Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 16:14 - પવિત્ર બાઇબલ C.L.

14 તમારું બધું કાર્ય પ્રેમપૂર્વક કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 જે કંઈ તમે કરો તે પ્રેમથી કરો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તમે જે કંઈ કરો તે પ્રેમથી કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 બધી જ વસ્તુ પ્રેમપૂર્વક કરો.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 16:14
22 Iomraidhean Croise  

હું તમને આ આજ્ઞા આપું છું: એકબીજા પર પ્રેમ રાખો.


જો તમે કોઈ ખોરાક ખાવાને લીધે તમારા ભાઈની લાગણી દુભાવો છો, તો તમે પ્રેમથી વર્તતા નથી. જેને માટે ખ્રિસ્ત મરણ પામ્યા, તેનો તમે તમારા ખોરાકને લીધે નાશ ન કરો.


તેથી તમારે સૌથી શ્રેષ્ઠ બક્ષિસો મેળવવાની ઝંખના રાખવી જોઈએ; પણ હવે હું તમને સર્વોત્તમ માર્ગ બતાવું છું.


આથી પ્રેમની ઝંખના સેવો. આત્મિક બક્ષિસો પર અને ખાસ કરીને ઈશ્વરનો સંદેશો પ્રગટ કરવાની બક્ષિસ પર તમારું મન લગાડો.


સ્તેફાનસ અને તેના કુટુંબ વિષે તો તમે જાણો છો. ગ્રીસ દેશમાં સૌ પ્રથમ ખ્રિસ્તી થનાર તેઓ જ હતાં અને તેમણે ઈશ્વરના લોકની સેવા કરી છે.


હવે મૂર્તિઓને ચઢાવેલા નૈવેદ વિષે હું જણાવીશ. એ તો સાચું છે કે, આપણા સૌની પાસે જ્ઞાન છે. છતાં જ્ઞાન માનવીને ગર્વિષ્ઠ બનાવે છે,


પણ પવિત્ર આત્મા આ ફળ નિપજાવે છે: પ્રેમ, આનંદ, શાંતિ, ધીરજ, માયાળુપણું, ભલાઈ, એકનિષ્ઠા, નમ્રતા અને સંયમ.


પ્રભુ એવું કરો કે અમે તમારા પર જેવો પ્રેમ રાખીએ છીએ તેવો જ પ્રેમ તમે પણ એકબીજા પર રાખો અને સર્વ લોક પર પ્રેમ કરવામાં વૃદ્ધિ પામતા જાઓ,


હવે તિમોથી તમારી મુલાકાત લઈને પાછો આવી ગયો છે અને તમારા પ્રેમ અને વિશ્વાસ સંબંધી સારા સમાચાર લાવ્યો છે. તમે હંમેશાં અમારું ભલું ઇચ્છો છો અને જેમ અમે તમને મળવાની ઇચ્છા રાખીએ છીએ તેમ તમે પણ અમને મળવા આતુર છો એવું તેણે અમને જણાવ્યું છે.


ભાઈઓ, તમારે માટે અમારે સર્વ સમયે ઈશ્વરનો આભાર માનવો જોઈએ. એમ કરવું અમારે માટે યોગ્ય છે, કારણ, તમારો વિશ્વાસ ઘણો વૃદ્ધિ પામતો જાય છે અને બીજાઓ પ્રત્યેનો તમારો પ્રેમ વધતો જાય છે.


એ આજ્ઞાનો હેતુ શુદ્ધ હૃદય, સ્પષ્ટ પ્રેરકબુદ્ધિ અને દંભરહિત વિશ્વાસથી પ્રેમ પેદા કરવાનો છે.


સૌએ લગ્નને માનયોગ્ય ગણવું. પતિ અને પત્નીએ એકબીજાને વિશ્વાસુ રહેવું. કારણ, લંપટો અને વ્યભિચારીઓનો ઈશ્વર ન્યાય કરશે.


એ સર્વ ઉપરાંત એકબીજા પર આગ્રહથી પ્રેમ રાખો. કારણ, પ્રેમ ઘણાં પાપને ઢાંકે છે.


ભક્તિભાવની સાથે બધુંપ્રેમ, અને બધુંપ્રેમની સાથે પ્રેમ જોડી દો.


Lean sinn:

Sanasan


Sanasan