Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 1:9 - પવિત્ર બાઇબલ C.L.

9 પોતાના પુત્ર, ઈસુ ખ્રિસ્ત આપણા પ્રભુના સહભાગી થવાને તમને આમંત્રણ આપનાર ઈશ્વર ભરોસાપાત્ર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 જે ઈશ્વરે તમને તેમના દીકરા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સંગતમાં તેડેલા છે, તે વિશ્વાસુ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 જે ઈશ્વરે તમને તેમના દીકરા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સંગતમાં તેડેલા છે, તે વિશ્વાસુ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 દેવ વિશ્વાસપાત્ર છે. તે એ જ છે કે જેણે તેના દીકરા ઈસુ ખ્રિસ્ત આપણા પ્રભુ સાથે જીવન ગાળવા તમને પસંદ કર્યા છે.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 1:9
43 Iomraidhean Croise  

સાચે જ પ્રભુ ભલા છે; તેમનો પ્રેમ સદાસર્વકાળ, અને તેમનું વિશ્વાસુપણું પેઢી દર પેઢી ટકી રહે છે.


ન્યાયીપણું તેનો કમરપટ્ટો, ને પ્રામાણિક્તા તેનો કમરબંધ થશે.


હે પ્રભુ, તમે મારા ઈશ્વર છો; હું તમને માન આપીશ અને તમારા નામની સ્તુતિ કરીશ. તમે અદ્‍ભુત કાર્યો કર્યાં છે અને તમારી પ્રાચીન યોજનાઓ તમે વિશ્વાસુપણે સાચેસાચ પાર પાડી છે.


જેના પ્રત્યે માણસોને ધિક્ક ાર છે અને પ્રજાઓને નફરત છે અને જે રાજર્ક્તાઓનો દાસ છે તેને માટે ઇઝરાયલના પવિત્ર ઈશ્વર અને ઉદ્ધારક કહે છે: “રાજાઓ ઊભા થઈને તને માન આપશે અને રાજદરબારીઓ તને જોઈને તારી આગળ નમન કરશે.” પ્રભુ પોતાનું વચન પાળવામાં અડગ છે અને ઇઝરાયલના પવિત્ર ઈશ્વરે પોતાના એ સેવકને પસંદ કર્યો છે તેને લીધે એવું બનશે.


ઈશ્વર માણસ નથી કે તે જૂઠું બોલે. એ કંઈ માનવપુત્ર નથી કે પોતાનો વિચાર બદલે. એ પોતાનું વચન પાળે છે, અને તે જે બોલે છે તે પ્રમાણે કરે છે.


આકાશ અને પૃથ્વી જતાં રહેશે, પણ મારાં વચનો નિષ્ફળ જશે નહિ.


તેઓ બધા એક થાય. હે પિતા, જેમ તમે મારામાં વસો છો અને હું તમારામાં, તેમ તેઓ આપણામાં વસે; જેથી દુનિયા માને કે તમે મને મોકલ્યો છે.


ઉછેરવામાં આવેલ ઓલિવ વૃક્ષની કેટલીક ડાળીઓ તોડી નાખવામાં આવી છે, અને જંગલી ઓલિવ વૃક્ષની ડાળીની તેમાં કલમ કરવામાં આવી છે. તમે બિનયહૂદીઓ પેલા જંગલી ઓલિવ વૃક્ષની ડાળી જેવા છો. હવે યહૂદીઓનું મૂળ, જે શક્તિ અને રસે ભરેલું છે તેના જીવનના તમે ભાગીદાર થયા છો.


જેઓ ઈશ્વર ઉપર પ્રેમ કરે છે અને જેઓને તેમણે પોતાના ઇરાદા અનુસાર આમંત્રણ આપ્યું છે તેમનું બધી બાબતોમાં ઈશ્વર એકંદરે સારું જ કરે છે.


ઈશ્વરે જેમને અલગ કર્યા, તેમને તેમણે આમંત્રણ આપ્યું; વળી, ફક્ત આમંત્રણ આપ્યું એટલું જ નહિ, પણ તેમને પોતાની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકાર્યા. એથી ય વિશેષ, તેમણે તેમને પોતાના મહિમાના ભાગીદાર પણ કર્યા.


એ માટે તેમણે આપણને ફક્ત યહૂદીઓમાંથી જ નહિ, પણ બિનયહૂદીઓમાંથી પણ બોલાવેલા છે.


પણ ઈશ્વરની કૃપાથી તમે ઈસુ ખ્રિસ્તમાં મેળવાયા છો. ઈશ્વરે ખ્રિસ્તને આપણું જ્ઞાન બનાવ્યા છે. તેમની મારફતે આપણે ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવ્યા છીએ, ઈશ્વરના અલગ કરાયેલા લોક બન્યા છીએ અને પાપથી મુક્ત થયા છીએ.


લોકોની સામાન્ય રીતે જે ક્સોટી થતી હોય છે તે કરતાં તમારી વિશેષ ક્સોટી નથી. કારણ, ઈશ્વર પોતાનું વચન પાળે છે. તે તમારી શક્તિ બહારની ક્સોટી તમારા પર આવવા દેશે નહિ. જ્યારે જ્યારે તમારી ક્સોટી થાય ત્યારે ત્યારે તેને સહન કરવાની શક્તિ ઈશ્વર તમને આપશે અને તેમાંથી બચાવનો માર્ગ પણ બતાવશે.


પ્રભુભોજનના પ્યાલા માટે આપણે ઈશ્વરની આભારસ્તુતિ કરીને તેમાંથી પીએ છીએ, ત્યારે શું આપણે ખ્રિસ્તના રક્તના સહભાગી નથી? વળી, જ્યારે રોટલી ખાઈએ છીએ, ત્યારે શું આપણે ખ્રિસ્તના શરીરના સહભાગી નથી?


હું સાચા ઈશ્વરને નામે કહું છું કે, મેં તમને આપેલું વચન તે “હા” અને “ના” એમ બન્‍નેમાં નહોતું.


પણ મારો જન્મ થયા પહેલાં ઈશ્વરે તેમની કૃપામાં મને પસંદ કર્યો હતો અને તેમની સેવા કરવા માટે મને અલગ કર્યો છે.


તેથી હવેથી હું જીવતો નથી, પણ ખ્રિસ્ત મારામાં જીવે છે. હાલ જે જીવન હું જીવું છું તે ઈશ્વરપુત્ર પર વિશ્વાસ કરવા દ્વારા જ જીવું છું; તેમણે મારા પર પ્રેમ કર્યો અને મારે માટે પોતાનું જીવન અર્પી દીધું.


રહસ્ય આ પ્રમાણે છે: શુભસંદેશની મારફતે ઈશ્વરની આશિષોમાં યહૂદીઓની સાથે બિનયહૂદીઓને પણ ભાગ મળ્યો છે. તેઓ એક જ શરીરનાં અંગો છે અને ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરે આપેલા વરદાનના ભાગીદાર બન્યા છે.


તે તો ખડક જેવા છે; તેમનું કાર્ય સંપૂર્ણ છે. તેમના સર્વ માર્ગો ન્યાયપૂર્ણ છે. તે વિશ્વાસુ છે અને કદી દગો દેતા નથી. તે સાચા અને ન્યાયી છે.


યાદ રાખો કે તમારા ઈશ્વર યાહવે એકમાત્ર ઈશ્વર છે, તે વિશ્વાસુ ઈશ્વર છે. તેમના પર પ્રેમ કરનારાઓ અને તેમની આજ્ઞાઓનું પાલન કરનારાઓના સંબંધમાં તેમની હજારો પેઢીઓ સુધી તે પોતાનો કરાર પાળે છે અને અવિચળ પ્રેમ દર્શાવે છે.


હું તમારે માટે દુ:ખ સહન કરું છું એનો મને આનંદ છે. કારણ, મંડળી, એટલે ખ્રિસ્તના શરીર માટે ખ્રિસ્તે વેઠેલાં દુ:ખો પછી મારે પોતે પણ મંડળી માટે સહન કરવાનાં દુ:ખોનો જે ભાગ બાકી છે તે હું પૂરો કરી રહ્યો છું.


તમને પોતાનાં રાજ્ય અને મહિમાના ભાગીદાર થવા આમંત્રણ આપનાર ઈશ્વરને પસંદ પડે એવું જીવન તમે જીવો તે માટે અમે તમને બોધ કર્યો હતો, પ્રોત્સાહન આપ્યું હતું અને અનુરોધ કર્યો હતો.


અમે તમને જણાવેલા શુભસંદેશની મારફતે તમે આપણા પ્રભુ ઈસુના ભાગીદાર બનો તે માટે ઈશ્વરે તમને આમંત્રણ આપ્યું છે.


પણ પ્રભુ વિશ્વાસુ છે; તે તમને બળવાન બનાવશે અને શેતાનથી તમને બચાવશે.


આપણાં કાર્યોથી નહિ, પણ ઈશ્વરના હેતુ અને કૃપાને લીધે તેમણે આપણો ઉદ્ધાર કરીને આપણને તેમના અલગ લોક થવાનું આમંત્રણ આપ્યું છે. પ્રારંભથી જ ખ્રિસ્ત ઈસુની મારફતે તેમણે આ કૃપા આપણને આપી છે;


જો આપણે અવિશ્વાસુ નીવડીએ, તો પણ તે વિશ્વાસુ રહે છે, કારણ, તે પોતાના સ્વભાવ વિરુદ્ધ જતા નથી.


એ સત્યનો આધાર સાર્વકાલિક જીવનની આશા પર છે. ઈશ્વર જૂઠું બોલતા નથી અને તેમણે સમયની શરૂઆત થયા અગાઉ એ જીવન આપવાનું વચન આપેલું છે,


જે આશા આપણે પ્રગટ કરીએ છીએ તેને દૃઢતાથી વળગી રહીએ. કારણ, ઈશ્વર પોતાનું વચન પાળે છે એવો ભરોસો આપણે રાખી શકીએ છીએ.


પોતાની ઉંમર વીતી ગઈ હોવા છતાં સારા પણ વિશ્વાસને લીધે ગર્ભ ધારણ કરવા શક્તિમાન બની; કારણ, ઈશ્વર પોતાનું વચન પૂરું કરશે એવો વિશ્વાસ તેણે રાખ્યો.


આથી બધી રીતે પોતાના ભાઈઓ જેવા થવું તેમને માટે જરૂરી હતું, જેથી લોકોનાં પાપની માફીને અર્થે તે ઈશ્વર સમક્ષ પોતાના ભાઈઓના વિશ્વાસપાત્ર અને દયાળુ મુખ્ય યજ્ઞકાર બને.


મારા પવિત્ર ભાઈઓ, તમને પણ ઈશ્વરે આમંત્રણ આપ્યું છે! આપણે પ્રગટ કરીએ છીએ તે વિશ્વાસના મુખ્ય યજ્ઞકાર થવા માટે ઈશ્વરે મોકલેલા ખ્રિસ્ત ઈસુનો વિચાર કરો.


કારણ, આપણે જે ભરોસો પ્રથમ રાખ્યો હતો તેને ચોક્સાઈથી અંત સુધી પકડી રાખીએ, તો આપણે બધા ખ્રિસ્ત સાથે ભાગીદાર છીએ.


તેથી વચન તથા શપથ એ બે બાબતો એવી છે કે તે કદી બદલાઈ શકે નહિ. તેમજ તેના સંબંધી ઈશ્વર જૂઠું બોલી શક્તા નથી. તેથી તેની સાથે સલામતી મેળવનાર એવા આપણને આપણી સમક્ષ મૂકવામાં આવેલી આશાને દૃઢતાથી વળગી રહેવા માટે ઘણું પ્રોત્સાહન મળે છે.


ખ્રિસ્ત ઈસુમાં મેળવાયા હોવાથી થોડીવાર સુધી સહન કર્યા પછી તમને પોતાના સાર્વકાલિક મહિમાના ભાગીદાર થવાને બોલાવનાર સર્વ કૃપાના દાતા ઈશ્વર પોતે તમને સંપૂર્ણ કરશે અને તમને સ્થિર, બળવાન અને મજબૂત કરશે.


અમે જે સાંભળ્યું અને જોયું તે જ અમે તમને જણાવીએ છીએ, જેથી ઈશ્વરપિતા અને તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તની સાથે અમારી જે સંગત છે તેમાં તમે પણ સામેલ થાઓ.


પણ જેમ તે પ્રકાશમાં છે તેમ આપણે પ્રકાશમાં જીવીએ તો આપણે એકબીજા સાથેની સંગતમાં રહીએ છીએ અને તેમના પુત્ર ઈસુનું રક્ત આપણને સર્વ પાપથી શુદ્ધ કરે છે.


આપણે ઈશ્વરમાં રહીએ છીએ અને તે આપણામાં રહે છે તેનો પુરાવો એ છે કે, તેમણે આપણને પોતાનો પવિત્ર આત્મા આપ્યો છે.


પછી મેં સ્વર્ગ ખુલ્લું જોયું, એવામાં એક સફેદ ઘોડો હતો. તેના સવારનું નામ “વિશ્વાસુ અને સત્ય” છે. તે તો અદલ ઇન્સાફ આપે છે અને યુદ્ધ કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan