Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 1:17 - પવિત્ર બાઇબલ C.L.

17 કારણ, ખ્રિસ્તે મને બાપ્તિસ્મા આપવા નહિ, પણ શુભસંદેશનો પ્રચાર કરવા મોકલ્યો છે; એ પ્રચાર માનવી જ્ઞાનની ભાષા વાપરીને કરવાનો નથી, રખેને ક્રૂસ પર ખ્રિસ્તે સહેલા મૃત્યુના સામર્થ્યની અસર નિરર્થક થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 કારણ કે બાપ્તિસ્મા કરવા માટે નહિ, પણ સુવાર્તા પ્રગટ કરવા માટે, ખ્રિસ્તે મને મોકલ્યો. [એ કામ] વિદ્ધતાથી ભરેલા ભાષણથી નહિ, રખેને ખ્રિસ્તનો વધસ્તંભ વ્યર્થ જાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 કારણ કે બાપ્તિસ્મા કરવા માટે નહિ, પણ સુવાર્તા પ્રગટ કરવા માટે, ખ્રિસ્તે મને મોકલ્યો; એ કામ વિદ્વતાથી ભરેલા પ્રવચનથી નહિ, એમ ન થાય કે ખ્રિસ્તનો વધસ્તંભ નિરર્થક થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 ખ્રિસ્તે મને લોકોને બાપ્તિસ્મા આપવાનું કામ સોંપ્યું ન હતું. ખ્રિસ્તે તો મને સુવાર્તા કહેવાનું કામ સોંપ્યું હતું. પરંતુ ખ્રિસ્તે મને દુન્યવી શાણપણના શબ્દોનો ઉપયોગ કર્યા સિવાય સુવાર્તા કહેવા મોકલ્યો હતો. જો મેં દુન્યવી જ્ઞાનનો સુવાર્તા કહેવામાં ઉપયોગ કર્યો હોત, તો ખ્રિસ્તના વધસ્તંભે તેનું સાર્મથ્ય ગુમાવ્યું હોત.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 1:17
13 Iomraidhean Croise  

ફરોશીઓએ સાંભળ્યું કે ઈસુ યોહાનના કરતાં વધારે શિષ્યો બનાવે છે અને તેમને બાપ્તિસ્મા આપે છે.


હકીક્તમાં ઈસુ જાતે નહિ, પણ તેમના શિષ્યો બાપ્તિસ્મા આપતા હતા.


તેથી તેણે ઈસુ ખ્રિસ્તના નામે તેમને બાપ્તિસ્મા આપવાની આજ્ઞા કરી. પછી લોકોએ તેને થોડા વધારે દિવસે રોકાઈ જવા વિનંતી કરી.


ભાઈઓ, મેં તમારી મુલાકાત લીધી ત્યારે ઈશ્વરનું માર્મિક સત્ય પ્રગટ કરવા માટે મેં ઉત્તમ વક્તૃત્ત્વ કે વિદ્વતાનો ઉપયોગ કર્યો ન હતો.


તેથી એ આત્મિક સત્યોની વાત અમે માનવી જ્ઞાને શીખવેલા શબ્દોમાં નહિ, પણ પવિત્ર આત્માએ શીખવેલા શબ્દોમાં જેમની પાસે પવિત્ર આત્મા છે તેમને જણાવીએ છીએ.


અમને આ વાતનો ગર્વ છે કે અમે આ દુનિયામાં તમારા પ્રત્યે ઈશ્વર તરફથી મળેલી સંનિષ્ઠા અને નિખાલસતાથી વર્ત્યા છીએ અને તેનો આધાર માનવી જ્ઞાન પર નહિ, પણ ઈશ્વરની કૃપાના સામર્થ્ય પર છે અને એની ખાતરી અમારી પ્રેરકબુદ્ધિ પણ અમને આપે છે.


કોઈ કહેશે, “પાઉલના પત્રો કડક અને અસરકારક હોય છે, પણ જ્યારે તે રૂબરૂ હાજર હોય છે, ત્યારે તે નબળો હોય છે અને તેના શબ્દો દમ વગરના હોય છે.”


જો કે હું બોલવામાં કેળવાયેલો ન હોઉં તો પણ જ્ઞાનમાં અપૂર્ણ નથી. આ વાત સર્વ સમયે અને સર્વ પરિસ્થિતિમાં અમે તમને સ્પષ્ટ જણાવી છે.


અમે શરમજનક ગુપ્ત કાર્યોનો ત્યાગ કર્યો છે. અમે છેતરપિંડી કરતા નથી, કે ઈશ્વરના સંદેશમાં ભેળસેળ કરતા નથી. સત્યના પૂર્ણ પ્રકાશમાં અમે ઈશ્વરની સમક્ષ જીવીએ છીએ, અને પ્રત્યેકની પ્રેરકબુદ્ધિને અમારી યોગ્યતાની ખાતરી થાય એ રીતે રહેવાનો પ્રયત્ન કરીએ છીએ.


અમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી આગમન વિષે જણાવવાને ઉપજાવી કાઢેલી બનાવટી કથાઓ પર આધાર રાખ્યો નથી. અમે તો અમારી પોતાની આંખે જ તેમનો મહિમા નિહાળ્યો હતો.


Lean sinn:

Sanasan


Sanasan