Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 15:57 - પવિત્ર બાઇબલ C.L.

57 માટે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે આપણને વિજય અપાવનાર ઈશ્વરનો આભાર માનો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

57 પણ ઈશ્વર જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તદ્વારા આપણને જય આપે છે, તેમને ધન્યવાદ હો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

57 પણ ઈશ્વર જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને વિજય આપે છે, તેમની આભારસ્તુતિ થાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

57 પરંતુ આપણે દેવના આભારી છીએ, દેવ જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને વિજય આપે છે.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 15:57
18 Iomraidhean Croise  

અરામના રાજાની દૃષ્ટિમાં તેનો સેનાપતિ નામાન માનીતો અને પ્રતિષ્ઠિત હતો. કારણ, તેની મારફતે પ્રભુએ અરામના સૈન્યને વિજય અપાવ્યો હતો. તે શૂરવીર લડવૈયો હતો, પણ તેને કોઢ હતો.


દાવિદે કહ્યું, “મારા દીકરા, પ્રભુ તારી સાથે હો, અને તેમણે તારે વિષે આપેલા વચન પ્રમાણે તેમનું મંદિર બાંધવામાં તું સફળ થા.


પ્રભુની સંમુખ કોઈ નવું ગીત ગાઓ. કારણ, પ્રભુએ અજાયબ કાર્યો કર્યાં છે. તેમના જમણા હાથે અને તેમના પવિત્ર ભુજે વિજય મેળવ્યો છે.


ઘોડો યુદ્ધના દિવસ માટે તૈયાર કરવામાં આવે છે, પણ વિજય તો પ્રભુ જ અપાવે છે.


આ વાત મેં તમને એટલા માટે કહી કે મારી સાથેના જોડાણથી તમને શાંતિ મળે. દુનિયા તમને દુ:ખ આપશે; પરંતુ હિંમત ન હારશો, દુનિયા પર મેં વિજય મેળવ્યો છે.”


એમ કહ્યા પછી પાઉલે થોડીક રોટલી લીધી અને બધાની સમક્ષ ઈશ્વરનો આભાર માન્યો અને ભાંગીને ખાવા લાગ્યો.


ઈશ્વર! આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે ઈશ્વરનો આભાર! જોકે મારી હાલત તો આવી છે: મારા મનથી હું ઈશ્વરના નિયમને આધીન થાઉં છું; પણ મારા પાપી સ્વભાવને લીધે હું પાપના નિયમને આધીન થાઉં છું.


તોપણ જેમણે આપણા ઉપર પ્રેમ કર્યો, તેમની મારફતે આપણે એ બધી જ બાબતોમાં વિશેષ વિજયી બનીએ છીએ.


આ સત્ય જાણી લો કે આપણે સૌ મરી જ જઈશું તેવું નથી.


ઘણી પ્રાર્થનાઓના પ્રત્યુત્તરરૂપે અમને અપાયેલી આશિષોને કારણે ઘણા લોક ઈશ્વરનો આભાર માને તે માટે તમારે પણ અમને પ્રાર્થના દ્વારા સહાય કરવી જોઈએ.


પણ ઈશ્વરનો આભાર માનો; કારણ, ખ્રિસ્તમાં મેળવાયા હોવાથી ઈશ્વર આપણને હંમેશાં ખ્રિસ્તની વિજયકૂચમાં બંદીવાન તરીકે દોરી જાય છે. ખ્રિસ્ત વિષેનું જ્ઞાન સુગંધરૂપે સર્વત્ર ફેલાઈ જાય માટે ઈશ્વર આપણો ઉપયોગ કરે છે.


ઈશ્વરની અવર્ણનીય બક્ષિસને માટે તેમનો આભાર માનીએ!


અને સર્વ બાબતો માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે ઈશ્વરપિતાનો આભાર નિત્ય માનો.


જેમને તે સંતાનો કહે છે તે માનવ પ્રકૃતિ ધરાવે છે. તેથી ઈસુ પોતે તેમના જેવા બન્યા અને મનુષ્ય સ્વભાવના ભાગીદાર બન્યા; જેથી તે પોતાના મૃત્યુ દ્વારા મૃત્યુ પર અધિકાર ધરાવનાર શેતાનનો નાશ કરે.


હલવાનના રક્તના પ્રતાપે અને પોતે પૂરેલી સાક્ષી દ્વારા આપણા ભાઈઓએ તેની પર વિજય પ્રાપ્ત કર્યો હતો. તેને માટે તેમણે પોતાના પ્રાણની પણ પરવા કરી નહિ, બલ્કે મરણને ભેટવા તૈયાર થયા હતા!


તેમની આંખનું એકેએક આંસુ તે લૂછી નાખશે. મૃત્યુ, વેદના, રુદન અને દુ:ખ ફરીથી આવશે નહિ. એ જૂની બાબતો જતી રહી છે.


Lean sinn:

Sanasan


Sanasan