ખાઈ ઠરાવું છું.


છતાં, આત્મિક રીતે પરિપકવ થયેલા માણસોની સાથે હું જ્ઞાનની વાત કરું છું. આ જ્ઞાન આ દુનિયાનું કે તેના સત્તાધારીઓનું નથી; તેમની સત્તા તો ઘટતી જાય છે.


ભાઈઓ, તમારે લીધે જ આ બધી વાતો મેં આપોલસને તથા મને લાગુ પાડી છે. “ધર્મશાસ્ત્ર પ્રમાણે ચાલો,” એ વિધાનનો અર્થ તમે સમજી શકો, માટે મેં માત્ર અમારું ઉદાહરણ આપ્યું છે. એક વ્યક્તિ વિષે અભિમાન કરીને તમારે બીજી વ્યક્તિનો ધિક્કાર કરવો જોઈએ નહિ.


જેથી પોતાની ચાલાકીભરી કુયુક્તિઓથી બીજાઓને ભમાવનાર કપટી માણસોના શિક્ષણરૂપી મોજાંથી ઘસડાનાર અને પવનથી આમતેમ ડોલનાર બાળકો જેવા આપણે ન રહીએ.


આ પ્રકારનું જ્ઞાન ઈશ્વર તરફથી નથી, પણ તે દુન્યવી, વિષયી અને શેતાની છે.


Lean sinn:

Sanasan


Sanasan