Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 15:34 - પવિત્ર બાઇબલ C.L.

34 માટે જાગૃત થાઓ અને તમારા પાપી માર્ગોને ત્યજી દો. તમારામાંના કેટલાક તો ઈશ્વરને જાણતા નથી! એ કેવી શરમજનક બાબત છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 ન્યાયીપણામાં જાગૃત રહો, અને પાપ ન કરો; કેમ કે કેટલાકને ઈશ્વર સંબંધી જ્ઞાન નથી. તમને શરમાવવા માટે હું એ કહું છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 ન્યાયી સભાનતાથી જીવો અને પાપ કરો નહીં. કેમ કે કેટલાક ઈશ્વર વિષે અજ્ઞાની છે; આ તમને શરમાવવા માટે હું કહું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

34 તમારા ન્યાયી વિચારો તરફ પાછા ફરો અને પાપ આચરવાનું બંધ કરો. હું તમને શરમાવવા માટે કહું છું કે તમારામાંના કેટલાએક દેવને જાણતા નથી.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 15:34
17 Iomraidhean Croise  

હું તમારી વિરુદ્ધ પાપ ન કરું તે માટે મેં તમારો સંદેશ મારા હૃદયમાં સંઘરી રાખ્યો છે.


ભયભીત થાઓ, પાપ કરતાં અટકો, તમારી પથારી પર શાંતિથી સુતા હો ત્યારે તમારા મનમાં ઊંડો વિચાર કરો. (સેલાહ)


તેઓ ધનુષ્યની જેમ પોતાની જીભ વાળીને જૂઠનાં વાકાબાણ મારે છે, અને દેશમાં સત્યનું નહિ પણ જૂઠનું રાજ ચાલે છે! તેઓ દુષ્ટતા પર દુષ્ટતા આચર્યે જાય છે, અને પ્રભુને ઓળખતા નથી, એવું પ્રભુ પોતે કહે છે.


હે નશાબાજો, જાગો અને વિલાપ કરો; હે શરાબીઓ, પોક મૂકો. નવો દ્રાક્ષાસવ બનાવવા માટેની દ્રાક્ષોનો નાશ થયો છે.


વહાણના કપ્તાને ત્યાં જઈને તેને કહ્યું, “અરે, તું ઊંઘે છે? ઊઠ, તારા ઈશ્વરને પ્રાર્થના કર કે તે આપણા પર દયા કરે અને આપણો નાશ ન થાય.”


ઈસુએ તેમને જવાબ આપ્યો, ધર્મશાસ્ત્ર અને ઈશ્વરના સામર્થ્ય વિષે અજ્ઞાન હોવાથી તમે ભૂલ કરો છો.


પછી ઈસુએ તેને મંદિરમાં મળીને કહ્યું, “જો, હવે તું સાજો થયો છે. હવેથી પાપ કરતો નહિ, નહિ તો તારી હાલત વધારે ખરાબ થશે.”


તેણે જવાબ આપ્યો, “કોઈ નહિ, પ્રભુ.” ઈસુએ જવાબ આપ્યો, “હું પણ તને સજાપાત્ર ઠરાવતો નથી. જા, હવેથી પાપ કરીશ નહિ.”


ઈશ્વર મરેલાંઓને સજીવન કરે છે એ વાત માનવાનું તમ યહૂદીઓને અશક્ય કેમ લાગે છે?


ઈશ્વર વિષેનું સાચું જ્ઞાન પોતાના મનમાં રાખવાનો માણસો ઇમકાર કરે છે. એને લીધે, ન કરવાં જેવાં કામો કરવા માટે ઈશ્વર તેમને ભ્રષ્ટ બુદ્ધિને આધીન કરે છે.


તમારે તેમ કરવાની જરૂર છે; કારણ, આ કેવો સમય છે તે તમે જાણો છો. હાલ તમારે ઊંઘમાંથી જાગવાનો સમય આવી પહોંચ્યો છે. આપણે વિશ્વાસ કર્યો, ત્યારના કરતાં હાલ આપણો ઉદ્ધાર વધુ નજીક છે.


આ વાતો તમને શરમાવવા નહિ, પણ તમને મારાં પ્રિય બાળકો ગણીને હું તમને શિક્ષણ આપવા માટે લખું છું.


હું તમને શરમાવવા આ કહું છું. ભાઈઓ વચ્ચેના વિવાદનો નિકાલ કરી શકે એવો એકેય શાણો માણસ તમારી સંગતમાં નથી?


પણ બધા લોકોને આ સત્યની ખબર નથી. કેટલાક લોકો મૂર્તિથી એટલા ટેવાઈ ગયા હોય છે કે આજે પણ તેઓ ખોરાક ખાતાં એ તો મૂર્તિઓનું નૈવેદ છે એમ માને છે. તેમની વિવેકબુદ્ધિ નબળી છે અને આ ખોરાક ખાવાથી અશુદ્ધ થવાય એમ તેઓ માને છે.


કારણ, જે સ્પષ્ટ રીતે પ્રગટ થાય છે તે પ્રકાશમય બની જાય છે. તેથી જ કહ્યું છે કે, “ઓ ઊંઘનાર જાગ, અને મરણમાંથી સજીવન થા! એટલે ખ્રિસ્ત તારા પર પ્રકાશ પાડશે.”


અને ઈશ્વરને નહિ ઓળખનાર વિધર્મીઓની જેમ વિષયવાસનામાં રાચવું જોઈએ નહિ.


Lean sinn:

Sanasan


Sanasan