Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 9:19 - પવિત્ર બાઇબલ C.L.

19 કોરેનો પુત્ર અને અબિયાસાફનો પૌત્ર શાલૂમ કોરા ગોત્રના તેના જાતભાઈઓ સાથે પ્રભુના મુલાકાતમંડપના પ્રવેશદ્વારે ચોકીપહેરો ભરતા હતા. તેમના પૂર્વજો પણ પ્રભુની છાવણીમાં દરવાજો સાચવનાર હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 કોરાહના પુત્ર એલ્યાસાફના પુત્ર કોરેનો પુત્ર શાલુમ, ને તેના પિતાના કુટુંબના તેના ભાઈઓ, એટલે કોરાહીઓ, સેવાના કામ પર હતા. તેઓ મંડપના દ્વારપાળો હતા. તેઓના પિતૃઓ યહોવાની છાવણીનું નાકું સંભાળનારા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 કોરાહના દીકરા એબ્યાસાફના દીકરા કોરેનો દીકરો શાલ્લુમ, તેના પિતાના કુટુંબનાં તેના ભાઈઓ, એટલે કોરાહીઓ સેવાના કામ પર હતા તેઓ મંડપના દ્વારપાળો હતા. તેઓના પિતૃઓ યહોવાહની છાવણીનું પ્રવેશદ્વાર સંભાળનારા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 શાલ્લુમ તે કોરનો પુત્ર, તે એબ્યાસાફનો પુત્ર, તે કોરાહનો પુત્ર, અને શાલ્લુમ અને તેના પિતાના કુટુંબના તેના ભાઇઓ, એટલે કોરાહીઓ, તેઓ મંડપના દ્વારપાળો હતા; તેઓના પિતૃઓ પવિત્ર મંડપના પ્રવેશદ્વારની રક્ષા કરતાં હતા.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 9:19
16 Iomraidhean Croise  

યહોયાદા અથાલ્યાને પ્રભુના મંદિરના વિસ્તારમાં મારી નાખવા માગતો નહોતો, તેથી તેણે શતાધિપતિઓને હુકમ કર્યો, “તેને સંરક્ષકોની બે હારમાં થઈને બહાર લઈ જાઓ, અને જે કોઈ તેને બચાવવાનો પ્રયાસ કરે તેને મારી નાખો.”


શતાધિપતિઓએ યહોયાદાની સૂચનાનું પૂરેપૂરું પાલન કર્યું. તેઓ સાબ્બાથ દિને ફરજ પરથી ઊતરતા અને ફરજ પર ચઢતા તેમના માણસોને લઈને યહોયાદા પાસે આવ્યા.


પેટીમાં પુષ્કળ નાણાં એકત્ર થાય એટલે રાજમંત્રી અને પ્રમુખ યજ્ઞકાર આવીને ચાંદીના સિક્કાનું વજન કરીને ગણી લેતા.


એ સમય સુધી તેમના ગોત્રના સભ્યો પૂર્વમાં આવેલા રાજાના દરવાજાના પ્રવેશદ્વારે ચોકીપહેરા પર રહેતા હતા. અગાઉ તેઓ લેવીઓની છાવણીના સંરક્ષકો હતા.


એક સમયે એલાઝારનો પુત્ર ફિનહાસ તેમનો આગેવાન હતો; પ્રભુ તેની સાથે હતા.


જેમ વહેતા ઝરણા માટે હરણ તલસે છે તેમ જ હે ઈશ્વર, તમારે માટે મારો પ્રાણ તલપે છે.


હે ઈશ્વર, અમે અમારા કાનોથી સાંભળ્યું છે અને અમારા પૂર્વજોએ અમને જણાવ્યું છે કે તેમના સમયમાં, એટલે પ્રાચીન કાળમાં તમે મહાન કાર્યો કર્યાં હતાં.


હે સર્વ પ્રજાઓ, આ સાંભળો; ધરતીના સર્વ નિવાસીઓ, કાન દો.


તમારા આંગણામાં એક દિવસ રહેવું તે મારી પસંદગીના કોઈપણ સ્થળે હજાર દિવસ રહેવા કરતાં શ્રેષ્ઠ છે. ધનિક દુષ્ટોના નિવાસોમાં વસવા કરતાં મારા ઈશ્વરના મંદિરને ઉંબરે ઊભા રહેવું મને વધુ પસંદ છે.


ઈશ્વરભક્ત ગદાલ્યાના પુત્ર હનાનના પુત્રોના ઓરડામાં તેમને એકત્ર કર્યા. આ ઓરડો અધિકારીઓના ઓરડા પાસે અને દ્વારપાલ શાલ્લૂમના પુત્ર માઅસેયાના ઓરડા ઉપર આવેલો હતો.


તે ઉપરાંત, અંગરક્ષકદળનો વડો નબૂઝારઅદાન મુખ્ય યજ્ઞકાર સરાયાને, તેનાથી બીજા દરજ્જાના યજ્ઞકાર સફાન્યાને અને મંદિરના બીજા ત્રણ દ્વારપાળ યજ્ઞકારોને પણ લઈ ગયો.


Lean sinn:

Sanasan


Sanasan