Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 10:1 - પવિત્ર બાઇબલ C.L.

1 ભાઈઓ, આપણા પૂર્વજો વાદળના આચ્છાદન હેઠળ લાલ સમુદ્રમાં થઈને સલામત રીતે પસાર થયા હતા તેની હું તમને યાદ દેવડાવું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 કેમ કે, મારા ભાઈઓ, મારી ઇચ્છા નથી કે તમે આ બાબત વિષે અજાણ્યા રહો કે, આપણા સર્વ પૂર્વજો વાદળા [ની છાયા] નીચે સમુદ્રમાં થઈને પાર ગયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 મારા ભાઈઓ, હું ઇચ્છતો નથી કે તમે આ બાબત વિષે અજાણ્યા રહો કે, આપણા સર્વ પૂર્વજો વાદળાં ની છાયા નીચે સમુદ્રમાં થઈને પાર ગયા;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 ભાઈઓ અને બહેનો, આપણા પૂર્વજો કે જે મૂસાને અનુસરેલા તેઓને સાથે શું બન્યું હતું, તે તમે જાણો તેમ હું ઈચ્છું છું. તેઓ બધા એક વાદળ નીચે હતા અને તેઓ દરિયો પસાર કરી ગયા.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 10:1
29 Iomraidhean Croise  

પણ તમે તેમને રણપ્રદેશમાં છોડી દીધા નહિ, કારણ, તમારી દયા મહાન છે. દિવસે અને રાત્રે તેમને માર્ગ બતાવનાર મેઘસ્થંભ અને અગ્નિસ્થંભ તમે લઈ લીધા નહિ.


પ્રભુએ તેમના લોકને છાયા આપવા વાદળ પ્રસાર્યું અને રાત્રે પ્રકાશ માટે અગ્નિ મોકલ્યો.


તેમણે સમુદ્રને સૂકી ભૂમિમાં ફેરવી નાખ્યો હતો, આપણા પૂર્વજોએ પગે ચાલીને યર્દન નદી પાર કરી હતી; ત્યાં આપણે ઈશ્વરમાં આનંદ કર્યો.


તે તેમને સુરક્ષિત રીતે દોરી લાવ્યા; જેથી તેઓ ભયભીત થયા નહિ; પરંતુ સમુદ્રે તેમના શત્રુઓને ડુબાડી દીધા.


પરંતુ ઇઝરાયલીઓ તો સમુદ્ર મધ્યે કોરી જમીન પર થઈને ચાલ્યા અને સમુદ્રનાં પાણી તેમની બન્‍ને બાજુએ ભીંતરૂપ થઈ ગયાં હતાં.


પછી વાદળે આવીને મંડપને ઢાંકી દીધો અને પ્રભુની હાજરીના ગૌરવથી મંડપ ભરાઈ ગયો.


તેથી તેઓ આ પ્રદેશના લોકોને પણ એ વિષે કહેશે. આ પ્રદેશના લોકોએ સાંભળ્યું છે કે તમે પ્રભુ, અમારી મધ્યે વસો છો. જ્યારે વાદળ અમારા પર થંભી જાય છે ત્યારે તમે અમને મોંઢામોંઢ દર્શન આપો છો. દિવસે મેઘના સ્તંભરૂપે અને રાતે અગ્નિના સ્તંભરૂપે તમે અમારી આગળ આગળ ચાલો છો.


તેઓ પીહાહીરોથથી નીકળ્યા અને સમુદ્રમાં થઈ રણપ્રદેશમાં પહોંચ્યા.


અમારા પૂર્વજો આ પર્વત પર ઈશ્વરનું ભજન કરતા, પરંતુ તમે યહૂદીઓ કહો છો કે ઈશ્વરનું ભજન માત્ર યરુશાલેમમાં જ કરવું જોઈએ.”


ભાઈઓ, જેમ બીજા વિધર્મીઓમાં મારા કાર્યનું પરિણામ આવે છે, તેમ તમારામાં પણ આવે તે માટે મેં ઘણીવાર તમારી મુલાકાત લેવાની ઇચ્છા રાખી, પણ દરેક વખતે કંઈ ને કંઈ અડચણ પડી છે.


અસલ ડાળીઓ જેવા યહૂદીઓને ઈશ્વરે ન બચાવ્યા, તો શું તું એમ ધારે છે કે ઈશ્વર તને જતો કરશે?


તે સુન્‍નત વગરનો હતો ત્યારે વિશ્વાસ કરવાને લીધે તે ઈશ્વરની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે માન્ય ગણાયો. તેથી એની મંજૂરીની મહોર તરીકે એને સુન્‍નતનું ચિહ્ન મળ્યું હતું. જેમની સુન્‍નત કરવામાં આવી નથી, પણ જેઓ ઈશ્વર ઉપર વિશ્વાસ કરીને તેમની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકૃત બને છે, તે બધાનો અબ્રાહામ આત્મિક પિતા બન્યો.


મારા ભાઈઓ, પવિત્ર આત્મા દ્વારા મળતી બક્ષિસો વિષે તમે અજાણ્યા રહો એવી મારી ઇચ્છા નથી.


પણ જો આ વાત પ્રત્યે તે ધ્યાન ન આપે, તો તેના પ્રત્યે તમે પણ ધ્યાન ન આપો.


જો તમે ખ્રિસ્તના છો, તો તમે અબ્રાહામના વંશજ પણ છો, અને ઈશ્વરે આપેલા વરદાન પ્રમાણે તમે વારસો પણ પ્રાપ્ત કરશો.


જો કે પ્રભુ તો તમારે ક્યાં છાવણી નાખવી તે શોધવા અને તમારે કયે માર્ગે જવું તે બતાવવા રાત્રે અગ્નિરૂપે અને દિવસે મેઘરૂપે હંમેશા તમારી મોખરે ચાલતા હતા.


વિશ્વાસને લીધે જ ઇઝરાયલીઓ જાણે કોરી ભૂમિ પર ચાલતા હોય તેમ લાલ સમુદ્ર પસાર કરી શકયા; પરંતુ તેવો પ્રયાસ કરવા જતાં ઇજિપ્તીઓ પાણીમાં ડૂબી ગયા.


અમે સૂફ સમુદ્ર પાર ઊતરી રહ્યા ત્યાં સુધી અમારા ઈશ્વર પ્રભુએ તેને અમારે માટે સૂકવી નાખ્યો હતો; એ જ રીતે તમે પણ યર્દનની પાર ઊતરી રહ્યા ત્યાં સુધી તેમણે તમારી આગળ તેનાં પાણી સૂકવી નાખ્યાં;


Lean sinn:

Sanasan


Sanasan