Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 11:30 - પવિત્ર બાઇબલ C.L.

30 આથી જ તમારામાંના કેટલાક બીમાર અને નિર્બળ છે અને કેટલાક તો મરી ગયા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 એ જ કારણથી તમારામાં ઘણા દુર્બળ અને રોગી છે, અને ઘણાએક ઊંઘે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 એ કારણથી તમારામાં ઘણાં અબળ તથા રોગી છે; અને ઘણાંએક ઊંઘે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

30 તેથી જ તમારા જૂથમાં ઘણા બધા બિમાર અને અશક્ત છે. અને ઘણા બધા મરણને શરણ થયા છે.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 11:30
19 Iomraidhean Croise  

તેમણે કહ્યું, “જો તમે તમારા ઈશ્વર પ્રભુની, એટલે મારી વાણી સાંભળશો, મારી દૃષ્ટિમાં જે યથાર્થ છે તે કરશો અને મારી આજ્ઞાઓ પાળશો અને એ રીતે સંપૂર્ણ રીતે મને આધીન રહેશો તો જે રોગ હું ઇજિપ્તીઓ પર લાવ્યો તેમાંનો એક પણ રોગ હું તમારા પર મોકલીશ નહિ; કારણ, હું ‘યાહવે - રોફેકા’ એટલે તમને સાજા કરનાર તમારો પ્રભુ છું.”


પ્રભુ કહે છે, “પૃથ્વીની બધી પ્રજાઓમાંથી મેં માત્ર તમને જ પસંદ કરીને અપનાવ્યા છે. એ માટે હું તમને તમારાં સર્વ પાપની સજા કરીશ.”


પણ પ્રભુએ મોશે અને આરોનને ઠપકો આપ્યો, “તમે મારા પર વિશ્વાસ કર્યો નથી અને ઇઝરાયલી લોકો સમક્ષ મારી પવિત્રતાનું સન્માન કર્યું નહિ. તેથી આ લોકોને જે દેશ આપવાનું મેં વચન આપ્યું હતું, તેમાં તમે તેમને લઈ જઈ શકશો નહિ.”


“આરોન હવે મૃત્યુ પામીને પોતાના પૂર્વજો સાથે ભળી જશે. મેં ઇઝરાયલીઓને જે દેશ આપવાનું વચન આપ્યું છે તેમાં તે પ્રવેશી શકશે નહિ. કારણ, તમે મરીબાના ઝરણા પાસે મારી આજ્ઞાની વિરુધ વિદ્રોહ કર્યો હતો.


“પણ, દાવિદે પોતાના જમાનામાં ઈશ્વરની મરજી પ્રમાણે સેવા કરી; તે પછી તે મરી ગયો, તેને તેના પૂર્વજોની જેમ દફનાવવામાં આવ્યો, અને તેને કોહવાણ લાગ્યું.


તે ધૂંટણે પડયો, અને મોટે અવાજે બોલ્યો, “ઓ પ્રભુ! આ પાપની જવાબદારી તેમને શિરે મૂકશો નહિ!” એમ કહીને તે મરી ગયો. તેના ખૂનમાં શાઉલની સંમતિ હતી.


કારણ, પ્રભુના શરીરનો મર્મ સમજ્યા વગર જો કોઈ આ રોટલી ખાય અને પ્યાલામાંથી પીએ તો તે ખાવાથી અને પીવાથી પોતાને સજાપાત્ર ઠરાવે છે.


જો આપણે પ્રથમ આત્મપરીક્ષા કરીએ, તો આપણે ઈશ્વરના ન્યાયશાસન નીચે આવતા નથી;


પણ જયારે પ્રભુ આપણો ન્યાય કરે છે ત્યારે તે આપણને શિક્ષા કરે છે, જેથી દુનિયાની સાથે આપણને સજાપાત્ર ઠરાવવામાં ન આવે.


આ સત્ય જાણી લો કે આપણે સૌ મરી જ જઈશું તેવું નથી.


આપણે માનીએ છીએ કે ઈસુ મૃત્યુ પામ્યા; અને સજીવન થયા. તેથી જેઓ ઈસુ પર વિશ્વાસ કર્યા પછી મરણ પામ્યા તેમને ઈશ્વર ઈસુની સાથે લાવશે તેવું પણ આપણે માનીએ છીએ.


જેમના પર હું પ્રેમ રાખું છું તે બધાને હું ઠપકો આપું છું અને શિક્ષા કરું છું. તેથી ઉત્સાહી થા અને તારાં પાપથી પાછો ફર.


Lean sinn:

Sanasan


Sanasan