Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 11:22 - પવિત્ર બાઇબલ C.L.

22 આથી કેટલાક ભૂખ્યા રહે છે, જ્યારે બીજા કેટલાક પીને મસ્ત બને છે. શું ખાવાપીવા માટે તમારે પોતાનાં ઘર નથી? કે પછી તમે ઈશ્વરની મંડળીને ધિક્કારો છો અને તંગી વેઠતા લોકોને શરમમાં નાખવા માગો છો? આ વિષે તમે મારી પાસે શી અપેક્ષા રાખો છો? હું શું કહું? અલબત્ત, આ બાબતમાં હું તમારી પ્રશંસા કરી શકું તેમ નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 તમારે ખાવુંપીવું હોય તો શું તમારે ઘર નથી? કે શું તમે ઈશ્વરની મંડળીને ધિક્કારો છો, અને જેઓની પાસે નથી તેઓને શરમમાં નાખો છો? હું તમને શું કહું? શું એ બાબતમાં હું તમને વખાણું? હું તમને વખાણતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 શું તમારે ખાવા તથા પીવા માટે તમારાં ઘરો નથી? કે શું તમે ઈશ્વરના વિશ્વાસી સમુદાયને ધિક્કારો છો, કે જેઓની પાસે નથી તેઓને શરમાવો છો? હું તમને શું કહું? શું એમાં હું તમને વખાણું? એમાં હું તમારી પ્રશંસા કરતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 તમે તમારા પોતાના ઘરોમાં પણ ખાઈ-પી શકો છો! એમ લાગે છે કે તમે એમ માનો છો કે દેવની મંડળી મહત્વપૂર્ણ છે જ નહિ. જે લોકો દરિદ્રી છે તેમને તમે શરમમાં નાખો છો. મારે તમને શું કહેવું? શું મારે આમ કરવા માટે તમારી પ્રશંસા કરવી? હું તમારી પ્રશંસા કરતો નથી.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 11:22
10 Iomraidhean Croise  

ગરીબની મજાક કરનાર તેના સર્જનહારનો ઉપહાસ કરે છે, બીજાની આપત્તિની વેળાએ હસનારને ઈશ્વર જરૂર શિક્ષા કરશે.


તમારી પોતાની તેમ જ પવિત્ર આત્માએ તમને સોંપેલા આખા ટોળાની સંભાળ રાખો. ઈશ્વરની મંડળી, જેને તેમણે પોતાના લોહી દ્વારા ખરીદી લીધી છે તેનું પાલન કરો.


તમારું જીવન એવું રાખો કે યહૂદીઓ, બિનયહૂદીઓ કે ઈશ્વરની મંડળીને કંઈ નુક્સાન ન થાય.


હવે પછી જે સૂચનાઓ હું આપવાનો છું તેમાં હું તમારી પ્રશંસા કરી શક્તો નથી. કારણ, તમારી સંગતસભાઓ ઉન્‍નતિ કરવાને બદલે વધુ નુક્સાન કરે છે.


તમે મને હંમેશા યાદ કરો છો અને જે પ્રણાલિકાઓ મેં તમને સોંપી છે તેને તમે ચુસ્તપણે અનુસરો છો માટે હું તમારી પ્રશંસા કરું છું.


જો કોઈ ભૂખ્યો હોય તો તેણે પોતાને ઘેર ખાવું; જેથી તમે એકત્ર થાઓ ત્યારે પોતાને ઈશ્વરના ન્યાયશાસન નીચે લાવો નહિ. બીજી બાબતોનો નિકાલ હું તમારી મુલાકાત લઈશ ત્યારે કરીશ.


સાચે જ હું તો પ્રેષિતોમાં સૌથી નાનામાં નાનો છું. હું પ્રેષિત કહેવડાવવાને લાયક પણ નથી. કારણ, મેં ઈશ્વરની મંડળીની સતાવણી કરી હતી.


પણ મને આવવામાં વિલંબ થાય તો, ઈશ્વરના ઘરમાં કેવું વર્તન દાખવવું જોઈએ તે વિષે આ પત્ર માહિતી પૂરી પાડશે. ઈશ્વરનું ઘર તો જીવંત ઈશ્વરની મંડળી છે. તે તો સત્યનો સ્તંભ તથા આધાર છે.


કારણ, જો કોઈ પોતાનું ઘર જ ચલાવી શક્તો નથી તો પછી તે ઈશ્વરની મંડળીની કાળજી કેવી રીતે રાખી શકે?


Lean sinn:

Sanasan


Sanasan