Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 29:23 - પવિત્ર બાઇબલ C.L.

23 આમ, શલોમોન પોતાના પિતા દાવિદ પછી પ્રભુના રાજ્યની ગાદી પર આવ્યો. તે રાજા તરીકે સફળ થયો અને સમગ્ર ઇઝરાયલે તેની આણ સ્વીકારી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 પછી સુલેમાન પોતાના પિતા દાઉદને સ્થાને રાજા થઈને યહોવાના રાજ્યાસને બિરાજ્યો. તે આબાદ થયો અને સર્વ ઇઝરાયલ તેને આધીન હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 પછી સુલેમાન પોતાના પિતા દાઉદના અનુગામી તરીકે યહોવાહે સ્થાપેલા સિંહાસન પર બિરાજયો. તે સમૃદ્ધ થયો અને સમગ્ર ઇઝરાયલ લોકો તેને આધીન થયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 આમ, સુલેમાન પોતાના પિતા દાઉદ પછી યહોવાએ સ્થાપેલી રાજગાદી પર આવ્યો. તેણે સફળતાપૂર્વક રાજ્ય કર્યુ. અને સમગ્ર ઇસ્રાએલે તેની આજ્ઞા માથે ચઢાવી.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 29:23
21 Iomraidhean Croise  

તાત્કાલિક દાવિદ રાજા પાસે જઈને તેમને કહો કે, ‘હે રાજા, મારા માલિક, તમારા પછી મારો પુત્ર શલોમોન રાજા બનશે એવું શપથપૂર્વક વચન તમે નહોતું આપ્યું? તો પછી અદોનિયા રાજા કેમ થઈ બેઠો છે?”


મારા પછી તારો પુત્ર શલોમોન રાજા થશે એવું જે વચન મેં તને ઇઝરાયલના ઈશ્વર પ્રભુને નામે આપ્યું હતું તે હું આજે પાળીશ.”


તે અહીં મારા રાજ્યાસન પર બેસવા આવે ત્યારે તમે તેની પાછળ પાછળ આવજો. તે મારા પછી રાજા બનશે; કારણ, ઇઝરાયલ અને યહૂદિયા પર અમલ કરવાને મેં તેને જ પસંદ કર્યો છે.”


હવે શલોમોન રાજગાદી પર બિરાજ્યો છે.


દાવિદ પછી તેનો પુત્ર શલોમોન રાજા બન્યો, અને તેનું રાજ્ય ઘણું સ્થિર થયું. અદોનિયાનો સંહાર


પછી તે તથા અધિકારીઓ, રાજાના અંગરક્ષકો અને રાજમહેલના સંરક્ષકો રાજાને પ્રભુના મંદિરમાંથી મહેલમાં લઈ ગયા. સર્વ લોકો તેમની પાછળ પાછળ ગયા, યોઆશ સંરક્ષક દરવાજેથી પ્રવેશ્યો અને રાજ્યાસન પર બિરાજ્યો.


દાવિદે કહ્યું, “મારા દીકરા, પ્રભુ તારી સાથે હો, અને તેમણે તારે વિષે આપેલા વચન પ્રમાણે તેમનું મંદિર બાંધવામાં તું સફળ થા.


તેમણે મને ઘણા પુત્રો આપ્યા છે, અને તેમણે એ બધામાંથી શલોમોનને પ્રભુના રાજ્ય ઇઝરાયલ પર રાજય કરવા પસંદ કર્યો છે.


સર્વ અધિકારીઓ અને સૈનિકો અને દાવિદના બીજા પુત્રો પણ શલોમોનને રાજા ગણી વફાદાર રહ્યા.


દાવિદ રાજાના પુત્ર શલોમોને ઇઝરાયલના રાજ્ય પર પોતાની સત્તા જમાવી. તેના પ્રભુ ઈશ્વરે તેને આશિષ આપી અને તેનો વૈભવ વધાર્યો.


શલોમોને જવાબ આપ્યો, “તમે મારા પિતા દાવિદ પ્રત્યે હમેશા અપાર પ્રેમ દાખવ્યો હતો, અને તમે જ મને તેમના પછી રાજા બનાવ્યો છે.


રાજાને મંદિરમાંથી મહેલમાં લઈ જવાના સરઘસમાં યહોયાદા સાથે સેનાના શતાધિપતિઓ, લોકોના આગેવાનો અને સર્વ લોકો જોડાયા. તેઓ મુખ્ય પ્રવેશ દ્વારેથી રાજમહેલમાં દાખલ થયા અને રાજા રાજ્યાસન પર બિરાજ્યો.


શલોમોને આખા ઇઝરાયલ પર યરુશાલેમમાંથી ચાલીસ વર્ષ રાજ કર્યું.


તમારા ઈશ્વર પ્રભુની સ્તુતિ હો! તેમણે તમારા પર પ્રસન્‍ન થઈને તમને પોતાના રાજ્યની ગાદી પર બેસાડયા છે. તે પોતાના ઇઝરાયલી લોક પર પ્રેમ રાખતા હોવાથી તેમને કાયમને માટે સાચવી સંભાળી રાખવા તેમણે તમને રાજા બનાવ્યા છે; જેથી તમે ન્યાયનીતિ પ્રવર્તાવી શકો.”


હે પ્રભુ, તમે દાવિદ સાથે સત્યપ્રતિજ્ઞા કરી: “હું તારા પુત્રોમાંથી એકને રાજા બનાવીશ, તે તારા પછી રાજ્ય કરશે; જો તારો પુત્ર મારો કરાર પાળશે અને હું શીખવું તે આદેશોનું પાલન કરશે, તો તેના વંશજો પણ સદાસર્વદા તારા રાજ્યાસન પર બિરાજશે.” ઈશ્વર એ પ્રતિજ્ઞા તોડશે નહિ.


ઇઝરાયલના રાજા, દાવિદના પુત્ર શલોમોનનાં સુભાષિતો:


દરેકે રાજ્યના અધિકારીઓને આધીન રહેવું. કારણ, ઈશ્વરની પરવાનગી વગર અપાયો હોય એવો કોઈ અધિકાર નથી. અધિકારીઓ ઈશ્વર તરફથી નિમાયેલા હોય છે.


નૂનનો પુત્ર યહોશુઆ ઈશ્વરીય જ્ઞાનથી ભરપૂર હતો; કારણ, મોશેએ તેને શિરે હાથ મૂકી તેને પોતાના અનુગામી તરીકે નીમ્યો હતો. ઇઝરાયલી લોકો તેને આધીન થયા અને એમ પ્રભુએ મોશે દ્વારા તેમને આપેલી આજ્ઞાઓનું પાલન કર્યું.


Lean sinn:

Sanasan


Sanasan