Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 11:7 - પવિત્ર બાઇબલ C.L.

7 પુરુષે પોતાનું માથું ઢાંકવાની કોઈ જરૂર નથી. કારણ, તે ઈશ્વરના સ્વરૂપ અને મહિમાનું પ્રતિબિંબ છે. પણ સ્ત્રી તો પુરુષનો મહિમા પ્રગટ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 કેમ કે પુરુષને તો માથે ઓઢવું ઘટતું નથી, કેમ કે તે તો ઈશ્વરની પ્રતિમા તથા મહિમા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 કેમ કે પુરુષને માથું ઢાંકવું ઘટતું નથી, તે તો ઈશ્વરની પ્રતિમા તથા મહિમા છે, પણ સ્ત્રી તો પુરુષનો વૈભવ છે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 પરંતુ પુરુંષે તેનું માથુ ન ઢાકવું જોઈએ. શા માટે? કારણ કે તે દેવનો મહિમા છે અને તેને દેવ જેવો બનાવવામાં આવ્યો છે. પરંતુ સ્ત્રી પુરુંષનો મહિમા છે.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 11:7
10 Iomraidhean Croise  

પછી ઈશ્વરે સ્ત્રીને કહ્યું, “હું તારું ગર્ભધારણનું દુ:ખ વધારીશ અને બાળકને જન્મ આપવામાં તને ભારે વેદના થશે. છતાંય તું તારા પતિની ઝંખના સેવ્યા કરીશ અને તે તારા પર અધિકાર ચલાવશે.”


આદમની વંશાવળી આ પ્રમાણે છે. ઈશ્વરે માનવજાતને ઉત્પન્‍ન કરી ત્યારે તેમણે તેમને પોતાના સ્વરૂપ પ્રમાણે બનાવ્યાં.


મેં ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માનવજાતને સર્જી હોઈ જો કોઈ અન્ય માણસનો જીવ લે તો તેનો જીવ પણ લેવાશે. હું પ્રત્યેક માણસ પાસેથી તેના સાથીમાનવના જીવનો બદલો માગીશ.


ચારિયશીલ પત્ની તેના પતિ માટે ગૌરવના મુગટ સમાન છે, પણ નિર્લજ્જ પત્ની તેનાં હાડકાંના સડા સમાન છે.


હું તે માટે તમારો આભાર માનું છું, પણ આટલું સમજી લો: ખ્રિસ્ત સર્વ માણસોના અધિપતિ છે; પતિ તેની પત્નીનો અધિપતિ છે; અને ઈશ્વર ખ્રિસ્તના પણ અધિપતિ છે.


જો સ્ત્રી પોતાનું માથું ઢાંકે નહિ, તો તેણે પોતાના વાળ પણ કાપી નાખવા જોઈએ. પણ સ્ત્રી પોતાનું માથું મૂંડાવે કે વાળ કપાવે તે શરમજનક બાબત છે; તેથી સ્ત્રીએ પોતાનું માથું ઢાંકવું.


તિતસના સંબંધી કહું તો તમને મદદ કરવામાં તે મારો સહકાર્યકર છે. તેની સાથે આવનાર બીજા ભાઈઓ મંડળીઓના પ્રતિનિધિઓ છે અને ખ્રિસ્તનો મહિમા પ્રગટ કરે છે.


આપણે આપણા પ્રભુ અને ઈશ્વરપિતાની સ્તુતિ કરવા તેનો ઉપયોગ કરીએ છીએ અને સાથે સાથે ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે સર્જવામાં આવેલા આપણા સાથી માનવોને તે જ જીભથી શાપ આપીએ છીએ.


Lean sinn:

Sanasan


Sanasan