Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 9:18 - પવિત્ર બાઇબલ C.L.

18 એ સમય સુધી તેમના ગોત્રના સભ્યો પૂર્વમાં આવેલા રાજાના દરવાજાના પ્રવેશદ્વારે ચોકીપહેરા પર રહેતા હતા. અગાઉ તેઓ લેવીઓની છાવણીના સંરક્ષકો હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 એ વખત સુધી તે રાજાના પૂર્વ દિશાના દરવાજાનો [રક્ષક] હતો. તેઓ લેવીના પુત્રોની છાવણીના દ્વાપાળો હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 એ સમયે તે શાલ્લુમ રાજાના પૂર્વ તરફના મુખ્ય દરવાજાનો દ્વારપાળ હતો. તેઓ લેવી વંશજોની છાવણીના દ્વારપાળો હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 આ બધાં લેવી કુલસમૂહના હતા. પૂર્વ દિશાના રાજદ્વારની જવાબદારી તેમના માથે હતી.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 9:18
11 Iomraidhean Croise  

તેણે જમણમાં પીરસાતો ખોરાક, તેના અમલદારોની વસાહતો, રાજમહેલના કર્મચારીઓની વ્યવસ્થા અને તેમનો ગણવેશ, મિજબાની વખતે તહેનાતમાં રહેતા અનુચરો અને પ્રભુના મંદિરમાં તે જે બલિદાનો ચડાવતો એ બધુ જોયું. એ જોઈને તે આશ્ર્વર્યથી સ્તબ્ધ થઈ ગઈ.


પછી તે તથા અધિકારીઓ, રાજાના અંગરક્ષકો અને રાજમહેલના સંરક્ષકો રાજાને પ્રભુના મંદિરમાંથી મહેલમાં લઈ ગયા. સર્વ લોકો તેમની પાછળ પાછળ ગયા, યોઆશ સંરક્ષક દરવાજેથી પ્રવેશ્યો અને રાજ્યાસન પર બિરાજ્યો.


વળી, આશ્શૂરના સમ્રાટને ખુશ કરવા આહાઝે પ્રભુના મંદિરમાંથી સાબ્બાથદિન માટે રાજ્યાસનનો તખ્તો પણ ઉઠાવી લીધો અને રાજાને માટે મંદિરમાં જવાનો ગુપ્ત રસ્તો પણ બંધ કરી દીધો.


યરુશાલેમમાં રહેતા મંદિરના સંરક્ષકો આ પ્રમાણે હતા: શાલ્લૂમ, આક્કુબ, તાલ્મોન અને અહિમાન. શાલ્લૂમ તેમનો આગેવાન હતો.


કોરેનો પુત્ર અને અબિયાસાફનો પૌત્ર શાલૂમ કોરા ગોત્રના તેના જાતભાઈઓ સાથે પ્રભુના મુલાકાતમંડપના પ્રવેશદ્વારે ચોકીપહેરો ભરતા હતા. તેમના પૂર્વજો પણ પ્રભુની છાવણીમાં દરવાજો સાચવનાર હતા.


ઈશ્વરભક્ત ગદાલ્યાના પુત્ર હનાનના પુત્રોના ઓરડામાં તેમને એકત્ર કર્યા. આ ઓરડો અધિકારીઓના ઓરડા પાસે અને દ્વારપાલ શાલ્લૂમના પુત્ર માઅસેયાના ઓરડા ઉપર આવેલો હતો.


તે માણસ મને મંદિરની બહારના પૂર્વમુખી દરવાજા પાસે પાછો લઈ ગયો. તે બંધ હતો.


એ ભિખારી પિતર અને યોહાનની સાથે હતો ત્યારે બધા લોકો આશ્ર્વર્યમાં ગરકાવ થઈ ગયા અને ‘શલોમોનની પરસાળ’ નામે ઓળખાતી જગ્યાએ એમની પાસે આવ્યા.


Lean sinn:

Sanasan


Sanasan