Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 16:22 - પવિત્ર બાઇબલ C.L.

22 જે કોઈ આપણા પ્રભુ પર પ્રેમ રાખતો નથી તે “આનાથમા” અર્થાત્ શાપિત થાઓ. “મારાન થા” અર્થાત્ હે પ્રભુ, આવો!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 જો કોઈ માણસ પ્રભુ પર પ્રેમ કરતો ન હોય, તો તે શાપિત થાઓ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 જો કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર પ્રેમ કરતો ન હોય, તો તે શાપિત થાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 જો કોઈ વ્યક્તિ પ્રભુને પ્રેમ કરતો ના હોય તો પછી ભલે તેને દેવથી વિમુખ થવા દો અને કાયમને માટે ખોવાઈ જવા દો! ઓ પ્રભુ, આવ!

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 16:22
32 Iomraidhean Croise  

હે મારા પ્રીતમ, તું તારાં ટોળાં કઈ જગ્યાએ ચરાવે છે, તે મને જણાવ; ભરબપોરે તું તેમને કઈ જગ્યાએ વિસામો આપે છે તે કહે. શા માટે મારે બીજા ભરવાડોનાં ટોળામાં તારી શોધ કરવી પડે?


તેનું મુખ ચુંબન કરવા જેવું મીઠું છે; તે અતિ મનોહર છે. હે યરુશાલેમની નવયૌવનાઓ, એવું મારા પ્રીતમનું, મારા મિત્રનું સ્વરૂપ છે.


તો હવે તમે મારું ગીત સાંભળો. આ ગીત તો મારા પ્રિયતમ અને તેની દ્રાક્ષવાડી વિષેનું છે: ફળદ્રુપ ટેકરી પર મારા પ્રિયતમની એક દ્રાક્ષવાડી હતી.


મારા કરતાં જે કોઈ પોતાના પિતા કે માતા પર વધુ પ્રેમ કરે છે તે મારે યોગ્ય નથી. મારા કરતાં જે કોઈ પોતાના પુત્ર કે પુત્રી પર વધુ પ્રેમ કરે છે તે મારે યોગ્ય નથી.


“જો તમે મારા પર પ્રેમ કરતા હો, તો તમે મારી આજ્ઞાઓ પાળશો.


“જે કોઈ મારી આજ્ઞાઓ સ્વીકારીને તેમનું પાલન કરે છે, તે જ મારા પર પ્રેમ કરે છે. જે કોઈ મારા પર પ્રેમ રાખે છે તેના પર મારા પિતા પણ પ્રેમ કરે છે; હું પણ તેના પર પ્રેમ કરીશ અને તેની આગળ પોતાને પ્રગટ કરીશ.”


ઈસુએ તેને જવાબ આપ્યો, “જે કોઈ મારા પર પ્રેમ કરે છે તે મારા કહ્યા પ્રમાણે ચાલશે, તેના પર મારા પિતા પ્રેમ કરશે, અને હું તથા પિતા તેની પાસે આવીશું અને તેનામાં વાસ કરીશું.


કોઈએ કદીયે પણ ન કર્યાં હોય એવાં જે કાર્યો મેં તેમની મયે કર્યાં, તે કર્યાં ન હોત તો તેમને પાપ લાગત નહિ, પરંતુ મારાં એ કાર્યો તેમણે જોયાં હોવા છતાં તેઓ મારો અને મારા પિતાનો તિરસ્કાર કરે છે.


તે મને મહિમાવાન કરશે, કારણ, મારે જે કહેવાનું છે તે હું તેને કહીશ અને તે તમને કહેશે.


ઈસુએ તેમને કહ્યું, “જો ઈશ્વર ખરેખર તમારા પિતા હોત, તો તમે મારા પર પ્રેમ કરત, કારણ, હું ઈશ્વર પાસેથી અહીં આવ્યો છું.


પછી તેમણે મુખ્ય યજ્ઞકારો અને આગેવાનો પાસે જઈને કહ્યું, “પાઉલને મારી નાખ્યા વિના કંઈ નહિ ખાવાની ગંભીર પ્રતિજ્ઞા અમે લીધી છે.


મારા જાતભાઈઓ, હા, મારા લોહીનાં સગાને ખાતર ઈશ્વરનો શાપ વહોરી લઈ ખ્રિસ્તથી જાણે કે વિમુખ થઈ જાઉં એવી ઇચ્છા મને થઈ આવે છે!


જે કોઈ ઈશ્વરના આત્માથી દોરાય છે તે “ઈસુ શાપિત થાઓ,” એવું કહી શક્તો જ નથી. તેમ જ પવિત્ર આત્માની દોરવણી વિના “ઈસુ પ્રભુ છે,” એવી કબૂલાત પણ કોઈ કરી શકતું નથી.


ખ્રિસ્ત ઈસુની સાથેના સંબંધમાં સુન્‍નત કરાવવાથી કે સુન્‍નત ન કરાવવાથી કશો ફેર પડતો નથી; પ્રેમ દ્વારા કાર્ય કરનાર વિશ્વાસ જ મહત્ત્વની બાબત છે.


આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર નિષ્કપટ પ્રેમ રાખનાર સૌની સાથે ઈશ્વરની કૃપા હો. આમીન.


બધા પ્રત્યે સહનશીલતા દાખવો, પ્રભુ નિકટ છે.


તમે જે કાર્યો કર્યાં અથવા તમારા સાથી ખ્રિસ્તીઓને જે મદદ તમે કરી અને હજી પણ કરી રહ્યા છો તે દ્વારા જે પ્રેમ ઈશ્વર તરફ તમે બતાવ્યો તે તે ભૂલી જશે નહિ.


તમે તેમને જોયા વિના તેમના પર પ્રેમ કરો છો. જો કે અત્યારે તમે તેમને જોતા નથી તો પણ તમે તેમના પર વિશ્વાસ મૂકો છો અને અવર્ણનીય એવા મહાન અને મહિમાવંત આનંદથી ઉલ્લાસી થાઓ છો;


તમ વિશ્વાસ કરનારાઓ માટે આ પથ્થર અતિ મૂલ્યવાન છે, પણ જેઓ વિશ્વાસ કરતા નથી તેમને માટે તો, “બાંધક્મ કરનારાઓએ જે પથ્થરનો નકાર કર્યો હતો, તે જ સૌથી અગત્યનો પથ્થર બન્યો છે.”


પ્રથમ ઈશ્વરે આપણા પર પ્રેમ કર્યો અને તેથી આપણે પ્રેમ કરીએ છીએ.


ઈસુ એ જ મસીહ છે એવો જે કોઈ વિશ્વાસ કરે છે તે ઈશ્વરનું સંતાન છે. જે કોઈ પિતા પર પ્રેમ રાખે છે તે પિતાનાં અન્ય સંતાન પર પણ પ્રેમ રાખે છે.


જે આ બધા વિષે પોતાની સાક્ષી આપે છે તે કહે છે, “ખરેખર, હું ત્વરાથી જ આવું છું!” “આમીન, આવો, પ્રભુ ઈસુ!”


Lean sinn:

Sanasan


Sanasan