Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 5:1 - પવિત્ર બાઇબલ C.L.

1 ઇઝરાયલના જયેષ્ઠપુત્ર રૂબેનના વંશજો: (તે જ સૌથી મોટો પુત્ર હતો; પણ તેણે પોતાના પિતાની ઉપપત્ની સાથે સમાગમ કર્યો તેથી પ્રથમજનિત પુત્ર તરીકેનો પોતાનો હક્ક તેણે ગુમાવ્યો, અને એ હક્ક યોસેફના પુત્રોને આપવામાં આવ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 ઇઝરાયલના જ્યેષ્ઠપુત્ર રુબેનના પુત્રો:(કેમ કે તે જ્યેષ્ઠ હતો, પરંતું તેણે પોતાના પિતાનો પલંગ અશુદ્ધ કર્યાને લીધે તેનો જ્યેષ્ઠપણાનો હક ઇઝરાયલના પુત્ર યૂસફના પુત્રોને આપવામાં આવ્યો. અને વંશાવણી જ્યેષ્ઠપણાના હક પ્રમાણે ગણવાની નથી,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 ઇઝરાયલના જયેષ્ઠ દીકરા રુબેનના દીકરાઓ; જો કે રુબેન ઇઝરાયલનો જયેષ્ઠ દીકરો હતો, પરંતુ તેણે પોતાના પિતાનો પલંગ અશુદ્ધ કર્યો હતો તેથી તેના જયેષ્ઠપણાનો હક ઇઝરાયલના દીકરા યૂસફના દીકરાઓને આપવામાં આવ્યો. તેથી તેને જયેષ્ઠ દીકરા તરીકે ગણવામાં આવ્યો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 ઇસ્રાએલનો જયેષ્ઠ પુત્ર રૂબેન હતો, પણ તેણે પોતાના પિતાની એક પત્ની સાથે મેળાપ કરી પિતાનું અપમાન કર્યુ હતું, તેથી તેનો જયેષ્ઠપણાનો હક્ક તેના ભાઈ યૂસફને આપવામાં આવ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 5:1
23 Iomraidhean Croise  

તો પ્રભુએ તેને કહ્યું, “તારા પેટમાં બે પ્રજાઓ છે; જન્મથી જ પરસ્પર વિરોધી એવી બે પ્રજાઓ છે. એક પ્રજા બીજી કરતાં વધારે બળવાન બનશે અને મોટો નાનાનો દાસ થશે.”


યાકોબે કહ્યું, “પહેલાં તું મને તારો જયેષ્ઠપુત્ર તરીકેનો હક્ક વેચાતો આપ.”


લેઆહ ગર્ભવતી થઈ અને તેણે પુત્રને જન્મ આપ્યો. તેણે કહ્યું, “પ્રભુએ મારું દુ:ખ જોયું છે; હવે જરૂર મારા પતિ મારા પર પ્રેમ કરશે.” એટલે તેણે તેનું નામ રૂબેન (જુઓ, પુત્ર) પાડયું.


ઇઝરાયલ એ પ્રદેશમાં રહેતો હતો તે દરમ્યાન રૂબેને પોતાના પિતાની ઉપપત્ની બિલ્હા સાથે સમાગમ કર્યો અને ઇઝરાયલને તેની ખબર પડી.


યાકોબની સાથે ઇજિપ્તમાં આવનાર ઇઝરાયલીઓનાં એટલે, યાકોબ તથા તેના પુત્રોનાં નામ આ પ્રમાણે છે: યાકોબનો જયેષ્ઠ પુત્ર રૂબેન


હું ઇજિપ્તમાં આવ્યો તે પહેલા ઇજિપ્તમાં થયેલા તારા બે પુત્રો એફ્રાઈમ અને મનાશ્શા હવે મારા પુત્રો છે. તેઓ રૂબેન અને શિમયોનની જેમ મારા ગણાશે.


ઇઝરાયલના બાર પુત્રો આ છે: રૂબેન, શિમયોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર, ઝબુલૂન:


મરારીના ગોત્રમાં હોસાને ચાર પુત્રો હતા: શિમઈ (તે જયેષ્ઠ પુત્ર ન હતો, પણ તેના પિતાએ તેને આગેવાન ઠરાવ્યો).


કુળપુરુષો પ્રમાણે કુટુંબના મુખ્ય માણસો આ પ્રમાણે હતા: ઇઝરાયલના જયેષ્ઠપુત્ર રૂબેનના પુત્રો: હનોખ, પાલ્લુ, હેસ્રોન અને કાર્મી, તેઓ તેમના નામથી ઓળખાતા ગોત્રના પૂર્વજો હતા.


તમારે તમારી મા સિવાયની બાપની અન્ય પત્નીઓ સાથે સમાગમ કરવો નહિ. એ તો તમારા બાપનું અપમાન કરવા બરાબર છે.


જો કોઈ પોતાના પિતાની પત્ની સાથે સમાગમ કરે તો તેણે તેના પિતાનું અપમાન કર્યું છે. તે બન્‍નેને મારી નાખવાં. તેમના ખૂનની જવાબદારી તેમને પોતાને શિર રહેશે.


આ કાર્યને માટે સમાજમાંથી કુળ પ્રમાણે કુટુંબના આગેવાનોને નીચે પ્રમાણે પસંદ કરવામાં આવ્યા: કુળ ગોત્રવાર કૌટુંબિક આગેવાન રૂબેન શદેઉરનો પુત્ર એલિસૂર શિમયોન સુરીશાદ્દાયનો પુત્ર શલૂમીએલ યહૂદા આમ્મીનાદાબનો પુત્ર નાહશોન ઇસ્સાખાર સૂઆરનો પુત્ર નાથાનાએલ ઝબુલૂન હેલોનનો પુત્ર એલિયાબ યોસેફનાં કુળ: (૧) એફ્રાઇમ આમ્મીહૂદનો પુત્ર એલિશામા (2)મનાશ્શા પદાહસૂરનો પુત્ર ગમાલીએલ બિન્યામીન ગિદિયોનીનો પુત્ર અબિદાન દાન આમ્મીશાદ્દાયનો પુત્ર અહીએઝેર આશેર ઓક્રાનનો પુત્ર પાગીએલ ગાદ દેઉએલનો પુત્ર એલ્યાસાફ નાફતાલી એનાનનો પુત્ર અહીરા


લેવીકુળના કહાથના ગોત્રના યિસ્હારના પુત્ર કોરાએ તથા રૂબેનના કુળના


ઇઝરાયલના સૌથી મોટા પુત્ર રૂબેનના કુળના કુટુંબો: હનોખનું કુટુંબ, પાલ્લૂનું કુટુંબ,


તમારામાં સાચે જ વ્યભિચાર છે એવું મને જાણવા મળ્યું છે, અને એવો વ્યભિચાર કે જે વિધર્મીઓમાં પણ નથી હોતો!


પરંતુ તેણે અણમાનીતીના પુત્રને જ પ્રથમજનિત પુત્ર તરીકે માન્ય રાખી તેને સર્વ મિલક્તમાંથી બમણો હિસ્સો આપવો. કારણ, તે તેના પૌરુષત્વનું પ્રથમ ફળ છે અને નિયમ પ્રમાણે જયેષ્ઠપુત્રનો હક્ક તેનો જ છે.


‘પોતાના પિતાની પત્ની સાથે સમાગમ કરી તેના પર નામોશી લાવનાર શાપિત હો.’ ત્યારે સર્વ લોકો પ્રત્યુત્તર આપે, ‘આમીન’.


તે તો પ્રથમજનિત પ્રતાપી આખલો છે; તેનાં શિંગડાં જંગલી સાંઢનાં શિંગડાં જેવા શક્તિશાળી છે; તે વડે તે લોકોને ધકેલી દેશે; તેમને પૃથ્વીની સીમાઓ સુધી હાંકી કાઢશે. એફ્રાઈમ કુળના દશ હજાર અને મનાશ્શા કુળના હજાર એવા બળવાન છે.”


ખ્રિસ્ત તો અદૃશ્ય ઈશ્વરનું સાક્ષાત્ પ્રતિરૂપ છે. તે સકળ સર્જન પહેલાંના અને સર્વોપરી છે.


એક દિવસે યહૂદાકુળના કેટલાક લોકો ગિલ્ગાલમાં યહોશુઆ પાસે આવ્યા. તેમનામાંથી કનિઝ્ઝી યફૂન્‍નેહના પુત્ર કાલેબે તેને કહ્યું, “ઈશ્વરભક્ત મોશેને પ્રભુએ કાદેશ-બાર્નિયામાં તારે અને મારે વિષે જે કહ્યું હતું તે તું જાણે છે.


Lean sinn:

Sanasan


Sanasan