Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 5:20 - પવિત્ર બાઇબલ C.L.

20 તેમણે પોતાનો ભરોસો ઈશ્વરમાં મૂકીને તેમને સહાયને માટે પ્રાર્થના કરી હતી. ઈશ્વરે તેમની પ્રાર્થના સાંભળી અને હાગ્રીઓ તથા તેમનાં મિત્ર રાજ્યો પર વિજય અપાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 તેઓએ યુદ્ધમાં ઈશ્વરને વિનંતિ કરી, ને તેમણે તેઓની વિનંતી માન્ય કરી; કારણ કે તેઓ તેમના પર ભરોસો રાખતા હતા. તેથી તેઓની વિરુદ્ધ તેઓને ઈશ્વરની સહાય મળવાથી હાગ્રીઓ તથા જે સર્વ તેઓની સાથે હતા તેઓ તેઓથી હારી ગયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 ઇઝરાયલીઓને તેઓ વિરુદ્ધ ઈશ્વર તરફથી સહાય મળી. આ પ્રમાણે હાગ્રીઓ તથા જે સર્વ તેઓની સાથે હતા, તેઓ હારી ગયા. કેમ કે ઇઝરાયલીઓએ યુદ્ધમાં ઈશ્વરને વિનંતી કરી અને તેમણે તેઓની વિનંતી માન્ય કરી, કારણ કે તેઓએ ઈશ્વર પર ભરોસો રાખ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 તેઓએ યુદ્ધમાં દેવને વિનંતી કરી; કારણ કે તેઓ તેમના પર શ્રદ્ધા રાખતા હતા; તેથી તેઓની વિરૂદ્ધ તેઓને દેવની સહાય મળવાથી હાગ્રીઓ તથા જે સર્વ તેઓની સાથે હતા, તેઓ તેઓથી હારી ગયા.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 5:20
35 Iomraidhean Croise  

તેની પત્ની વંધ્યા હતી. તેથી તેણે તેને માટે પ્રભુને પ્રાર્થના કરી અને પ્રભુએ તે માન્ય કરી. રિબકા ગર્ભવતી થઈ.


“ગાદ પર હુમલાખોરો આક્રમણ કરશે, પણ તે તેમનો પીછો કરશે.


તેથી તેમણે યહોશાફાટ રાજાને જોયો ત્યારે તેઓ બધાએ માની લીધું કે એ ઇઝરાયલનો રાજા છે, અને તેઓ સૌ તેમને ભીંસમાં લેવાને તેમના તરફ ત્રાટક્યા. પણ તેણે બૂમ પાડી.


તેમણે તેમના શત્રુઓ પાસેથી લૂંટમાં 50,000 ઊંટ, 2,50,000 ઘેટાં અને 2,000 ગધેડાં તેમજ 1,00,000 યુદ્ધકેદીઓ મેળવ્યા.


યુદ્ધમાં તેમણે ઘણા શત્રુઓનો સંહાર કર્યો, કારણ, એ ઈશ્વરની ઇચ્છા પ્રમાણેનું યુદ્ધ હતું. તેઓ દેશનિકાલના સમય સુધી એ વિસ્તારમાં રહ્યા.


અને એમ યહૂદિયાના લોકો ઇઝરાયલ પર વિજય પામ્યા, કારણ, તેમણે પોતાના પૂર્વજોના ઈશ્વર પ્રભુ પર આધાર રાખ્યો હતો.


તેથી તેમણે યહોશાફાટ રાજાને જોયો ત્યારે તેમને લાગ્યું કે ઇઝરાયલનો રાજા છે અને તેથી તેના પર ત્રાટકવા વળ્યા. પણ યહોશાફાટે પોકાર કર્યો એટલે પ્રભુ પરમેશ્વરે તેને બચાવ્યો અને તેમણે તેના પરથી હુમલો બીજે વાળી દીધો.


હે પ્રભુ, તમે અમારા ઈશ્વર છો! તેમને શિક્ષા કરો, કારણ, અમારી પર આક્રમણ લઈ આવેલ આ સૈન્ય સામે અમે સાવ લાચાર છીએ. શું કરવું એની અમને કંઈ સૂઝ પડતી નથી, પણ મદદ માટે અમે તમારી તરફ મીટ માંડીએ છીએ.”


ઈશ્વરે તેને પલિસ્તીઓ, ગુરબઆલમાં રહેતા આરબો અને મેઉનીઓને હરાવવામાં મદદ કરી.


ઈશ્વરે તેની પ્રાર્થના સાંભળી અને યરુશાલેમ જઈને ફરી રાજ કરી શકે તે માટે છોડાવ્યો. ત્યારે મનાશ્શાને ખાતરી થઈ કે પ્રભુ યાહવે જ ઈશ્વર છે.


એટલે, ઈશ્વર અમારું રક્ષણ કરે તે માટે અમે ઉપવાસ સહિત પ્રાર્થનાઓ કરી અને ઈશ્વરે તે માન્ય કરી.


પ્રભુ નેકીવાનોનો ઉદ્ધાર કરે છે; તે સંકટ સમયે તેમનું આશ્રયસ્થાન છે.


પ્રભુ તેમની સહાય કરે છે અને તેમને ઉગારે છે, તે દુષ્ટોથી તેમને ઉગારીને તેમનાથી તેમને મુક્ત કરે છે; કારણ, તેઓ પ્રભુનો આશ્રય લે છે.


ઈશ્વર અમારા આશ્રય અને અમારું બળ છે; સંકટ સમયે તે સદા સાક્ષાત્ સહાયક છે.


હે યાહવે, તમારું નામ જાણનારા તમારા પર ભરોસો રાખે છે; તમારું શરણ શોધનારાઓને તમે કદી તરછોડતા નથી.


જ્યાં સુધી મોશે પોતાના હાથ ઊંચા રાખતો ત્યાં સુધી ઇઝરાયલીઓ વિજય પામતા, પરંતુ જ્યારે તે પોતાના હાથ નીચા કરતો ત્યારે અમાલેકીઓ જીતવા લાગતા.


હું તને ઉગારી લઈશ; તું યુદ્ધમાં મૃત્યુ પામીશ નહિ, પણ જાણે યુદ્ધમાં લૂંટ મળી હોય તેમ તારો જીવ બચી જશે. કારણ, તેં મારા પર ભરોસો રાખ્યો છે. હું પ્રભુ આ બોલું છું.”


રાજાને ખૂબ આનંદ થયો અને તેણે દાનિયેલને ગુફામાંથી બહાર ખેંચી કાઢવા હુકમ કર્યો. તેમણે તેને બહાર કાઢયો અને જોયું તો તેને કંઈ ઇજા થઈ નહોતી, કારણ, તેણે ઈશ્વર પર ભરોસો રાખ્યો હતો.


પ્રભુ ભલા છે, તે પોતાના લોકોને માટે સંકટ સમયે આશ્રયદાતા છે. જેઓ તેમને શરણે જાય છે તેમની તે સંભાળ લે છે.


આમ, ખ્રિસ્ત પર આશા રાખવામાં આપણે જેઓ પ્રથમ છીએ તેઓ ઈશ્વરની સ્તુતિ કરીએ!


પ્રભુ માણસની વાણીને આ રીતે આધીન થયા હોય એવો દિવસ આ પહેલાં કે તે પછી થયો નથી. પ્રભુ ઇઝરાયલના પક્ષમાં રહીને લડયા!


યહોશુઆએ લડાઈની આ એક જ ઝુંબેશમાં આ બધા રાજાઓ અને તેમના પ્રદેશો જીતી લીધા; કારણ, ઇઝરાયલના ઈશ્વર પ્રભુ ઇઝરાયલને પક્ષે રહીને લડતા હતા.


તમને આપેલા વચન પ્રમાણે પ્રભુ પોતે તમારે માટે લડતા હોવાથી તમારામાંથી એક માણસ હજાર માણસોને નસાડતો.


પણ શાઉલે દાવિદને લઈ આવવા તેમને પાછા મોકલ્યા. શાઉલે તેમને કહ્યું, “તેને તેની પથારીમાં અહીં લઈ આવો અને હું તેને મારી નાખીશ.”


પછી શમુએલે એક પથ્થર લઈને મિસ્પા અને રોનની વચ્ચે ઊભો કર્યો અને કહ્યું, “પ્રભુએ આપણને આખે માર્ગે મદદ કરી છે.” અને તેથી તેણે તેનું નામ ‘એબેન-એઝેર’ એટલે, “મદદનો પથ્થર” પાડયું.


Lean sinn:

Sanasan


Sanasan