Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 1:12 - પવિત્ર બાઇબલ C.L.

12 મારા કહેવાનો અર્થ એ છે કે, તમે દરેક જુદી જુદી વાત કરો છો: કોઈ કહે છે, “હું પાઉલના પક્ષનો છું;” કોઈ કહે છે, “હું આપોલસના પક્ષનો છું;” કોઈ કહે છે, “હું તો કેફાસ(પિતર)ના પક્ષનો છું;” અને વળી કોઈ કહે છે, “હું તો ખ્રિસ્તના જ પક્ષનો છું!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 એટલે મારા કહેવાનો અર્થ એ છે કે, તમારામાંનો કોઇ કહે છે, “હું તો પાઉલનો છું”; [કોઈ કહે છે,] “હું તો આપોલસનો”, [કોઈ કહે છે] ”હું તો કેફાનો;” અને [કોઈ કહે છે] “હું તો ખ્રિસ્તનો છું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 એટલે મારા કહેવાનો અર્થ એ છે કે, તમારામાંનો કોઈ કહે છે કે, ‘હું તો પાઉલનો;’ કોઈ કહે છે કે, ‘હું તો આપોલસનો’ કોઈ કહે છે કે, ‘હું તો કેફાનો;’ અને કોઈ કહે છે કે, ‘હું તો ખ્રિસ્તનો છું.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 મારું કહેવું આમ છે: તમારામાંનો એક કહે છે, “હું પાઉલને અનુસરું,” તો કોઈ વ્યક્તિ કહે છે, “હું અપોલોસને અનુસરું છું,” તો કોઈ વ્યક્તિ કહે છે, “હું કેફાને અનુસરું છું;” તો કોઈ વ્યક્તિ કહે છે, “હું ખ્રિસ્તને અનુસરું છું.”

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 1:12
20 Iomraidhean Croise  

દરમ્યાનમાં ઇઝરાયલના લોકોમાં ભાગલા પડી ગયા. કેટલાક તિબ્નીના પુત્ર ગિનાથને રાજા બનાવવા માગતા હતા, તો કેટલાક ઓમ્રીના પક્ષના હતા.


તમે પોતાને ગુરુ તરીકે ઓળખાવો નહિ. કારણ, તમે એકબીજાના ભાઈઓ છો અને તમારે ફક્ત એક જ ગુરુ છે.


પછી તે સિમોનને ઈસુની પાસે લઈ ગયો. ઈસુએ સિમોન પર દૃષ્ટિ ઠેરવતાં કહ્યું, “યોહાનના દીકરા સિમોન, તું ‘કેફા’ (એટલે કે ‘પિતર’ અર્થાત્ ખડક) કહેવાશે.”


એલેકઝાંડ્રિયામાં જન્મેલો આપોલસ નામનો એક યહૂદી એફેસસમાં આવ્યો. તે છટાદાર વક્તા અને ધર્મશાસ્ત્રનો ઊંડો અભ્યાસી હતો.


આપોલસ કોરીંથમાં હતો ત્યારે પાઉલ આસિયા પ્રદેશના અંતરિયાળ વિસ્તારોમાં ફરીને એફેસસમાં આવી પહોંચ્યો. ત્યાં તેને કેટલાક શિષ્યો મળ્યા.


કારણ, ભાઈઓ, કલોએના કુટુંબના કેટલાક સભ્યોએ મને સ્પષ્ટપણે જણાવ્યું છે કે તમારામાં ઝઘડા થાય છે.


તેમણે પિતરને દર્શન દીધું. ત્યાર પછી બાર પ્રેષિતોને દર્શન દીધું.


ભાઈઓ, મારા કહેવાનો અર્થ એ છે કે ભૌતિક શરીર ઈશ્વરના રાજમાં ભાગીદાર બની શકતું નથી; જે વિનાશી છે તે અવિનાશી વારસો ભોગવી શકતું નથી.


હવે ભાઈ આપોલસ વિષે હું તમને જણાવીશ. બીજા ભાઈઓની સાથે તે પણ તમારી મુલાકાત લે માટે મેં તેને ઘણીવાર પ્રોત્સાહન આપ્યું છે. પણ તે હમણાં તમારી મુલાકાત લેવા માટે સંમત નથી. તેને તક મળશે ત્યારે તે આવશે.


ભાઈઓ, તમારે લીધે જ આ બધી વાતો મેં આપોલસને તથા મને લાગુ પાડી છે. “ધર્મશાસ્ત્ર પ્રમાણે ચાલો,” એ વિધાનનો અર્થ તમે સમજી શકો, માટે મેં માત્ર અમારું ઉદાહરણ આપ્યું છે. એક વ્યક્તિ વિષે અભિમાન કરીને તમારે બીજી વ્યક્તિનો ધિક્કાર કરવો જોઈએ નહિ.


ભાઈઓ, હું તમને આ વાત સમજાવવા માગું છું: હવે બહુ થોડો સમય રહ્યો છે. આથી લગ્ન કરેલાંઓએ તેમણે જાણે લગ્ન કર્યું ન હોય તે રીતે;


બીજા પ્રેષિતો, પિતર કે પ્રભુના ભાઈઓની માફક મને પણ ખ્રિસ્તી પત્ની સાથે લઈને ફરવાનો હકક નથી?


તમે માત્ર બહારનો દેખાવ જુઓ છો. હું ખ્રિસ્તનો છું એવો જો કોઈને પોતાને વિશે ભરોસો હોય તો તેણે પોતા વિષે ફરીથી વિચાર કરવો. કારણ, તેની જેમ અમે પણ ખ્રિસ્તના જ છીએ.


આ વાત યાદ રાખો: જે માણસ થોડાં બીજ વાવે છે, તેનો પાક પણ થોડો જ થાય છે. પણ જે માણસ ઘણાં બીજ વાવે છે, તેને ત્યાં મબલક પાક ઊતરે છે.


આમ, મંડળીના સ્તંભરૂપ ગણાતા યાકોબ, પિતર અને યોહાનને ખાતરી થઈ કે ઈશ્વરે મને આ ખાસ કાર્ય સોંપ્યું છે અને તેથી તેમણે બાર્નાબાસનો અને મારો સત્કાર કર્યો. સહકાર્યકરો તરીકે અમે સૌ સંમત થયા કે અમારે બિનયહૂદીઓ મયે કાર્ય કરવું અને તેઓ યહૂદીઓ મયે કાર્ય કરે.


મારો કહેવાનો અર્થ આ છે: ઈશ્વરે એક કરાર કર્યો અને તે પાળવાનું વરદાન આપ્યું. હવે ચારસો ત્રીસ વર્ષ પછી આવેલું નિયમશાસ્ત્ર ઈશ્વરના એ કરારને તોડી શકે નહિ કે તેમના વરદાનને રદબાતલ કરી શકે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan