Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 3:13 - પવિત્ર બાઇબલ C.L.

13 પણ દરેક વ્યક્તિના કાર્યનું મૂલ્યાંકન ખ્રિસ્તના આગમનના દિવસે જાહેર કરવામાં આવશે. તે દિવસે દરેકના કાર્યની પરીક્ષા અગ્નિથી કરાશે, અને કોનું બાંધક્મ સાચું છે તે બતાવી અપાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તો દરેકનું કામ [કેવું છે તે] પ્રગટ કરવામાં આવશે. કેમ કે તે દિવસ તેને ઉઘાડું પાડશે, કેમ કે અગ્નિથી તે પ્રગટ કરવામાં આવશે; અને દરેકનું કામ કેવું છે એ અગ્નિ જ પારખશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તો દરેકનું કામ કેવું છે તે ખુલ્લું કરવામાં આવશે; કેમ કે તે દિવસ તેને ઉઘાડું પાડશે, અગ્નિથી તે પ્રગટ કરવામાં આવશે; અને દરેકનું કામ કેવું છે તે અગ્નિ જ પારખશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 પરંતુ પ્રત્યેક વ્યક્તિ જે કામ કરશે તે સ્પષ્ટપણે દેખાશે કારણ કે તે દિવસ તેને પ્રગટ કરશે. તે દિવસ અગ્રિની જવાળાઓ સહિત પ્રગટ થશે અને અગ્રિ પ્રત્યેક વ્યક્તિના કાર્યને પારખશે.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 3:13
28 Iomraidhean Croise  

હું ન્યાયનો માપવાની દોરી તરીકે અને પ્રામાણિક્તાનો ઓળંબા તરીકે ઉપયોગ કરીશ.” તમારા આશ્રય જૂઠને કરાનું તોફાન ઘસડી જશે અને તમારા ઓથા અસત્ય પર પૂરનાં પાણી ફરી વળશે.


પણ તમે નિયમ તથા સાક્ષ્યલેખ તરફ ધ્યાન આપો. એના સંદેશ પ્રમાણે તેઓ ન બોલવાના હોય તો તેનાથી તેમને કંઈ જાણકારી પ્રાપ્ત થશે નહિ.


જે સંદેશવાહકને સ્વપ્ન આવ્યું હોય તે માત્ર પોતાનું સ્વપ્ન કહી સંભળાવે, પણ જે સંદેશવાહકને મારો સંદેશ મળ્યો હોય તે નિષ્ઠાપૂર્વક મારો સંદેશ પ્રગટ કરે. ઘઉંની આગળ ભૂંસાની શી વિસાત?


મારો સંદેશ તો અગ્નિ સમાન અને ખડકનો ભૂક્કો કરનાર હથોડા સમાન છે. હું પ્રભુ આ કહું છું.


બાકી રહેલા ત્રીજા ભાગના લોકોની હું ક્સોટી કરીશ અને રૂપુ અગ્નિમાં ગળાય છે, તેમ હું તેમને શુદ્ધ કરીશ. હું તેમને સોનાની જેમ પારખીશ. પછી તેઓ મને પ્રાર્થના કરશે અને હું તેમને જવાબ આપીશ. હું તેમને કહીશ કે તમે મારા લોક છો, અને તેઓ પણ કબૂલ કરશે કે હું યાહવે તેમનો ઈશ્વર છું.”


સર્વસમર્થ પ્રભુ કહે છે, “તેઓ મારા લોકો થશે. જે દિવસે હું કાર્યરત બનીશ તે દિવસે તે મારા પોતાના લોક થશે. પિતાની સેવા કરનાર પુત્ર પર જેમ પિતા મમતાળુ છે તેમ હું તેમના પર મમતા દાખવીશ.


પણ તેના આગમનનો દિવસ કોણ સહન કરી શકશે? તે પ્રગટ થાય ત્યારે કોણ બચી જશે? તે તો ધાતુ ગાળનારે પેટાવેલ અગ્નિ જેવો અને ધોબીના સાબુ જેવો હશે.


હું તમને સાચે જ કહું છું: ન્યાયને દિવસે એ લોકો કરતાં સદોમ અને મોરાના લોકોની દશા વધુ સારી હશે!


માનવપુત્ર પોતાના ઈશ્વરપિતાના મહિમામાં દૂતો સાથે આવશે ત્યારે તે દરેકને તેનાં કાર્યો પ્રમાણે બદલો આપશે.


અને એમ તેમના ગુપ્ત વિચારો જાહેર થશે. તારું હૃદય પણ તીક્ષ્ણ તલવાર જેવા દુ:ખથી વિંધાશે.”


મારા શુભસંદેશ પ્રમાણે ઈશ્વર ઈસુ ખ્રિસ્ત દ્વારા માણસોના ગુપ્ત વિચારોનો ન્યાય કરશે, તે દિવસે આ વાત સ્પષ્ટ થશે.


તારું હૃદય તો હઠીલું અને રીઢું થઈ ગયું છે. ન્યાયને દિવસે તને થનાર સજામાં તું વધારો કર્યા કરે છે.


આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનને દિવસે તમે નિર્દોષ માલૂમ પડો તે માટે ઈશ્વર તમને આખર સુધી નિભાવી રાખશે.


તે પાયા ઉપર બાંધક્મ કરતાં કોઈ સોનું, રૂપું કે કીમતી પથ્થરોનો ઉપયોગ કરે, અથવા લાકડું, ઘાસ કે ખડ વાપરે;


આથી તમારે કોઈનો ન્યાય કરવો નહિ, પણ યોગ્ય સમયની એટલે કે પ્રભુના આગમન વખતે થનાર આખરી ન્યાય માટે રાહ જોવી. અંધકારમાં છુપાયેલી વાતોને પ્રભુ પ્રકાશમાં લાવશે અને માણસોના દયના છૂપા ઇરાદાઓ જાહેર કરશે. પછી તો દરેક માણસ ઈશ્વર તરફથી ઘટતી પ્રશંસા પામશે.


આ જ કારણથી હું બધાં દુ:ખો સહન કરું છું. જેમના પર મેં ભરોસો મૂક્યો છે તેમને હું ઓળખું છું અને જેની સોંપણી તેમણે મને કરી છે તેને પુનરાગમનના દિવસ સુધી સાચવી રાખવાને તે સમર્થ છે.


પ્રભુ તેમના આગમનને દિવસે તેને કૃપા બક્ષો! વળી, એફેસસમાં તેણે મારે માટે જે કંઈ કર્યું તે પણ તું જાણે છે.


પણ તેઓ ઝાઝું ટકવાના નથી. કારણ, જાન્‍નેસ અને જામ્બ્રેસની જેમ તેઓ કેવા મૂર્ખ છે તે સૌની સમક્ષ પ્રગટ થશે.


હવે વિજયનું ઇનામ મારે માટે રાહ જુએ છે. અદલ ઇન્સાફ કરનાર ન્યાયાધીશ પ્રભુ તેમના આગમનના દિવસે મને અને પ્રભુના આગમનની પ્રેમથી રાહ જોનાર બધાને વિજયનું ઇનામ આપશે.


કેટલાક કરે છે તેમ આપણે એકત્ર થવાનું પડતું ન મૂકીએ. એને બદલે, પ્રભુના દિવસને નજીક આવતો જોઈએ તેમ આપણે એકબીજાને વધુને વધુ ઉત્તેજન આપીએ.


આ દુ:ખો તો તમારો વિશ્વાસ સાચો છે કે નહિ તેની પારખને માટે છે. નાશવંત સોનાની ક્સોટી અગ્નિથી થાય છે. પણ તમારો વિશ્વાસ તો સોના કરતાં વધુ મૂલ્યવાન છે અને તે ટકી રહે તે માટે તેની પણ પરીક્ષા થવી જોઈએ. જ્યારે ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાનો દિવસ આવશે ત્યારે તમને સ્તુતિ, મહિમા અને માન મળશે.


પ્રિયજનો, તમારા પર દુ:ખદાયક ક્સોટીઓ આવી પડે ત્યારે કંઈક અસામાન્ય બની રહ્યું હોય તેમ આશ્ર્વર્ય પામશો નહિ.


પ્રભુના આગમનનો દિવસ તો ચોરની જેમ આવશે. તે દિવસે આકાશ મોટા કડાકા સાથે અદૃશ્ય થઈ જશે અને આકાશી મંડળો અગ્નિમાં બળી જશે અને પૃથ્વીનું સર્વસ્વ બળીને ખાખ થઈ જશે.


હાલમાં અસ્તિત્વ ધરાવતાં આકાશ અને પૃથ્વીને પણ તેમનો અગ્નિથી નાશ થાય તે માટે એ જ ઈશ્વરની આજ્ઞા વડે નિભાવી રાખવામાં આવ્યાં છે; નાસ્તિકોને પણ તેમનો ન્યાય કરવામાં આવે અને તેમનો નાશ થાય તે દિવસને માટે રાખી મૂકવામાં આવ્યા છે.


પછી મેં મરણ પામેલાં નાનાંમોટાં સૌને રાજ્યાસન સામે ઊભેલાં જોયાં. પુસ્તકો ઉઘાડવામાં આવ્યાં અને બીજું એક જીવંત લોકોની યાદીનું પુસ્તક પણ ઉઘાડવામાં આવ્યું. પુસ્તકોમાં લખ્યા મુજબ દરેકનો તેમનાં કાર્યો પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan