Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 16:12 - પવિત્ર બાઇબલ C.L.

12 હવે ભાઈ આપોલસ વિષે હું તમને જણાવીશ. બીજા ભાઈઓની સાથે તે પણ તમારી મુલાકાત લે માટે મેં તેને ઘણીવાર પ્રોત્સાહન આપ્યું છે. પણ તે હમણાં તમારી મુલાકાત લેવા માટે સંમત નથી. તેને તક મળશે ત્યારે તે આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 હવે ભાઈ આપોલસ વિષે [મારે એટલું જ કહેવું છે કે] ભાઈઓની સાથે તમારી પાસે આવવાને મેં તેને બહુ વિનંતી કરી. અને હમણાં આવવાની તેની બિલકુલ ઇચ્છા નહોતી. પણ જ્યારે તેને અનુકૂળ પ્રસંગ મળશે ત્યારે તે આવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 હવે, ભાઈ આપોલસ વિષે મારે આટલું કહેવું છે કે ભાઈઓની સાથે તે તમારી પાસે આવે માટે મેં તેને બહુ વિનંતી કરી; પણ હમણાં ત્યાં આવવાની તેની ઇચ્છા નથી; પણ જયારે અનુકૂળ પ્રસંગ મળશે ત્યારે તે આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 હવે આપણા ભાઈ અપોલોસ વિષે: બીજા ભાઈઓ સાથે તમારી મુલાકાત લેવા મેં તેને ઘણો પ્રોત્સાહિત કર્યો. પરંતુ અત્યારે નહિ આવવા માટે તે ઘણો જ મક્કમ હતો. પરંતુ જ્યારે તેને તક મળશે ત્યારે તે આવશે.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 16:12
12 Iomraidhean Croise  

પ્રત્યેક બાબત માટે નિશ્ર્વિત સમય હોય છે. પ્રત્યેક સમય માટે ચોક્કસ મોસમ હોય છે.


છેવટે હેરોદિયાસને લાગ મળી ગયો. હેરોદે પોતાના જન્મદિવસે બધા ઉચ્ચ અધિકારીઓ, લશ્કરી અફસરો અને ગાલીલના અગ્રગણ્ય નાગરિકો માટે ભોજનસમારંભ યોજ્યો હતો.


(પણ સિલાસે ત્યાં રહેવાનો નિર્ણય કર્યો.)


એલેકઝાંડ્રિયામાં જન્મેલો આપોલસ નામનો એક યહૂદી એફેસસમાં આવ્યો. તે છટાદાર વક્તા અને ધર્મશાસ્ત્રનો ઊંડો અભ્યાસી હતો.


આપોલસ કોરીંથમાં હતો ત્યારે પાઉલ આસિયા પ્રદેશના અંતરિયાળ વિસ્તારોમાં ફરીને એફેસસમાં આવી પહોંચ્યો. ત્યાં તેને કેટલાક શિષ્યો મળ્યા.


પણ પાઉલે ભલાઈ, સંયમ, આવનાર ન્યાયદિન અંગે ચર્ચા શરૂ કરી એટલે ફેલીક્ષ ગભરાયો અને કહ્યું, “તું હવે જા. મને તક મળ્યેથી હું તને ફરી બોલાવીશ.”


મારા કહેવાનો અર્થ એ છે કે, તમે દરેક જુદી જુદી વાત કરો છો: કોઈ કહે છે, “હું પાઉલના પક્ષનો છું;” કોઈ કહે છે, “હું આપોલસના પક્ષનો છું;” કોઈ કહે છે, “હું તો કેફાસ(પિતર)ના પક્ષનો છું;” અને વળી કોઈ કહે છે, “હું તો ખ્રિસ્તના જ પક્ષનો છું!”


પાઉલ, આપોલસ અને પિતર; આ દુનિયા, જીવન અને મરણ; વર્તમાન અને ભવિષ્ય આ બધું તમારું છે.


આપોલસ કોણ છે? વળી, પાઉલ કોણ છે? અમે તો માત્ર ઈશ્વરના સેવકો જ છીએ કે જેમની મારફતે તમે વિશ્વાસ કર્યો છે. અમારામાંનો દરેક પ્રભુએ તેને સોંપેલું કાર્ય કરે છે.


ઝેનાસ વકીલ અને આપોલસને તેમની મુસાફરી શરૂ કરવા માટે મદદ કરજે અને તેમને જરૂરી વસ્તુઓ મળી છે કે નહિ તેનું ધ્યાન રાખજે.


પણ જ્યારે ઈશ્વર આપણા ઉદ્ધારકનાં ભલાઈ અને પ્રેમ પ્રગટ થયાં,


Lean sinn:

Sanasan


Sanasan