Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 13:3 - પવિત્ર બાઇબલ C.L.

3 હું મારું સર્વસ્વ દાનમાં આપી દઉં અને હું મારું શરીર આગમાં અર્પી દઉં, પણ મારામાં પ્રેમ ન હોય તો એ બધું નિરર્થક છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 જો કે હું [દરિદ્રીઓનું] પોષણ કરવા માટે, મારી સર્વ સંપત્તિ આપી દૂઉં, અને જો હું મારું શરીર અગ્નિને સોપું, પણ મારામાં પ્રેમ ન હોય, તો મને કશો લાભ નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 જો હું કંગાલોનું પોષણ કરવા મારી બધી સંપત્તિ આપું અને જો હું મારું શરીર અગ્નિને સોંપું પણ મારામાં પ્રેમ ન હોય, તો મને કશું હિતકારક નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 મારી પાસે જે કઈ છે તે બધું જ હું લોકોને ખવડાવવા માટે આપી દઉં. અને હું મારું શરીર પણ અર્પણ તરીકે અગ્રિને સોંપી દઉં. પરંતુ જો મારામાં પ્રીતિ ન હોય તો પછી મને કોઈ લાભ નથી.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 13:3
22 Iomraidhean Croise  

પણ હું તારી ધાર્મિક્તા અને તારાં કાર્યો ખુલ્લાં પાડી દઈશ ત્યારે એ મૂર્તિઓ તને મદદ કરવાની નથી.


“યાન દો, તમે તો હજી એ છેતરામણા શબ્દો પર નિરર્થક ભરોસો રાખો છો.


તેઓ બધું દેખાવ પૂરતું જ કરે છે. તેમના કપાળ અને હાથ પર શાસ્ત્રવચનો ચર્મનાં મોટાં માદળિયાંમાં મૂકીને બાંધેલાં હોય છે, અને તેમના ઝભ્ભાની ઝૂલ કેટલી લાંબી હોય છે!


એ સાંભળીને ઈસુએ તેને કહ્યું, “તારે એક બાબત કરવાની જરૂર છે. તારી પાસે જે કંઈ છે તે બધું વેચી નાખ અને તેમાંથી ઊપજેલા પૈસા ગરીબોને આપી દે, અને સ્વર્ગમાં તને સંપત્તિ મળશે; પછી આવીને મને અનુસર.”


પછી પિતરે કહ્યું, “જુઓ, અમે તો તમને અનુસરવાને અમારાં ઘરકુટુંબનો ત્યાગ કર્યો છે.”


જાખીએ ઊભા થઈને પ્રભુને કહ્યું, “પ્રભુ, મારી અડધી સંપત્તિ હું ગરીબોને આપી દઈશ; અને જો મેં કોઈને છેતર્યો હોય, તો હું તેને ચારગણું પાછું ભરપાઈ કરી આપીશ.”


ઈશ્વર તરફથી મળતી પ્રશંસાને બદલે તેઓ માણસોની પ્રશંસાને વધારે ચાહતા હતા.


પિતરે પૂછયું, “પ્રભુ, શા માટે હું હમણાં તમારી પાછળ ન આવી શકું? હું તમારે માટે મરવા પણ તૈયાર છું!”


માણસ પોતાના મિત્રને માટે પોતાનું જીવન આપી દે તે કરતાં મોટો પ્રેમ બીજો કોઈ નથી


જીવન આપનાર તો આત્મા છે, માનવીશક્તિ કશા ક્મની નથી. જે શબ્દો મેં તમને કહ્યા તે આત્મા અને જીવન છે.


પણ તેણે જવાબ આપ્યો, “તમે આ શું કરો છો? રોકકળ કરીને મારું હૃદય કેમ ભાંગી નાખો છો? યરુશાલેમમાં માત્ર બંધાવાને જ નહિ, પણ પ્રભુ ઈસુને માટે મરવાને પણ હું તૈયાર છું.”


આપણે અભિમાની, એકબીજાને ખીજવનાર કે એકબીજાની અદેખાઈ કરનાર ન બનવું જોઈએ.


સ્વાર્થી મહત્ત્વાક્ંક્ષા અથવા મિથ્યાભિમાનથી કંઈ ન કરો; પણ એકબીજા પ્રત્યે નમ્રતા દાખવો અને પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણો.


શારીરિક ક્સરત થોડી જ ઉપયોગી છે, પણ આત્મિક ક્સરત સર્વ પ્રકારે ઉપયોગી છે. કારણ, તેમાં વર્તમાન તેમ જ આવનાર જીવનનું વચન સમાયેલું છે.


ભિન્‍નભિન્‍ન પ્રકારનું વિચિત્ર શિક્ષણ તમને સારા માર્ગોમાંથી દૂર ન લઈ જાય માટે સાવચેત રહો. ખોરાક સંબંધીના નિયમોને આધીન રહેવાથી નહિ, પણ આપણા આત્માઓ ઈશ્વરની કૃપા દ્વારા દૃઢ બને તે સારું છે. કારણ, ખોરાક સંબંધીના આ નિયમો પાળનારાઓને કશો જ લાભ થયો નથી.


Lean sinn:

Sanasan


Sanasan