Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 9:2 - પવિત્ર બાઇબલ C.L.

2 પોતપોતાનાં નગરોમાં પોતાની જમીન પર પ્રથમ વસવા આવનાર કેટલાક ઇઝરાયલીઓ યજ્ઞકારો, લેવીઓ અને મંદિરના સેવકો હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 પોતપોતાના વતનોનાં નગરોમાં જે પ્રથમ રહેવા આવ્યા તે તો ઇઝરાયલીઓ, યાજકો, લેવીઓ તથા નથીનીમ હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 હવે પોતપોતાનાં વતનોના નગરોમાં પહેલા રહેવા આવ્યા તે તો ઇઝરાયલીઓ, યાજકો, લેવીઓ, તથા ભક્તિસ્થાનોના સેવકો હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 પોતપોતાનાં દેશનાં શહેરોમાં જે પ્રથમ રહેવા આવ્યા તે ઇસ્રાએલીઓ હતા, યાજકો, લેવીઓ તથા મંદિરમાં કામ કરવાવાળા સેવકો હતા.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 9:2
11 Iomraidhean Croise  

બેબિલોનથી ઘણા બધા બંદીવાસીઓ યરુશાલેમ અને યહૂદિયામાં પોતપોતાના વતનમાં પાછા ફર્યા. નબૂખાદનેસ્સાર રાજા યહૂદિયાના લોકોને દેશનિકાલ કરી બેબિલોન લઈ ગયો ત્યારથી તેમનાં કુટુંબો ત્યાં વસતાં હતાં.


દેશનિકાલમાંથી પાછા ફરેલા મંદિરના સેવકો નીચેના વંશના હતા: સીહા, હસૂફા અને ટાબ્બાઓથ; કેરોસ, સીઅહા અને પાદોન; લબાવ્ના, હગાબા અને આક્કૂબ; હાગ્ગાબ, શામ્લાય અને હાનાન; ગિદ્દેલ, ગાહાર અને રઆયા; રસીન, નકોદા અને ગાઝઝામ; ઉઝઝા, પાસેઆ અને બેસાય; આસ્ના, મેઉનીમ અને નફીસીમ; બાકબૂક, હાકૂફા અને હારહુર, બાસ્લૂથ, મહીદા અને હાર્શા; બાર્કોસ, સીસરા અને તેમા; નસીઆ અને હટીફા.


દેશનિકાલમાંથી પાછા ફરેલા મંદિરના સેવકો અને શલોમોનના સેવકોની કુલ સંખ્યા 392 હતી.


યજ્ઞકારો, લેવીઓ અને કેટલાક લોકો યરુશાલેમમાં કે તેની નજીકમાં વસ્યા; સંગીતકારો, મંદિરના સંરક્ષકો અને મંદિરના સેવકો નજીકના નગરોમાં વસ્યા; જ્યારે બાકીના ઇઝરાયલીઓ પોતપોતાના વતનનાં નગરોમાં જઈ વસ્યા.


એ ઉપરાંત, મંદિરના અન્ય 220 સેવકો હતા. એ બધા દાવિદ રાજા અને તેના સરદારોએ લેવીઓની મદદ માટે નીમેલા સેવકોના વંશના હતા. એ સૌનાં નામની યાદી બનાવવામાં આવી.


આથી અમે અમારા આગેવાનોની સાથે સાથે શપથ લઈએ છીએ. જો અમે એ તોડીએ તો અમારા પર શાપની શિક્ષા આવો. શપથ એ છે કે પોતાના સેવક મોશે દ્વારા ઈશ્વરે આપેલા તેમના નિયમ પ્રમાણે અમે જીવીશું, અને અમારા પ્રભુ યાહવે અમને જે જે આજ્ઞા આપે તે બધી અમે પાળીશું, અને તેમના સર્વ નિયમોનું પાલન કરીશું અને તેમની સર્વ માગણીઓ પૂરી કરીશું.


લોકોના આગેવાનો યરુશાલેમમાં વસ્યા. બાકીના લોકોએ દર દશ કુટુંબે એક કુટુંબ પવિત્રનગર યરુશાલેમમાં વસે તે નક્કી કરવા માટે ચિઠ્ઠીઓ નાખી; તે સિવાયના લોકોને બીજાં શહેરો અને નગરોમાં રહેવાનું હતું.


મંદિરના સેવકો અને શલોમોનના સેવકોના દેશનિકાલમાંથી પાછા ફરેલા વંશજોની કુલ સંખ્યા 392 હતી.


યજ્ઞકારો, લેવીઓ, મંદિરના સંરક્ષકો, સંગીતકારો, અન્ય સામાન્ય પ્રજાજનો, મંદિરના સેવકો. એમ ઇઝરાયલીઓના સર્વ લોકો યહૂદિયાનાં ગામો અને નગરોમાં વસ્યા.


Lean sinn:

Sanasan


Sanasan