Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 9:1 - પવિત્ર બાઇબલ C.L.

1 ઇઝરાયલના બધા લોકોની કુટુંબવાર વંશાવળી ઇઝરાયલના રાજાઓના ગ્રંથમાં નોંધવામાં આવી. યહૂદાના લોકોને તેમના પાપની શિક્ષારૂપે બેબિલોનમાં દેશનિકાલ કરવામાં આવ્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 એમ સર્વ ઇઝરાયલની ગણતરી તેમની વંશાવળી પ્રમાણે કરવામાં આવી. તેઓ ઇઝરાયલના રાજાઓનાં પુસ્તકમાં નોધેલા છે. યહૂદાને તેના પાપને લીધે બાબિલમાં કેદી તરીકે લઈ જવામાં આવ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 સર્વ ઇઝરાયલની ગણતરી વંશાવળી પ્રમાણે કરવામાં આવી. ઇઝરાયલના રાજાઓના પુસ્તકમાં તેની નોંધ કરવામાં આવેલી છે. યહૂદાને તેના પાપને લીધે કેદી તરીકે બાબિલમાં લઈ જવામાં આવ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 આ પ્રમાણે સર્વ ઇસ્રાએલીઓની ગણતરી તેમની વંશાવળી પ્રમાણે કરવામાં આવી; તેઓની નોંધ ઇસ્રાએલના રાજાઓના પુસ્તકમાં છે. યહૂદિયા દેશના લોકોને મૂર્તિપૂજા કરવાને કારણે બાબિલમાં બંદીવાન તરીકે લઇ જવામાં આવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 9:1
22 Iomraidhean Croise  

યરોબામ રાજાના બાકીનાં કાર્યો, તેણે ખેલેલાં યુદ્ધો, તેની રાજ કરવાની પદ્ધતિ એ બધું ઇઝરાયલના રાજાઓના ઇતિહાસમાં લખેલું છે.


નબૂખાદનેસ્સાર આખા યરુશાલેમમાંથી સર્વ રાજકુંવરો અને શૂરવીર લડવૈયા સહિત દસ હજાર બંદિવાનોને તથા બધા કારીગરો તથા લુહારોને લઈ ગયો; દેશના સાવ કંગાલ લોકોને જ તેણે પડતા મૂક્યા.


નબૂખાદનેસ્સાર યહોયાખીન, તેની માતા, તેની પત્નીઓ, તેના અમલદારો અને યહૂદિયાના અગ્રણીઓને યરુશાલેમમાંથી બંદીવાનો તરીકે બેબિલોન લઈ ગયો.


નબૂખાદનેસ્સાર લગભગ સાતેક હજાર જેટલા અગત્યના સઘળા માણસોને બેબિલોન લઈ ગયો. વળી, લુહારો સહિત એક હજાર કુશળ કારીગરોને લઈ ગયો; તેઓ સૌ યુદ્ધમાં જવાની લાયક્ત ધરાવતા સશક્ત માણસો હતા.


ઉલામના પુત્રો અગ્રગણ્ય યોદ્ધાઓ અને ધનુર્ધારી હતા. તેને બધા મળીને એક્સો પચાસ પુત્રો અને પ્રપૌત્રો હતા. એ બધા બિન્યામીનના કુળના વંશજો હતા.


તેથી પ્રભુએ આશ્શૂરના રાજાના સેનાપતિઓ દ્વારા યહૂદિયા પર આક્રમણ કરાવ્યું. તેમણે મનાશ્શાને પકડયો, તેને કડીઓ પહેરાવી અને સાંકળે બાંધી બેબિલોન લઈ ગયા.


બેબિલોનથી ઘણા બધા બંદીવાસીઓ યરુશાલેમ અને યહૂદિયામાં પોતપોતાના વતનમાં પાછા ફર્યા. નબૂખાદનેસ્સાર રાજા યહૂદિયાના લોકોને દેશનિકાલ કરી બેબિલોન લઈ ગયો ત્યારથી તેમનાં કુટુંબો ત્યાં વસતાં હતાં.


તેલ-મેલા, તેલ-હાર્શા, ખરૂબ, અદ્દાન અને ઇમ્મેર નગરોમાંથી આવેલાની સંખ્યા 652 હતી. તેઓ દલાયા, ટોબિયા તથા નકોદના વંશજો હતા. પોતે ઇઝરાયલના વંશજો છે એવું તેઓ પુરવાર કરી શક્યા નહિ.


લોકોના આગેવાનો યરુશાલેમમાં વસ્યા. બાકીના લોકોએ દર દશ કુટુંબે એક કુટુંબ પવિત્રનગર યરુશાલેમમાં વસે તે નક્કી કરવા માટે ચિઠ્ઠીઓ નાખી; તે સિવાયના લોકોને બીજાં શહેરો અને નગરોમાં રહેવાનું હતું.


લોકોને તેમ જ તેમના આગેવાનો અને અમલદારોને એકઠા કરી તેમનાં કુટુંબોની વંશાવળીની ચક્સણી કરી લેવા ઈશ્વરે મારા મનમાં પ્રેરણા કરી. દેશનિકાલમાંથી જેઓ પ્રથમ પાછા ફર્યા હતા તેમની વંશાવળીની નોંધ મેં મેળવી, અને તેમાંથી મને આવી માહિતી મળી:


શૂરવીરો, સૈનિકો, રાજ્યર્ક્તાઓ, સંદેશવાહકો, જોષીઓ, વડીલો,


દક્ષિણે નેગેબ વિસ્તારમાં નગરો ઘેરો ઘાલીને બંધ કરી દેવામાં આવ્યાં છે, અને કોઈ ઘેરો તોડી નાસી છૂટે એમ નથી. યહૂદિયાના સર્વ લોકોને બંદી બનાવી દેશનિકાલ કરવામાં આવ્યા છે; કોઈ કહેતાં કોઈ દેશનિકાલથી બાકી રહ્યું નથી.


પછી અંગરક્ષક દળના વડા નબૂઝારઅદાન નગરમાં બાકી રહેલા લોકોને તથા તેમને શરણે આવેલા લોકોને કેદી તરીકે બેબિલોન લઈ ગયો.


પ્રભુએ યહોયાકીમને અને મંદિરનાં કેટલાંક પાત્રોને તેના હાથમાં સોંપી દીધાં. તે પોતાની સાથે કેટલાક કેદીઓને બેબિલોનમાંના પોતાના દેવોના મંદિરમાં લઈ ગયો અને લૂંટેલાં પાત્રો એ મંદિરના ભંડારમાં મૂક્યાં.


Lean sinn:

Sanasan


Sanasan