Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 14:31 - પવિત્ર બાઇબલ C.L.

31 તમે બધા ઈશ્વરનો સંદેશો વારાફરતી પ્રગટ કરો; જેથી બધાને શિક્ષણ અને પ્રોત્સાહન મળે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 કેમ કે સર્વ શીખે તથા સર્વ દિલાસો પામે, એ હેતુથી તમે સર્વ એક પછી એક પ્રબોધ કરી શકો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 તમે સર્વ વાર ફરતી પ્રબોધ કરી શકો છો, કે સર્વ લોકો શીખે અને દિલાસો પામે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

31 તમે બધા એક પછી એક પ્રબોધ કરી શકો. આ રીતે બધા જ લોકોને ઉપદેશ આપી શકાય અને પ્રોત્સાહિત કરી શકાય.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 14:31
17 Iomraidhean Croise  

તે રૂપકકથાઓ અને ઉદાહરણોનો ગૂઢાર્થ સમજવા અને જ્ઞાનીઓનાં કથનો તથા માર્મિક વાતોનો તાગ કાઢવા માટે છે. જ્ઞાનીઓ પણ તેમનું શ્રવણ કરે અને તેમના જ્ઞાનમાં વૃદ્ધિ કરે, અને પારખશક્તિવાળા જનો માર્ગદર્શન પ્રાપ્ત કરે.


જ્ઞાનીને શિક્ષણ આપ એટલે તે વધુ જ્ઞાની થશે; નેકજનને શીખવ એટલે તેની વિદ્વતામાં વૃદ્ધિ થશે.


એટલે મારા કહેવાનો અર્થ એ છે કે મારા વિશ્વાસથી તમને, અને તમારા વિશ્વાસથી મને મદદ મળે.


પણ મંડળીની ભક્તિસભામાં બીજાઓને શીખવવા માટે અન્ય ભાષાઓમાં હજારો શબ્દો બોલવા કરતાં સમજી શકાય તેવી ભાષામાં પાંચ શબ્દોમાં બોલવાનું હું વધારે પસંદ કરીશ.


પણ ઈશ્વરનો સંદેશો પ્રગટ કરનાર વ્યક્તિ માણસોની સાથે વાત કરે છે, અને તેમને મદદ, પ્રોત્સાહન તથા દિલાસો આપે છે.


પણ સભામાં બેઠેલામાંથી બીજા કોઈને ઈશ્વર તરફથી સંદેશ મળે તો બોલનારે થોભી જવું.


ઈશ્વરનો સંદેશો પ્રગટ કરવાની બક્ષિસ બોલનારના કાબૂમાં રહેવી જોઈએ.


જો કોઈ બાબત વિષે તેમણે જાણવું હોય, તો ઘેર પોતાના પતિને પૂછવું. મંડળીની સભામાં સ્ત્રી બોલે તે શોભતું નથી.


ઈશ્વર અમને અમારાં સર્વ દુ:ખોમાં દિલાસો આપે છે, જેથી તેમણે અમને આપેલા દિલાસાને આધારે જેઓ કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં હોય તેમને અમે દિલાસો આપી શકીએ.


એ કારણથી જ હું તેને તમારી પાસે મોકલું છું કે તે તમને અમારા સમાચાર જણાવે અને તે દ્વારા તમારાં હૃદયોને પ્રોત્સાહન આપે.


એ માટે કે તમારાં સૌનાં હૃદય પ્રોત્સાહિત થાય અને તમે પ્રેમના બંધનમાં બંધાયેલા રહો અને પૂરી ખાતરીવાળી સમજની સમૃદ્ધિ સંપાદન કરો; જેથી ઈશ્વરનું રહસ્ય જે ખ્રિસ્ત છે તેમને તમે જાણી શકો.


તેથી આ વચનો કહીને એકબીજાને પ્રોત્સાહન આપો.


આ કારણથી જેમ તમે હાલ કરો છો તેમ, એકબીજાને પ્રોત્સાહન આપો અને એકબીજાને ઉત્કર્ષમાં મદદ કરો.


ભાઈઓ, અમારી તમને આવી વિનંતી છે: આળસુને ઠપકો આપો, બીકણોને હિંમત આપો, નિર્બળોને મદદ કરો, સઘળાંની સાથે ધીરજપૂર્વક ક્મ કરો.


ઈશ્વરપ્રેરિત સંદેશાઓને તુચ્છકારશો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan