Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 12:3 - પવિત્ર બાઇબલ C.L.

3 જે કોઈ ઈશ્વરના આત્માથી દોરાય છે તે “ઈસુ શાપિત થાઓ,” એવું કહી શક્તો જ નથી. તેમ જ પવિત્ર આત્માની દોરવણી વિના “ઈસુ પ્રભુ છે,” એવી કબૂલાત પણ કોઈ કરી શકતું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 માટે હું તમને સમજાવું છું કે, ઈશ્વરના આત્મા [ની પ્રેરણા] થી બોલનારો કોઈ માણસ ઈસુને શાપપાત્ર કહેતો નથી. અને, ઈસુ પ્રભુ છે, એમ કોઈ માણસ પવિત્ર આત્મા [ની પ્રેરણા] વગર કહી શકતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 માટે હું તમને જણાવું છું કે, ઈશ્વરના આત્માથી બોલનારો કોઈ માણસ ઈસુને શાપપાત્ર કહેતો નથી; અને કોઈ માણસ, પવિત્ર આત્મા વિના, ‘ઈસુ પ્રભુ છે,’ એવું કહી શકતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તેથી હું તમને કહું છું કે દેવના આત્માની મદદ વડે બોલનાર વ્યક્તિ ઈસુને શાપપાત્ર કહેતો નથી; અને કોઈ પણ વ્યક્તિ પવિત્ર આત્માની મદદ વગર એમ ન કહી શકે કે, “ઈસુ જ પ્રભુ છે.”

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 12:3
19 Iomraidhean Croise  

મારા પર દોષારોપણ કરનારાઓને અને મારી વિરુદ્ધ ભૂંડી વાતો કહેનારાઓને પ્રભુ તરફથી એવું પ્રતિફળ મળો.


ઈસુએ પૂછયું, એમ શી રીતે બની શકે? તો પછી પવિત્ર આત્માએ તેને ’પ્રભુ’ કહેવાની પ્રેરણા દાવિદને કેમ આપી? કારણ, દાવિદ કહે છે:


ઈસુએ તેમને કહ્યું, “તેને અટકાવશો નહિ; કારણ, કોઈપણ માણસ મારે નામે ચમત્કાર કર્યા પછી તરત જ મારી વિરુદ્ધ ભૂંડી વાતો બોલી શક્તો નથી.


તમે મને ગુરુ અને પ્રભુ કહો છો, અને તે યોગ્ય જ છે; કારણ, હું એ જ છું.


હું તમારો પ્રભુ અને ગુરુ હોવા છતાં પણ મેં તમારા પગ ધોયા છે. તો પછી તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ.


“પિતા તરફથી આવનાર સહાયક, એટલે સત્યનો આત્મા આવશે. હું તેને પિતા પાસેથી મોકલી આપીશ, અને તે મારે વિષે સાક્ષી પૂરશે.


ચફિલિપે તેને કહ્યું, “જો તમે તમારા પૂરા દયથી વિશ્વાસ કરો છો, તો તમારું બાપ્તિસ્મા કરી શકાય.” તેણે જવાબ આપ્યો, “હા, હું વિશ્વાસ કરું છું કે ઈસુ ખ્રિસ્ત ઈશ્વરપુત્ર છે.”


જો તું તારા હોઠથી એવી જાહેર કબૂલાત કરે કે ઈસુ પ્રભુ છે અને તારા દયથી વિશ્વાસ કરે કે ઈશ્વરે તેમને મરેલાંઓમાંથી સજીવન કર્યા છે તો તું ઉદ્ધાર પામીશ.


મારા જાતભાઈઓ, હા, મારા લોહીનાં સગાને ખાતર ઈશ્વરનો શાપ વહોરી લઈ ખ્રિસ્તથી જાણે કે વિમુખ થઈ જાઉં એવી ઇચ્છા મને થઈ આવે છે!


જે કોઈ આપણા પ્રભુ પર પ્રેમ રાખતો નથી તે “આનાથમા” અર્થાત્ શાપિત થાઓ. “મારાન થા” અર્થાત્ હે પ્રભુ, આવો!


અને એમાં અનેક “દેવો” અને “પ્રભુઓ” હોય, છતાં આપણે માટે તો એક જ ઈશ્વર છે. તે સૌના સરજનહાર ઈશ્વરપિતા છે અને તેમને માટે આપણે જીવીએ છીએ. વળી, એક જ પ્રભુ એટલે ઈસુ ખ્રિસ્ત છે; તેમની મારફતે સર્વ કંઈ સર્જવામાં આવ્યું અને તેમની મારફતે આપણે જીવીએ છીએ.


જો કોઈ તમારી પાસે આવીને અમે પ્રગટ કર્યા નથી એવા બીજા ઈસુને પ્રગટ કરે, અથવા જે પવિત્ર આત્મા તમે પામ્યા હતા તેનાથી જુદો આત્મા પામવાની વાત કરે, અથવા જે શુભસંદેશ તમે સ્વીકારેલો તે કરતાં તમને જુદો શુભસંદેશ સંભળાવે તો એવાને તમે જલદીથી આધીન થઈ જાઓ તેવા છો.


આ કાર્ય કરવા અમે શક્તિમાન છીએ એવો દાવો કરવા જેવું અમારામાં કંઈ જ નથી. આ કાર્યશક્તિ અમને ઈશ્વર તરફથી મળે છે.


ખ્રિસ્તે આપણે માટે શાપિત થઈને નિયમશાસ્ત્રના શાપથી આપણો ઉદ્ધાર કર્યો છે. કારણ, શાસ્ત્રમાં લખેલું છે: “જે કોઈ વૃક્ષ પર ટંગાયેલો છે તે ઈશ્વરના શાપ નીચે છે.”


તો તેની લાશ આખી રાત વૃક્ષ પર રહેવી ન જોઈએ. વૃક્ષ પર ટંગાયેલ દરેક વ્યક્તિ ઈશ્વરથી શાપિત છે. તેથી તે જ દિવસે તે લાશ દફનાવી દેવી. જેથી તમારા ઈશ્વર પ્રભુ તમને જે દેશ વારસા તરીકે આપે છે તે અશુધ ન થાય.


પ્રભુને દિવસે આત્માએ મારો કબજો લીધો અને મેં રણશિંગડાના અવાજ જેવી એક મોટી વાણી મારી પાછળ બોલતી સાંભળી.


Lean sinn:

Sanasan


Sanasan