Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 10:7 - પવિત્ર બાઇબલ C.L.

7 તેમનામાંના કેટલાકે મૂર્તિપૂજા કરી. એવું ન કરવા આપણને ચેતવણી મળી રહે એ માટે આ બધી બાબતો આપણે માટે ઉદાહરણરૂપ છે. ધર્મશાસ્ત્રમાં લખેલું છે, “લોકો ખાવાપીવા બેઠા અને ઊઠીને નાચવા લાગ્યા.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 જેમ તેઓમાંના કેટલાક મૂર્તિપૂજક થયા, તેમ તમે ન થાઓ. લખેલું છે, “લોક ખાવાપીવા બેઠા, અને ઊઠીને નાચવા લાગ્યા.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 જેમ તેઓમાંના કેટલાક મૂર્તિપૂજક થયા, તેવા તમે ન થાઓ; લખેલું છે કે, લોક ખાવાપીવા બેઠા, અને ઊઠીને નાચવા લાગ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 મૂર્તિઓની ઉપાસના ન કરશો જેમ પેલા લોકોએ કરેલી. એવું શાસ્ત્રલેખમાં લખેલું છે કે: “લોકો ખાવા-પીવા માટે નીચે બેઠા. લોકો નૃત્ય માટે ઊભા થયા.”

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 10:7
14 Iomraidhean Croise  

યહોશુઆએ લોકોની બૂમાબૂમ સાંભળીને મોશેને કહ્યું, “છાવણીમાં લડાઈનો કોલાહલ સંભળાય છે.”


છાવણીની નજીક આવતાં મોશેએ વાછરડો જોયો અને લોકોને નાચતા જોયા. તેથી તેનો ક્રોધ ભભૂકી ઊઠયો. તેણે ત્યાં પર્વતની તળેટીમાં જ શિલાપાટીઓ ફેંકી દઈને તેમને ભાંગી નાખી.


આરોને તે વાળીઓ લઈને પીગાળી નાખી અને ધાતુના બીબામાં ઢાળીને તેમાંથી સોનાનો વાછરડો બનાવ્યો. ત્યારે લોકોએ કહ્યું, “હે ઇઝરાયલ, આપણને ઇજિપ્તમાંથી કાઢી લાવનાર ઈશ્વર આ છે!”


તેમણે મૂર્તિને ચઢાવેલો ખોરાક ન ખાવો, વ્યભિચાર ન કરવો, ગૂંગળાવીને મારેલું પ્રાણી ન ખાવું, અને લોહી ન પીવું.


તેથી મારા પ્રિય મિત્રો, મૂર્તિપૂજાથી દૂર રહો. તમને શાણા સમજીને હું એ વાત કરું છું.


પણ મારો લખવાનો અર્થ આ હતો: પોતાને વિશ્વાસી ભાઈ કહેવડાવવા છતાં જે વ્યભિચારી, લોભી, મૂર્તિપૂજક, નિંદાખોર, દારૂડિયો કે દુષ્ટ છે, તેની સાથે તમારે સંબંધ રાખવો નહિ. આવી વ્યક્તિની સાથે બેસીને ભોજન પણ લેશો નહિ.


શું તમે નથી જાણતા કે દુષ્ટોને ઈશ્વરના રાજમાં ભાગ નથી? પોતાને છેતરશો નહિ. વ્યભિચારીઓ, મૂર્તિપૂજકો, વિલાસીઓ, સજાતીય સમાગમ કરનારા,


પણ બધા લોકોને આ સત્યની ખબર નથી. કેટલાક લોકો મૂર્તિથી એટલા ટેવાઈ ગયા હોય છે કે આજે પણ તેઓ ખોરાક ખાતાં એ તો મૂર્તિઓનું નૈવેદ છે એમ માને છે. તેમની વિવેકબુદ્ધિ નબળી છે અને આ ખોરાક ખાવાથી અશુદ્ધ થવાય એમ તેઓ માને છે.


પછી પ્રભુએ મને કહ્યું, ‘આ પર્વત પરથી ઊતરીને જલદી જા. કારણ, તારા જે લોકોને તું ઇજિપ્તમાંથી દોરી લાવ્યો છે તેઓ વંઠી ગયા છે. મેં તેમને જે માર્ગ અનુસરવાની આજ્ઞા આપી હતી તેમાંથી તેઓ જલદી ભટકી ગયા છે, અરે, તેમણે તો પોતાને માટે મૂર્તિ બનાવી છે!’


મારાં બાળકો, મૂર્તિઓથી દૂર રહો.


Lean sinn:

Sanasan


Sanasan