Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 1:27 - પવિત્ર બાઇબલ C.L.

27 દુનિયા જેમને મૂર્ખ ગણે છે તેમને ઈશ્વરે ઇરાદાપૂર્વક જ પસંદ કર્યા છે, જેથી જ્ઞાનીઓ શરમાઈ જાય; દુનિયા જેમને નિર્બળ ગણે છે તેમને તેમણે પસંદ કર્યા છે; જેથી શક્તિશાળીઓ શરમાઈ જાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 પણ ઈશ્વરે જ્ઞાનીઓને શરમાવા માટે જગતના મૂર્ખોને પસંદ કર્યા છે, અને શક્તિમાનોને શરમાવવા માટે જગતના નિર્બળોને પસંદ કર્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 પણ ઈશ્વરે જ્ઞાનીઓને શરમાવવા સારુ દુનિયાના મૂર્ખોને અને શક્તિમાનોને શરમાવવા સારુ દુનિયાના નિર્બળોને પસંદ કર્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 જ્ઞાની માણસોને શરમાવવા દેવે જગતના મૂર્ખોની પસંદગી કરી, જગતના શક્તિશાળી માણસોને શરમાવવા દેવે નિર્બળોની પસંદગી કરી.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 1:27
27 Iomraidhean Croise  

શિશુઓ તથા ધાવણાંઓના મુખે તમારી સ્તુતિ ગવાય છે; તે દ્વારા તમારા દુશ્મનો, વિરોધીઓ અને વેરીઓનો અંત લાવવા તમે તમારું સામર્થ્ય પ્રગટ કર્યું છે.


તેથી હું આ લોકો મધ્યે અવનવાં અદ્‍ભુત કાર્યો કરીને તેમને આશ્ર્વર્યમાં પાડી દઈશ. તેમના જ્ઞાનીઓનું જ્ઞાન નાશ પામશે અને તેમના બુદ્ધિમાનોની હોશિયારી ચાલી જશે.”


નમ્રજનો ફરીથી પ્રભુમાં આનંદ કરશે અને કંગાલો ઈશ્વરમાં હરખાશે.


હું જૂઠા ભવિષ્યવેત્તાઓએ આપેલા સંકેતો ખોટા ઠરાવું છું અને જોશ જોનારાઓને બેવકૂફ બનાવું છું. હું જ્ઞાનીઓનાં જ્ઞાનને ઊંધા વાળું છું અને તેમની વિદ્યાને મૂર્ખાઈ ઠરાવું છું.


જ્ઞાનીજનો શરમાઈ ગયા છે. મૂંઝવણમાં પડી ગયા અને ફસાઈ ગયા છે. તેમણે તો મારા સંદેશની અવગણના કરી છે; પછી તેમની પાસે જ્ઞાન ક્યાંથી હોય?


ત્યાં હું નમ્ર અને દીનજનોને રહેવા દઈશ અને તેઓ મદદ માટે મારા પર આધાર રાખશે.


ગધેડીએ કહ્યું, “શું હું તારી એ જ ગધેડી નથી કે જેના પર તેં જિંદગીભર સવારી કરી છે. આજ દિન સુધી મેં તને કદી આવું કર્યું છે?”


આ સમયે ઈસુએ કહ્યું, હે પિતા, આકાશ અને પૃથ્વીના પ્રભુ! તમે જ્ઞાની અને સમજુ લોકોથી જે વાતો છુપાવીને બાળકોને પ્રગટ કરી છે તે માટે હું તમારો આભાર માનું છું.


આ બાળકો જે પોકારે છે તે સાંભળ્યું? ઈસુએ જવાબ આપ્યો, હા. શું તમે આ શાસ્ત્રવચન કદી નથી વાંચ્યું કે, ’તમે બાળકો અને ધાવણાં બચ્ચાંના મુખેથી સ્તુતિ સંપૂર્ણ કરાવી છે’?


ઈસુ એ સ્થળેથી થોડે આગળ ચાલ્યા. તેમણે માથ્થી નામે એક નાકાદારને જકાતનાકા પર બેઠેલો જોયો. ઈસુએ તેને કહ્યું, મને અનુસર. માથ્થી ઊભો થયો અને ઈસુની પાછળ ચાલવા લાગ્યો.


કારણ, હું તમને એવા શબ્દો અને ડહાપણ આપીશ કે તમારા શત્રુઓમાંનો કોઈ તમે જે કંઈ કહેશો તેનો વિરોધ કે નકાર કરી શકશે નહિ.


એપીકાયુરિયન અને સ્ટોઈક મતના કેટલાક ફિલસૂફોએ પણ તેની સાથે વાદવિવાદ કર્યો. કેટલાકે કહ્યું, “આ લવરીખોર શું કહે છે?” બીજાઓએ કહ્યું, “તે કોઈ પરદેશી દેવદેવી સંબંધી બોલતો લાગે છે.” ઈસુ અને તેમના સજીવન થવા વિષે પાઉલ ઉપદેશ કરતો હોવાથી તેઓ એવું બોલ્યા.


“ઇઝરાયલી લોકોએ તો આવું કહીને મોશેનો તિરસ્કાર કર્યો હતો: ‘અમારી ઉપર તને કોણે આગેવાન કે ન્યાયાધીશ ઠરાવ્યો છે?’ પણ બળતા વૃક્ષમાં દર્શન દેનાર દેવદૂત દ્વારા ઈશ્વરે તેને જ આગેવાન અને ઉદ્ધારક તરીકે મોકલ્યો હતો.


એ સાંભળીને ન્યાયસભાના સભ્યો સ્તેફન પર ક્રોધે ભરાયા અને તેની સામે ગુસ્સાથી દાંત પીસવા લાગ્યા.


ત્યારે તત્ત્વચિંતક ક્યાં ગયા? નિયમશાસ્ત્રના વિદ્વાન કયાં ગયા? આ યુગના દલીલબાજોનું શું થયું? શું ઈશ્વરે દુન્યવી જ્ઞાનને મૂર્ખતારૂપ કર્યું નથી?


કારણ, માણસો પોતાના જ્ઞાનથી ઈશ્વરને પામી શકે નહિ એવો પ્રબંધ ઈશ્વરે પોતાના જ્ઞાનથી કર્યો. એને બદલે, જે સંદેશો અમે પ્રગટ કરીએ છીએ તેની “મૂર્ખતા” દ્વારા ઈશ્વરે વિશ્વાસ કરનારાઓનો ઉદ્ધાર કરવાનું ઠરાવ્યું.


આપણને આ દુનિયાનો આત્મા નહિ, પણ ઈશ્વરની મારફતે મોકલવામાં આવેલો પવિત્ર આત્મા પ્રાપ્ત થયો છે; જેથી ઈશ્વરે આપણને જણાવેલી વાત આપણે જાણી શકીએ છીએ.


કોઈ કહેશે, “પાઉલના પત્રો કડક અને અસરકારક હોય છે, પણ જ્યારે તે રૂબરૂ હાજર હોય છે, ત્યારે તે નબળો હોય છે અને તેના શબ્દો દમ વગરના હોય છે.”


અમે તો માટીનાં પાત્રો જેવાં છીએ અને અમારી પાસે પણ આ આત્મિક ખજાનો છે; જેથી સર્વશ્રેષ્ઠ સામર્થ્ય અમારું નથી, પણ ઈશ્વર પાસેથી મળેલું છે તેમ જાહેર થાય છે.


મારા ભાઈઓ, સાંભળો! ઈશ્વરે આ દુનિયાના ગરીબોને પસંદ કર્યા, જેથી તેઓ વિશ્વાસમાં ધનવાન બને અને ઈશ્વર પર પ્રેમ કરનારાઓને રાજ આપવાનું જે વચન તેમણે આપ્યું છે તે તેઓ પ્રાપ્ત કરે.


Lean sinn:

Sanasan


Sanasan