Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 1:1 - પવિત્ર બાઇબલ C.L.

1 ઈશ્વરની ઇચ્છાથી ખ્રિસ્ત ઈસુનો પ્રેષિત થવાને આમંત્રણ પામેલો હું પાઉલ તથા આપણા ભાઈ સોસ્થેનસ તરફથી કોરીંથમાંની ઈશ્વરની મંડળીને શુભેચ્છા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 કરિંથમાંની ઈશ્વરની મંડળી, જેઓને ખ્રિસ્ત ઈસુમાં પવિત્ર કરવામાં આવેલા છે, જેઓને સંતો થવાને તેડવામાં આવેલા છે, તેઓ તથા જેઓ હરકોઈ સ્થળે આપણા પ્રભુ, એટલે તેઓના તથા આપણા પ્રભુ, ઈસુ ખ્રિસ્તને નામે પ્રાર્થના કરે છે તે સર્વ જોગ,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 કરિંથમાંના ઈશ્વરના વિશ્વાસી સમુદાયના, જેઓને ખ્રિસ્ત ઈસુમાં પવિત્ર કરવામાં આવેલા છે, જેઓને સંતો તરીકે તેડવામાં આવેલા છે તથા જેઓ હરકોઈ સ્થળે આપણા પ્રભુ, એટલે તેઓના તથા આપણા પ્રભુ, ઈસુ ખ્રિસ્તને નામે પ્રાર્થના કરે છે તે સર્વને,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 પાઉલ તરફથી કુશળતા હો. ખ્રિસ્ત ઈસુના એક પ્રેરિત તરીકે મને પસંદ કરવામાં આવ્યો હતો કારણ કે દેવે તે રીતે ઈચ્છયું. ખ્રિસ્તમાં આપણા ભાઈ સોસ્થનેસ તરફથી પણ કુશળતા હો.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 1:1
28 Iomraidhean Croise  

સૂર્યોદય થયો ત્યારે તેમણે પોતાના શિષ્યોને પાસે બોલાવીને તેમનામાંથી બારને પસંદ કર્યા અને તેમને પ્રેષિતો કહ્યા;


તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને પસંદ કર્યા છે અને તમારી નિમણૂક કરી છે. તેથી તમે જાઓ, અને જઈને સદા ટકે તેવાં ફળ આપો. એથી તમે પિતા પાસે મારે નામે જે કંઈ માગશો તે તમને મળશે.


ઈસુએ ફરીથી કહ્યું, “તમને શાંતિ થાઓ. જેમ પિતાએ મને મોકલ્યો છે, તે જ પ્રમાણે હું તમને મોકલું છું.”


થોડાક દિવસો પછી આશરે એક્સો વીસ વિશ્વાસીઓ એકત્ર થયા હતા. ત્યારે પિતરે ઊભા થઈને કહ્યું,


ત્યાં સુધી તેમણે કરેલાં કાર્યો તથા તેમના શિક્ષણ વિષે મેં મારા પ્રથમ પુસ્તકમાં તમને લખ્યું હતું. તેમને લઈ લેવામાં આવ્યા તે પહેલાં પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા તેમણે પોતાના પસંદ કરેલા પ્રેષિતોને આદેશ આપ્યો.


તેઓ સૌએ ભજનસ્થાનના અધિકારી સોસ્થેનેસને કોર્ટની આગળ જ માર માર્યો. પણ ગાલિયોએ એ પ્રત્યે કંઈ ધ્યાન આપ્યું નહિ.


પ્રભુએ મને કહ્યું, ‘જા, કારણ, હું તને બિનબહૂદીઓ પાસે દૂર દૂર મોકલીશ.”


ઈસુ ખ્રિસ્તનો સેવક હું પાઉલ તમને લખું છું. ઈશ્વરે મને પ્રેષિત તરીકે પસંદ કર્યો છે, અને તેમના શુભસંદેશના પ્રચાર માટે અલગ કર્યો છે.


ઈશ્વરની ઇચ્છા હોય તો તમારી પાસે આવવાનું શકાય બને એવી મારી હંમેશાની પ્રાર્થના છે.


એમની મારફતે મને પ્રેષિત થવાની કૃપા સાંપડી છે; જેથી ઈશ્વરના મહિમાને અર્થે સર્વ પ્રજાઓ વિશ્વાસ કરીને તેમને આધીન થાય.


સાચે જ હું તો પ્રેષિતોમાં સૌથી નાનામાં નાનો છું. હું પ્રેષિત કહેવડાવવાને લાયક પણ નથી. કારણ, મેં ઈશ્વરની મંડળીની સતાવણી કરી હતી.


અમે ઈશ્વરના કાર્યમાં સહકાર્યકરો છીએ. તમે ઈશ્વરનું ખેતર છો.


ઈશ્વરની ઇચ્છાથી પ્રેષિત તરીકે નિમાયેલો હું પાઉલ, તથા આપણા ભાઈ તિમોથી તરફથી કોરીંથમાંની ઈશ્વરની મંડળીને તથા ગ્રીસમાંના ઈશ્વરના સર્વ લોકોને શુભેચ્છા.


તમારા ખાસ ‘કહેવાતા પ્રેષિતો’ કરતાં હું પોતાને જરાપણ ઊતરતી કક્ષાનો માનતો નથી.


પૂરી ધીરજથી તમારી મયે કરેલું કાર્ય જ મારા પ્રેષિતપણાને પુરવાર કરે છે; તેમાં તો ચિહ્નો, અદ્‍ભુત કૃત્યો અને ચમત્કારોનો સમાવેશ થાય છે.


અમારી અપેક્ષા કરતાં આ વાત વિશેષ હતી. પ્રથમ તેમણે પોતાની સોંપણી પ્રભુને કરી, અને પછી ઈશ્વરની ઇચ્છાથી તેઓ અમને પણ સોંપાઈ ગયા.


આ પત્ર હું પાઉલ લખાવું છું. મને પ્રેષિત થવાનું આમંત્રણ કોઈ માણસ તરફથી કે માણસ દ્વારા નહિ, પણ ઈસુ ખ્રિસ્ત તથા તેમને સજીવન કરનાર ઈશ્વરપિતા તરફથી મળ્યું છે.


ઈશ્વરની ઇચ્છાથી ખ્રિસ્ત ઈસુનો પ્રેષિત થયેલ પાઉલ તરફથી એફેસસમાં રહેતા અને ખ્રિસ્તને વિશ્વાસુ છે એવા ઈશ્વરના લોકને શુભેચ્છા!


તેમણે જ કેટલાકને પ્રેષિતો, કેટલાકને સંદેશવાહકો, કેટલાકને શુભસંદેશના પ્રચારકો, કેટલાકને પાળકો અને શિક્ષકો તરીકે બક્ષ્યા છે.


ઈશ્વરની ઇચ્છાથી ઈસુ ખ્રિસ્તનો પ્રેષિત બનેલો પાઉલ તથા આપણા ભાઈ તિમોથી તરફથી:


ઈશ્વર આપણા ઉદ્ધારક અને ઈસુ ખ્રિસ્ત જે આપણી આશા છે તેમની આજ્ઞાથી ઈસુ ખ્રિસ્તના પ્રેષિત થએલા પાઉલ તરફથી વિશ્વાસમાં મારા સાચા પુત્ર તિમોથીને શુભેચ્છા.


એની જ જાહેરાત કરવા, એનો જ સંદેશો પહોંચાડવા અને બિનયહૂદીઓને વિશ્વાસ અને સત્યનું શિક્ષણ આપવા મને નીમવામાં આવેલો છે. હું સાચું કહું છું અને જૂઠું બોલતો નથી.


ઈશ્વરની ઇચ્છાથી ઈસુ ખ્રિસ્તનો પ્રેષિત થવા અને ખ્રિસ્ત ઈસુમાં જે જીવનનું વચન આપણને આપવામાં આવ્યું છે તે પ્રગટ કરવા મોકલવામાં આવેલા પાઉલ તરફથી,


Lean sinn:

Sanasan


Sanasan