Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 12:11 - પવિત્ર બાઇબલ C.L.

11 પણ આ સર્વ બાબતો એ જ પવિત્ર આત્મા કરે છે. તે પોતાની ઇચ્છા પ્રમાણે દરેકને જુદી જુદી બક્ષિસો આપે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 પણ પોતાની ઇચ્છા પ્રમાણે દરેકને [જુદાં જુદાં દાન] વહેંચી આપીને એ સર્વ કરાવનાર એ ને એ જ આત્મા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 પણ પોતાની ઇચ્છા પ્રમાણે પ્રત્યેકને કૃપાદાન વહેંચી આપનાર અને સર્વ શક્ય કરનાર એ ને એ જ આત્મા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 તે એક જ આત્મા આ બધી પ્રકિયા કરે છે. આત્મા પ્રત્યેક વ્યક્તિને શું આપવું તેનો નિર્ણય કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 12:11
18 Iomraidhean Croise  

તેમની દષ્ટિમાં પૃથ્વીવાસીઓ તુચ્છ છે; આકાશી દૂતો અને પૃથ્વીના લોકો તેમના નિયંત્રણ હેઠળ છે. કોઈ તેમની ઇચ્છાનો વિરોધ કરી શકતું નથી કે તેમનાં કાર્યો અંગે કોઈ પ્રશ્ર્ન ઉઠાવી શકતું નથી.


પિતાજી, તમને એ ગમ્યું છે.


મારા પોતાના પૈસા મને મારી મરજી પ્રમાણે વાપરવાનો હક્ક નથી? કે પછી તમને મારી ઉદારતાની ઈર્ષા આવે છે?


યોહાને જવાબ આપ્યો, “ઈશ્વરના આપ્યા સિવાય કોઈ વ્યક્તિ કંઈ પામી શક્તી નથી.


પવન જ્યાં ચાહે છે ત્યાં વાય છે. તમે તેનો અવાજ સાંભળો છો, પરંતુ તે ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તેની તમને ખબર પડતી નથી. આત્માથી જન્મેલી પ્રત્યેક વ્યક્તિના સંબંધમાં પણ એવું જ છે.”


પિતા જેમ મૃત્યુ પામેલાંને ઉઠાડે છે અને જીવન આપે છે, તે જ પ્રમાણે પુત્ર પણ પોતાની મરજી પ્રમાણે તેમને જીવન બક્ષે છે.


ઈશ્વરે જે રીતે આપણને જુદાં જુદાં કૃપાદાનો આપ્યાં છે, તે રીતે આપણે તેમનો ઉપયોગ કરવો જોઈએ. જો ઈશ્વરનો સંદેશો પ્રગટ કરવાનું દાન હોય, તો તેને આપણા વિશ્વાસના પ્રમાણમાં પ્રગટ કરવો જોઈએ.


આમ, ઈશ્વર પોતાની ઇચ્છા પ્રમાણે કોઈના ઉપર દયા કરે છે, અને કોઈનું હૃદય કઠણ કરે છે.


પણ શરીરના જુદા જુદા અવયવોને ઈશ્વરે પોતાની ઇચ્છા પ્રમાણે ગોઠવેલા છે.


હવે આત્મિક બક્ષિસો વિવિધ પ્રકારની છે. પણ એ સર્વ આપનાર પવિત્ર આત્મા તો એનો એ જ છે.


કાર્ય કરવાની આવડત જુદી જુદી હોય છે, પણ એ જ ઈશ્વર દરેકને કાર્ય કરવા માટે આવડત આપે છે.


પ્રભુએ આપેલા કૃપાદાન પ્રમાણે અને વ્યક્તિને ઈશ્વર તરફથી આમંત્રણ મળ્યું ત્યારની પોતાની સ્થિતિ પ્રમાણે દરેકે જીવન જીવવું જોઈએ. આ નિયમ હું બધી મંડળીઓમાં શીખવું છું.


હકીક્તમાં તો બધાં માણસો મારા જેવાં હોય તેવી મારી ઇચ્છા છે. પણ ઈશ્વરે દરેકને એક યા બીજા પ્રકારનું ખાસ કૃપાદાન આપેલું હોય છે.


અમારી બડાઈ તો અમુક હદની બહાર જશે નહિ. ઈશ્વરે અમારે માટે નક્કી કરેલું કાર્ય, જેમાં તમારી મયેના ક્મનો પણ સમાવેશ થાય છે, તેની હદની બહાર એ બડાઈ જશે નહિ.


ઈશ્વરની યોજના અને તેમના નિર્ણય પ્રમાણે સર્વ બાબતો બને છે. ઈશ્વરે આરંભથી જે નક્કી કર્યું હતું તે પ્રમાણે તેમનો હેતુ આપણને ખ્રિસ્તમાં મેળવીને તેમના પોતાના લોક બનાવવાનો હતો.


ખ્રિસ્તે આપેલ કૃપાના પ્રમાણમાં આપણામાંના દરેકને ખાસ કૃપાદાન આપવામાં આવેલું છે.


તે જ સમયે ઈશ્વરે શક્તિશાળી ચિહ્નો, આશ્ર્વર્યકારક કૃત્યો અને ભિન્‍ન ભિન્‍ન પ્રકારના ચમત્કારો દ્વારા તેનું સમર્થન પણ કર્યું. વળી, પોતાની ઇચ્છા પ્રમાણે તેમણે પવિત્ર આત્માની બક્ષિસો પણ આપી.


તેમણે પોતાની ઇચ્છાથી જ સત્યના સંદેશ મારફતે આપણને જન્મ આપ્યો છે, જેથી સર્વ સર્જનમાં આપણું સ્થાન પ્રથમ રહે.


Lean sinn:

Sanasan


Sanasan