Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 12:10 - પવિત્ર બાઇબલ C.L.

10 આત્મા કોઈને ચમત્કાર કરવાનું સામર્થ્ય આપે છે, તો કોઈને ઈશ્વરનો સંદેશો પ્રગટ કરવાની બક્ષિસ આપે છે; તો વળી કોઈને આત્મા પારખવાની શક્તિ આપે છે. તે જ આત્મા અન્ય ભાષાઓ બોલવાનું સામર્થ્ય આપે છે, અને તે ભાષાનું અર્થઘટન કરવાની શક્તિ આપે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 કોઈને ચમત્કાર કરવાનું [દાન] ; કોઈને પ્રબોધ; કોઈને આત્માઓની પરીક્ષા કરવાનું; કોઈને [ભિન્‍ન ભિન્‍ન] ભાષાઓ; અને કોઈને ભાષાંતર કરવાનું [દાન] આપવામાં આવેલું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 કોઈને પરાક્રમી કામો કરવાનું; અને કોઈને પ્રબોધ કરવાનું; કોઈને આત્માઓને પારખી જાણવાનું, કોઈને અલગ અલગ ભાષાઓ બોલવાનું અને કોઈને ભાષાંતર કરવાનું કૃપાદાન અપાયેલું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 આ જ આત્મા વડે બીજી વ્યક્તિને ચમત્કારો કરવાનું સાર્મથ્ય, તો અન્યને પ્રબોધ કરવાની ક્ષમતા અને અન્ય વ્યક્તિને સારા અને ખરાબ આત્માઓ વચ્ચેનો ભેદ પારખવાની ક્ષમતા પ્રદાન કરે છે. આ જ આત્મા એક વ્યક્તિને વિવિધ ભાષાઓ બોલવાની ક્ષમતા, તો બીજી વ્યક્તિને તે ભાષાઓના અર્થઘટન કરવાની ક્ષમતા પ્રદાન કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 12:10
38 Iomraidhean Croise  

આખરી દિવસોમાં એમ થશે કે હું સર્વ માનવજાત પર મારો આત્મા રેડી દઇશ; તમારા પુત્રો અને પુત્રીઓ મારો સંદેશ પ્રગટ કરશે; તમારા વૃદ્ધોને સ્વપ્નો આવશે, અને તમારા જુવાનોને સંદર્શનો થશે.


વિશ્વાસીઓને પરાક્રમી ચમત્કારો કરવાનું દાન અપાશે; તેઓ મારે નામે દુષ્ટાત્માઓને કાઢશે; તેઓ અજાણી ભાષાઓ બોલશે.


શિષ્યોએ બધી જગ્યાએ જઈને ઉપદેશ કર્યો. પ્રભુ તેમની સાથે હતા અને ચમત્કારો મારફતે શુભસંદેશની સત્યતા પુરવાર કરતા હતા.


મારા પિતાએ જે દાન આપવાનું વચન આપ્યું છે, તે હું તમારા પર મોકલી આપીશ. પણ તમારા પર ઉપરથી પરાક્રમ ઊતરે ત્યાં સુધી તમે આ શહેરમાં જ રહેજો.”


હું તમને સાચે જ કહું છું: જે કોઈ મારા પર વિશ્વાસ મૂકે છે તે હું કરું છું તેવાં કાર્ય કરશે.


પરંતુ સત્યનો આત્મા આવશે; ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે; કારણ, તે પોતા તરફથી બોલશે નહિ, પણ જે તે સાંભળે છે તે જ તે બોલશે અને થનાર બાબતો વિષે તમને કહેશે.


પણ જ્યારે પવિત્ર આત્મા તમારા પર આવશે, ત્યારે તમે સામર્થ્યથી ભરપૂર થશો; અને યરુશાલેમમાં, આખા યહૂદિયામાં, સમરૂનમાં અને પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી બનશો.”


એ સમય દરમિયાન યરુશાલેમથી કેટલાક સંદેશવાહકો અંત્યોખ આવ્યા.


તેમનામાંથી આગાબાસે ઊભા થઈને પવિત્ર આત્માથી પ્રેરાઈને આગાહી કરી કે સમગ્ર પૃથ્વી પર મોટો દુકાળ પડશે. (સમ્રાટ કલોડીયસના સમયમાં એ દુકાળ પડયો.)


પાઉલે તેમના પર પોતાના હાથ મૂક્યા, ત્યારે પવિત્ર આત્મા તેમના પર આવ્યો; તેઓ જુદી જુદી ભાષાઓમાં બોલવા લાગ્યા અને ઈશ્વરનો સંદેશ પણ પ્રગટ કરવા લાગ્યા,


પિતરે તેને પૂછયું, “અનાન્યા, શેતાનને તેં તારા દયનો કબજો કેમ લેવા દીધો? પવિત્ર આત્માની સમક્ષ તું જુઠ્ઠું કેમ બોલ્યો? કારણ, જમીન વેચવાથી મળેલા પૈસામાંથી અમુક રકમ તેં રાખી મૂકી છે.


ઈશ્વરે જે રીતે આપણને જુદાં જુદાં કૃપાદાનો આપ્યાં છે, તે રીતે આપણે તેમનો ઉપયોગ કરવો જોઈએ. જો ઈશ્વરનો સંદેશો પ્રગટ કરવાનું દાન હોય, તો તેને આપણા વિશ્વાસના પ્રમાણમાં પ્રગટ કરવો જોઈએ.


તે આવું છે: વાણીથી અને કાર્યોથી, ચિહ્નોથી, ચમત્કારોથી અને પવિત્ર આત્માના સામર્થ્યથી બિનયહૂદીઓ ઈશ્વરને આધીન થયા છે. યરુશાલેમથી ઈલુરીકમ સુધી ખ્રિસ્તનો સંદેશો મેં પૂરેપૂરો પ્રગટ કર્યો છે.


આથી જો કોઈ પુરુષ જાહેર ભક્તિસભામાં પ્રાર્થના કરતી વખતે અથવા ઈશ્વરનો સંદેશો આપતી વખતે પોતાનું માથું ઢાંકેલું રાખે તો તે ખ્રિસ્તનું અપમાન કરે છે.


પ્રેમ સનાતન છે. આગાહી કરવાનું દાન હોય તો તે કાયમ રહેવાનું નથી. અન્ય ભાષાઓમાં બોલવાની બક્ષિસ હોય, તો તે ધીમે ધીમે અટકી જશે. જ્ઞાન હોય, તો તે ચાલ્યું જશે.


અન્ય ભાષામાં બોલનારે તેના અર્થઘટનની બક્ષિસ માટે પણ પ્રાર્થના કરવી જોઈએ.


આથી મારા ભાઈઓ, તમારું મન ઈશ્વરનો સંદેશો પ્રગટ કરવામાં લગાડો; પણ અન્ય ભાષાઓમાં બોલવાની મના ન કરો.


તમે નિયમશાસ્ત્રની માગણીઓ પૂરી કરી તેથી ઈશ્વરે તમને પવિત્ર આત્મા આપ્યો અને તમારી મયે ચમત્કારો કર્યા કે પછી શુભસંદેશ સાંભળીને તે પર વિશ્વાસ કર્યો તેથી એમ બન્યું?


ઈશ્વરપ્રેરિત સંદેશાઓને તુચ્છકારશો નહિ.


તે જ સમયે ઈશ્વરે શક્તિશાળી ચિહ્નો, આશ્ર્વર્યકારક કૃત્યો અને ભિન્‍ન ભિન્‍ન પ્રકારના ચમત્કારો દ્વારા તેનું સમર્થન પણ કર્યું. વળી, પોતાની ઇચ્છા પ્રમાણે તેમણે પવિત્ર આત્માની બક્ષિસો પણ આપી.


મારા પ્રિયજનો, પોતાની પાસે પવિત્ર આત્મા હોવાનો દાવો કરનાર બધા માણસો પર વિશ્વાસ ન કરો, પણ તેમની પાસે આવેલો આત્મા ઈશ્વર પાસેથી છે કે નહિ તેની પરીક્ષા કરો. કારણ, દુનિયામાં ઘણા જૂઠા સંદેશવાહકો ઊભા થયા છે.


“હું તારાં કાર્ય, તારો પરિશ્રમ, અને તેં ધીરજપૂર્વક સહન કરેલી યાતનાઓ જાણું છું. તું દુષ્ટ માણસોને ચલાવી લેતો નથી, પ્રેષિતો ન હોવા છતાં જેઓ પોતાને પ્રેષિત તરીકે ઓળખાવે છે, તેમની તેં પારખ કરી છે, અને તેઓ જૂઠા છે તેમ તેં જાણી લીધું છે.


Lean sinn:

Sanasan


Sanasan