Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 1:28 - પવિત્ર બાઇબલ C.L.

28 વળી, દુનિયા જેમને ઊતરતા ગણે છે, ધિક્કારે છે અને તુચ્છકારે છે, તેમને ઈશ્વરે પસંદ કર્યા છે, જેથી દુનિયા જેમને મહત્ત્વના ગણે છે, તેઓ તેમનું સ્થાન ગુમાવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 અને જેઓ [મોટા મનાય] છે તેઓને નહિ જેવા કરવા માટે, ઈશ્વરે જગતના અકુલીનોને, ધિક્કાર પામેલાઓને તથા જેઓ કંઈ [વિસાતમાં] નથી તેઓને પસંદ કર્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 વળી જેઓ મોટા મનાય છે તેઓને નહિ જેવા કરવા માટે, ઈશ્વરે દુનિયાના અકુલીનોને, ધિક્કાર પામેલાઓને તથા જેઓ કશી વિસાતમાં નથી તેઓને પસંદ કર્યા છે

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 જગત જેને બિનમહત્વનું ગણે છે, અને જેને દુનિયા ધિક્કારે છે જે કશું જ નથી. દેવ તેને પસંદ કરે છે. જેને જગતે મહત્વનું ગણ્યું તેનો વિનાશ કરવા માટે દેવે પસંદ કર્યુ.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 1:28
19 Iomraidhean Croise  

તે જુલમગારોને તોડી પાડે, તે માટે તેમને તપાસ કરવી પડતી નથી; તે તેમને સ્થાને બીજાઓને સ્થાપન કરે છે.


દુષ્ટોને ઘણાં દુ:ખો ઘેરી વળે છે, પરંતુ પ્રભુ પર ભરોસો રાખનારાઓ તેમના પ્રેમથી ઘેરાશે.


તે દિવસે માનવીની મગરૂરી ઉતારી પાડવામાં આવશે અને ગર્વિષ્ઠોનો ગર્વ નમાવાશે અને માત્ર પ્રભુ જ શ્રેષ્ઠ મનાશે.


માનવી અભિમાન ઉતારાશે; માનવી અહંકારનો નાશ થશે. તે દિવસે મૂર્તિઓનો સંપૂર્ણ વિનાશ થશે અને એકમાત્ર પ્રભુ જ શ્રેષ્ઠ મનાશે.


પછી પ્રભુના દૂતે આશ્શૂરીઓની છાવણીમાં જઈને એક લાખ પંચ્યાસી હજાર સૈનિકોને મારી નાખ્યા. બીજે દિવસે સવારે લોકે જાગીને જોયું તો ત્યાં એમની લાસો પડી હતી.


તું તારા શત્રુઓને શોધે તો ય જડશે નહિ. તારી વિરુદ્ધ લડનારા નહિવત્ થઈ જશે.


ધર્મશાસ્ત્રમાં લખેલું છે, “મેં તને ઘણી પ્રજાઓનો પૂર્વજ બનાવ્યો છે.” એ રીતે અબ્રાહામ આપણો આત્મિક પિતા છે. જે મૂએલાંઓને સજીવન કરે છે અને જેમની આજ્ઞા દ્વારા બિનહયાત વસ્તુ અસ્તિત્વમાં આવે છે, તે જ ઈશ્વર ઉપર અબ્રાહામે વિશ્વાસ રાખ્યો હતો.


ત્યારે તત્ત્વચિંતક ક્યાં ગયા? નિયમશાસ્ત્રના વિદ્વાન કયાં ગયા? આ યુગના દલીલબાજોનું શું થયું? શું ઈશ્વરે દુન્યવી જ્ઞાનને મૂર્ખતારૂપ કર્યું નથી?


છતાં, આત્મિક રીતે પરિપકવ થયેલા માણસોની સાથે હું જ્ઞાનની વાત કરું છું. આ જ્ઞાન આ દુનિયાનું કે તેના સત્તાધારીઓનું નથી; તેમની સત્તા તો ઘટતી જાય છે.


હું મૂર્ખની જેમ વર્તી રહ્યો છું, પણ તમે મને તેમ કરવા ફરજ પાડી છે. તમારે પ્રથમ મારો સ્વીકાર કરવો જોઈએ, કારણ, જો કે હું કંઈ વિસાતમાં ન હોઉં, તોપણ તમારા કહેવાતા ખાસ “પ્રેષિતો” કરતાં હું કોઈ રીતે ઊતરતો નથી.


જેમ પ્રભુ તમારું કલ્યાણ કરવામાં અને તમારી વૃધિ કરવામાં આનંદ પામતા હતા તેમ હવે પ્રભુ તમારો વિનાશ કરવામાં અને તમારું નિકંદન કાઢવામાં આનંદ પામશે, અને તમે જે દેશનો કબજો લેવા જાઓ છો તેમાંથી તમારો ઉચ્છેદ કરી નંખાશે.”


પછી એ દુષ્ટ પ્રગટ થશે અને પ્રભુ ઈસુ ફૂંકથી તેને મારી નાખશે અને તેમના આગમનના મહિમાવંત સામર્થ્યથી તેનો નાશ કરશે.


જેમને તે સંતાનો કહે છે તે માનવ પ્રકૃતિ ધરાવે છે. તેથી ઈસુ પોતે તેમના જેવા બન્યા અને મનુષ્ય સ્વભાવના ભાગીદાર બન્યા; જેથી તે પોતાના મૃત્યુ દ્વારા મૃત્યુ પર અધિકાર ધરાવનાર શેતાનનો નાશ કરે.


અને એક જ ઘડીમાં બધું ધન ગુમાવી બેઠી!” બધા જ કપ્તાનો, મુસાફરો, ખલાસીઓ અને દરિયાઈ માર્ગે વેપાર કરનારા બીજા બધા ખૂબ દૂર ઊભા રહ્યા,


Lean sinn:

Sanasan


Sanasan