Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 6:33 - પવિત્ર બાઇબલ C.L.

33 આ કામગીરી સંભાળનાર માણસોની વંશાવળીની વિગતો આ પ્રમાણે છે. કહાથનું ગોત્ર: પ્રથમ ગાયકવૃંદનો આગેવાન હેમાન યોએલનો પુત્ર હતો. વંશાનુક્રમે યાકોબ સુધીના તેના પૂર્વજો આ પ્રમાણે છે: હેમાન, યોએલ, શમુએલ, એલ્કાના, યહોરામ, એલિયેલ, તોઆ,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 જેઓ હાજર રહેતા તેઓ તથા તેઓના પુત્રો નીચે પ્રમાણે છે: કહાથીઓના પુત્રોમાંનો ગવૈયો હેમાન, એ યોએલનો પુત્ર, ને એ શમૂએલનો પુત્ર;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 જેઓ સેવા કરતા હતા તેઓ તથા તેઓના દીકરાઓ: કહાથીઓના કુટુંબનો ગાયક હેમાન, હેમાન યોએલનો દીકરો, યોએલ શમુએલનો દીકરો,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

33 ગાયકગણોના આગેવાનોનાં નામ અને કુટુંબ: ગાયકગણનો આગેવાન હેમાન કહાથના કુટુંબનો હતો, તેના પૂર્વજો: યોએલ – શમુએલનો પુત્ર;

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 6:33
17 Iomraidhean Croise  

ગાયકોના ગોત્રમાંથી તેમણે નીચેના માણસોને તાંબાનાં ઝાંઝ વગાડવા રાખ્યા: યોએલનો પુત્ર હેમાન, તેના સંબંધી બેરખ્યાનો પુત્ર આસાફ અને કુશાયાનો પુત્ર એથાન. એ મરારીના ગોત્રના હતા. તેમની મદદમાં તેમણે નીચેના લેવીઓને તીવ્ર સ્વરે સિતાર વગાડવા પસંદ કર્યા: ઝખાર્યા, બની, યાહસિયેલ, શમિરામોથ, યેહિયેલ, ઉન્‍ની, એલ્યાબ, માશેયા અને બનાયા. મૃદુ સ્વરે વીણા વગાડવા તેઓએ નીચેના લેવીઓને પસંદ કર્યા: મત્તિથ્યા, એલિફેલેહુ, મિકનેયા, અઝીઝયા અને મંદિરના રક્ષકો ઓબેદ, અદોમ તથા યેઈએલ.


દાવિદ રાજાએ સર્વ ઇઝરાયલી આગેવાનો, યજ્ઞકારો અને લેવીઓને એકઠા કર્યા.


ચાર હજારને સંરક્ષણની ફરજ બજાવવા, અને ચાર હજારને રાજાએ પૂરાં પાડેલાં સંગીતના વાજિંત્રો વડે પ્રભુની સ્તુતિ કરવા નીમ્યા.


શમુએલને બે પુત્રો હતા, મોટો પુત્ર યોએલ અને નાનો પુત્ર અબિયા.


શલોમોન રાજાએ યરુશાલેમમાં મંદિર બાંધ્યું તે પહેલાં તેઓ પ્રભુના મુલાકાતમંડપમાં નિયત વારા પ્રમાણે ગાવાબજાવવાની સેવા બજાવતા હતા.


સૂફ, એલ્કાના, માહાથ, આમાસાય.


હે પ્રભુ, મારા ઈશ્વર, મારા ઉદ્ધારર્ક્તા, રાતદિન હું તમને સહાય માટે પોકારું છું.


લેવીકુળને આગળ લાવ અને તેમને આરોન યજ્ઞકારની સમક્ષ રજૂ કર કે તેઓ તેની સેવા કરે.


ઇઝરાયલી લોકો વતી આરોન અને તેના પુત્રોની સેવા કરવી તે જ લેવીઓની મુખ્ય જવાબદારી છે.


એલ્કાના નામે એક માણસ હતો. તે એફ્રાઈમના પહાડી પ્રદેશના રામા નગરમાં રહેતો હતો. તે એફ્રાઈમના કુળનો હતો. તે સૂફના પુત્ર તોહુના પુત્ર એલીહૂના પુત્ર યરોહામનો પુત્ર હતો.


એમ સમય વીતતાં તે ગર્ભવતી થઈ અને તેને પુત્ર જન્મ્યો. તેણે તેનું નામ શમુએલ [અર્થાત્ પ્રભુએ સાંભળ્યું છે] પાડયું અને કહ્યું, “મેં પ્રભુ પાસે તેની માગણી કરી હતી.”


તેથી હું પણ પ્રભુને તેનું સમર્પણ કરું છું. તે જિંદગીપર્યંત પ્રભુનો જ રહેશે.” પછી ત્યાં તેમણે પ્રભુ સમક્ષ ભૂમિ પર શિર ટેકવીને તેમનું ભજન કર્યું.


Lean sinn:

Sanasan


Sanasan