Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 13:7 - પવિત્ર બાઇબલ C.L.

7 પ્રેમ અંત સુધી સહન કરે છે. પ્રેમ બધા પર વિશ્વાસ રાખે છે; બધાની આશા રાખે છે; બધા માટે ધીરજ રાખે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 બધું ખમે છે, બધું ખરું માને છે, બધાની આશા રાખે છે, બધું સહન કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 પ્રેમ બધું ખમે છે, બધું સાચું માને છે, બધાની આશા રાખે છે, બધાનું સહન કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 પ્રીતિ ધૈર્ય સાથે આ બાબતોને સ્વીકાર્ય ગણે છે. પ્રીતિ હમેશા વિશ્વાસ કરે છે, હમેશા આશા રાખે છે, અને હમેશા મદદરુંપ બને છે. હમેશા સહન કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 13:7
29 Iomraidhean Croise  

તેથી યાકોબે રાહેલ સાથે લગ્ન કરવા માટે સાત વર્ષ કામ કર્યું અને રાહેલ પ્રત્યેના તેના પ્રેમને કારણે તેને એ સાત વર્ષ થોડા દિવસ જેવાં લાગ્યાં.


અરે, તે મને રહેંસી નાખશે. હવે કોઈ આશા રહી નથી. તેમ છતાં, હું મારી વર્તણૂકનો તેમની સમક્ષ બચાવ રજૂ કરીશ.


મને વિવેકબુદ્ધિ અને જ્ઞાન શીખવો. કારણ, મેં તમારી આજ્ઞાઓ પર ભરોસો રાખ્યો છે.


ધૃણાથી ઝઘડા પેદા થાય છે, પણ પ્રેમ બધા દોષોની દરગુજર કરે છે.


મારે લીધે બધા તમારો તિરસ્કાર કરશે. પણ જે કોઈ આખર સુધી ટકી રહેશે તેનો ઉદ્ધાર થશે.


ઈસુએ કહ્યું, “‘જો તમારાથી બની શકે તો!’ વિશ્વાસ રાખનાર વ્યક્તિને માટે બધું જ શકાય છે.”


આપણે જેઓ વિશ્વાસમાં દૃઢ છીએ, તેમણે નિર્બળોને તેમના બોજ ઊંચકવામાં મદદ કરવી જોઈએ. આપણે માત્ર આપણને પોતાને જ સંતુષ્ટ રાખવા તરફ લક્ષ રાખવું ન જોઈએ.


કારણ, એ આશાએ આપણે ઉદ્ધાર પામ્યા છીએ. જે વસ્તુ દેખાતી હોય તેને માટે આશા રાખવી એ આશા જ નથી. કારણ, જે વસ્તુ દેખાય છે તેને માટે આશા કોણ રાખે?


પ્રેમ ધીરજવાન અને માયાળુ છે, પ્રેમ ઈર્ષાળુ, બડાઈખોર કે અભિમાની નથી.


જો બીજાઓ તમારી પાસેથી એ બાબતોની આશા રાખે તો અમને તેથી વિશેષ મેળવવાનો હકક નથી? પણ અમે અમારા એ હક્કનો ઉપયોગ કર્યો નથી. ખ્રિસ્ત વિષેના શુભસંદેશના માર્ગમાં કંઈ અવરોધ આવે નહિ માટે અમે સઘળું સહન કર્યું છે.


એકબીજાના ભાર ઊંચકવામાં મદદ કરો, એમ કરવાથી તમે ખ્રિસ્તના નિયમનું પાલન કરો છો.


તે સમયે મેં તમને કહ્યું હતું કે “હું એકલો તમારી જવાબદારી ઉપાડવાને શક્તિમાન નથી.


એ પુરુષે તે કન્યા પર ખેતરમાં બળાત્કાર કર્યો ત્યારે તેણે બૂમો તો પાડી હશે પણ ત્યાં છોડાવનાર કોઈ નહોતું.


સર્વ સતાવણીઓ અને દુ:ખોમાંથી પસાર થઈ ચૂકયા હોવા છતાં તમે તે સહન કરો છો અને વિશ્વાસ રાખો છો, તેથી અમે ઈશ્વરની મંડળીઓમાં તમારે માટે ગર્વ લઈએ છીએ.


પ્રભુના સેવકે વિખવાદ કરવો જોઈએ નહિ, પણ તેણે બધા પ્રત્યે માયાળુ બનવું જોઈએ અને સારા તથા ધીરજવાન શિક્ષક બનવું જોઈએ.


મારી વર્તણૂકનું અને મારા જીવનના યેયનું અનુકરણ કર્યું છે. તેં મારો વિશ્વાસ, ધીરજ, પ્રેમ, સહનશક્તિ, સતાવણીઓ અને દુ:ખો જોયાં છે. અંત્યોખ, ઈકોની અને લુસ્ત્રામાં જે ભયંકર સતાવણીઓમાંથી હું પસાર થયો હતો તેની તને ખબર છે. તે સર્વમાંથી પ્રભુએ મારો બચાવ કર્યો હતો.


પણ તારે સર્વ સંજોગોમાં મનમાં સ્વસ્થ રહેવું, દુ:ખ સહન કરવું, શુભસંદેશનો પ્રચાર કરવો અને ઈશ્વરના સેવક તરીકેની તારી ફરજ સંપૂર્ણ રીતે અદા કરવી.


તેથી આપણે પણ તેમની સાથે બહાર જઈને તેમની શરમના ભાગીદાર બનીએ.


જે માણસ પ્રલોભનોમાં વિશ્વાસુ રહે છે તેને ધન્ય છે. કારણ, પ્રલોભનોમાંથી પાર ઊતર્યા પછી ઈશ્વર તેને ઇનામ તરીકે જીવનરૂપી મુગટ આપશે. ઈશ્વર પર પ્રેમ કરનારાઓને એ જીવન આપવાનું ઈશ્વરે વચન આપેલું છે.


ખ્રિસ્તે ક્રૂસ પર પોતાના શરીરમાં આપણાં પાપ માથે લીધાં, જેથી આપણે પાપ વિષે મરણ પામીએ અને ઈશ્વરની દૃષ્ટિએ સદાચારી જીવન ગાળીએ. તેમને પડેલા ઘા દ્વારા તમને સાજા કરવામાં આવ્યા છે.


એ સર્વ ઉપરાંત એકબીજા પર આગ્રહથી પ્રેમ રાખો. કારણ, પ્રેમ ઘણાં પાપને ઢાંકે છે.


Lean sinn:

Sanasan


Sanasan