Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 10:31 - પવિત્ર બાઇબલ C.L.

31 અલબત્ત, તમે ખાઓ, પીઓ કે બીજું જે કંઈ કરો તે બધું ઈશ્વરના મહિમાને માટે કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 માટે તમે ખાઓ કે, પીઓ કે, જે કંઈ કરો તે સર્વ ઈશ્વરના મહિમાને અર્થે કરો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 માટે તમે ખાઓ કે, પીઓ કે, જે કંઈ કરો તે સર્વ ઈશ્વરના મહિમાને અર્થે કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

31 તેથી તમે ખાઓ કે તમે પીવો કે તમે જે કઈ કરો, તે દેવના મહિમા માટે કરો.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 10:31
11 Iomraidhean Croise  

યરુશાલેમ અને સમગ્ર યહૂદિયાનાં રાંધવાનાં વાસણો સર્વસમર્થ પ્રભુની સેવાભક્તિ માટે અલગ કરાશે. બલિદાન આપનારા લોકો માંસ બાફવા માટે તેમનો ઉપયોગ કરશે. એ સમયે સર્વસમર્થ પ્રભુના મંદિરમાં ત્યાર પછી કોઈ વેપારી રહેશે નહિ.


પણ તમારા થાળીવાટકાઓમાં જે છે તે ગરીબોને દાનમાં આપો એટલે બધું તમારે માટે સ્વચ્છ થઈ જશે.


આમ, તે બે દિશામાં ખેંચાય છે. અપરિણીત સ્ત્રી પ્રભુના કાર્યની ચિંતા રાખે છે. કારણ, તે શરીર તથા આત્મા બન્‍નેનું સમર્પણ કરવા માગે છે. પણ પરિણીત સ્ત્રી દુન્યવી વાતોની ચિંતા રાખે છે, કારણ, તે તેના પતિને પ્રસન્‍ન કરવા માગે છે. હું તો તમને મદદરૂપ થવાને માટે જ આ વાતો જણાવું છું.


તમારે, તમારાં પુત્રપુત્રીઓએ, તમારા નોકરચાકર અને તમારી સાથે જમીનનો વારસો કે હિસ્સો મળ્યો નહિ હોવાથી તમારા નગરમાં વસતા લેવીઓએ પ્રભુના સાનિધ્યમાં આનંદોત્સવ કરવો.


તમારે, તમારાં પુત્રપુત્રીઓએ, તમારા નોકરચાકરો તથા તમારા નગરમાં વસતા લેવીએ આ અર્પણો તમારા ઈશ્વર પ્રભુ જે એક સ્થાન પસંદ કરે ત્યાં તેમના સાંનિધ્યમાં ખાવાં અને તમારાં કાર્યોમાં મળેલી સફળતા માટે પ્રભુ સમક્ષ આનંદોત્સવ કરવો.


અને ત્યાં તમારા ઈશ્વર પ્રભુના સાંનિધ્યમાં તમારે બધાંએ જમવું અને પ્રભુના આશિષને લીધે તમને તમારાં બધાં કાર્યોમાં મળેલી સફળતાને લીધે આનંદોત્સવ કરવો.


તમે જે કંઈ કરો કે કહો તે સર્વ પ્રભુ ઈસુના નામે કરો અને એ દ્વારા ખ્રિસ્તની મારફતે ઈશ્વરપિતાનો આભાર માનો.


તમારાં બધાં કાર્ય માણસોને માટે નહિ પણ જાણે કે પ્રભુને માટે છે તેમ સમજીને પૂરા દિલથી કરો.


સંદેશો આપનારે ઈશ્વરનો સંદેશ પ્રગટ કરવો અને સેવા કરનારે ઈશ્વરે આપેલી શક્તિ પ્રમાણે સેવા કરવી; જેથી બધી બાબતોમાં ઈસુ ખ્રિસ્તની મારફતે ઈશ્વરની સ્તુતિ થાય. સદાસર્વકાળ મહિમા અને પરાક્રમ તેમનાં હો. આમીન


Lean sinn:

Sanasan


Sanasan