Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 29:10 - પવિત્ર બાઇબલ C.L.

10 તેથી આખી જમાતની સમક્ષ પ્રભુની સ્તુતિ કરતાં દાવિદે કહ્યું, “હે યાહવે, અમારા પૂર્વજ ઇઝરાયલના ઈશ્વર, સદા તમારી સ્તુતિ થાઓ!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 માટે સર્વ સભાજનોના દેખતાં તેણે યહોવાની સ્તુતિ કરી. તેણે કહ્યું, “હે યહોવા, અમારા પિતા ઇઝરાયલના ઈશ્વર, તમે સદા સર્વકાળ સ્તુત્ય હો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 સમગ્ર સભાની સમક્ષ દાઉદે યહોવાહની સ્તુતિ કરતાં કહ્યું, “અમારા પિતૃઓના, ઇઝરાયલના ઈશ્વર, યહોવાહ, સદા સર્વદા તમારી સ્તુતિ હો!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 સર્વ ઉપસ્થિત સભાજનો સમક્ષ દાઉદે યહોવાની સ્તુતિ અને પ્રાર્થના કરતાં કહ્યું, “યહોવા અમારા પૂર્વજ ઇસ્રાએલના દેવ તમારી સદા સર્વદા સ્તુતિ હો!

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 29:10
33 Iomraidhean Croise  

ત્યારે તેણે કહ્યું, “હવે તારું નામ યાકોબ નહિ, પણ ઇઝરાયલ (ઈશ્વર સાથે જંગ ખેલનાર) કહેવાશે. કારણ, ઈશ્વરની તથા માણસોની સાથે યુદ્ધ કરીને તું જીત્યો છે.”


ત્યાં તેણે એક વેદી બાંધી ને તેનું નામ એલ- એલોહે- ઇઝરાયલ (ઈશ્વર, ઇઝરાયલનો ઈશ્વર) પાડયું.


તેણે કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુની સ્તુતિ થાઓ. તેમણે મારા પિતા દાવિદને આપેલું વચન પાળ્યું, છે. તેમણે એમ કહ્યું હતું કે,


તમે મહાન, સામર્થ્યવાન, મહિમાવંત, ભવ્ય અને પ્રતાપી છો. આકાશ અને પૃથ્વી પર જે કંઈ છે તે તમારું છે; તમે રાજા છો, સર્વ સત્તાધીશ છો.


પછી દાવિદે લોકોને કહ્યું, “તમારા ઈશ્વર પ્રભુની સ્તુતિ કરો!” આખી સભાએ તેમના પૂર્વજોના ઈશ્વર પ્રભુની સ્તુતિ કરી અને પ્રભુને તેમજ રાજાને માન આપવા નતમસ્તકે પ્રણામ કર્યા.


લોકોએ રાજીખુશીથી પ્રભુને આપ્યું અને એટલું બધું અપાયું તેથી તેમને આનંદ થયો. દાવિદ રાજાને પણ ખૂબ આનંદ થયો.


લોકો જે ભેટો લાવ્યા તે જોઈને હિઝકિયા રાજા અને તેના અમલદારોએ પ્રભુની સ્તુતિ કરી અને ઇઝરાયલી લોકોની પ્રશંસા કરી.


તેણે કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુની સ્તુતિ થાઓ. તેમણે મારા પિતા દાવિદને આપેલું વચન પાળ્યું છે.


એઝરાએ કહ્યું, “આપણા પૂર્વજોના ઈશ્વર પ્રભુની સ્તુતિ થાઓ કે આ રીતે તેમણે સમ્રાટની મારફતે યરુશાલેમમાંના તેમના મંદિરનો વૈભવ વધાર્યો છે.


એઝરાએ કહ્યું, “મહાન ઈશ્વર યાહવેની સ્તુતિ થાઓ!” બધા લોકોએ હાથ ઊંચા કરીને “આમીન, આમીન!” એવું બોલતાં પ્રત્યુત્તર વાળ્યો. ભૂમિ તરફ પોતાનાં માથાં ટેકવીને તેમણે ધૂંટણિયે પડીને આરાધના કરી.


હે ઈશ્વર, હું સાચા દિલથી તમારી આભારસ્તુતિ કરું છું; દેવોની સમક્ષ પણ હું તમારું સ્તવન ગાઉં છું.


હું જીવનભર પ્રભુની સ્તુતિ કરીશ. મારી હયાતીના અંત સુધી હું ઈશ્વરનાં સ્તવનો ગાઈશ.


તેમાંથી ગરીબો ધરાઈને ખાશે; પ્રભુને શોધનારા ભક્તો તેમની સ્તુતિ કરતાં કહેશે, “તેઓ સદા સુખમાં જીવો.”


મારા શત્રુઓએ મારા પગ ફસાવવા માટે જાળ બિછાવી છે, અને હું પડી ગયો છું. તેમણે મારા માર્ગમાં ખાડો ખોદ્યો, પરંતુ તેઓ પોતે જ તેમાં ગબડી પડયા છે. (સેલાહ)


પ્રભુ સર્વકાળ ધન્ય હો! આમીન તથા આમીન!


તમે અમારા પિતા છો; જો કે અમારા પૂર્વજ અબ્રાહામ અમને ઓળખતા નથી અને ઇઝરાયલ અમારો સ્વીકાર ન કરે, તોપણ હે પ્રભુ, તમે અમારા પિતા છો. છેક જૂના જમાનાથી “અમારા ઉદ્ધારક” એ જ તમારું નામ છે.


પછી આત્માએ મને ઊંચકી લીધો અને મેં મારી પાછળ ધરતીકંપના અવાજ જેવી વાણી સાંભળી, “પ્રભુના પરમધામમાં તેમના ગૌરવની સ્તુતિ થાઓ”


“ઈશ્વર જ્ઞાની અને પરાક્રમી છે, તેમની સદાસર્વદા સ્તુતિ થાઓ.


રાજાએ કહ્યું, “સાત વર્ષ પૂરાં થયાં ત્યારે મેં આકાશ તરફ જોયું. એટલે મારી સમજશક્તિ પાછી આવી. મેં સદાકાળ જીવનાર સર્વોચ્ચ ઈશ્વરની સ્તુતિ કરી અને તેમને માન તથા મહિમા આપ્યાં. “તે સદાકાળ રાજ કરે છે, અને તેમનું રાજ્ય કાયમ ટકે છે.


માટે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો: આકાશમાંના અમારા ઈશ્વરપિતા, તમારા પવિત્ર નામનું સન્માન થાઓ.


અમારો જરૂરી ખોરાક અમને દરરોજ આપો,


માટે તમે જેઓ ઈશ્વરને પ્રિય છો અને જેમને પવિત્ર થવા આમંત્રણ આપવામાં આવેલું છે, તેવા તમ રોમમાં રહેનારાઓને હું લખું છું. ઈશ્વર આપણા પિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને કૃપા તથા શાંતિ આપો.


ઈશ્વરે જે આત્મા તમને આપ્યો છે, તે તમને ગુલામ બનાવતો નથી, કે નથી તમને ગભરાવતો. એથી ઊલટું, પવિત્ર આત્મા આપણને ઈશ્વરના પુત્રો બનાવે છે. પવિત્ર આત્માની પ્રેરણાશક્તિથી આપણે ઈશ્વરને “આબ્બા, “ એટલે “મારા પિતા” કહીને પોકારીએ છીએ.


આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા એટલે ઈશ્વરની સ્તુતિ હો; કારણ, તેમણે આપણને સ્વર્ગીય ક્ષેત્રમાં ખ્રિસ્ત દ્વારા પ્રત્યેક આત્મિક આશિષથી આશીર્વાદિત કર્યા છે.


હું યાહવેના નામની ઘોષણા કરીશ; અને તમે આપણા ઈશ્વરની મહત્તા પ્રગટ કરો.


આપણા ઈશ્વરપિતાને સર્વકાળ મહિમા હો. આમીન.


હવે આપણા પ્રભુ ઈસુ પોતે તથા આપણા પર પ્રેમ કરનાર અને આપણને સાર્વકાલિક દિલાસો આપનાર અને કૃપા દ્વારા સારી આશા આપનાર


સનાતન રાજા, અવિનાશી, અદૃશ્ય, અને એક જ ઈશ્વરને માન અને મહિમા યુગોના યુગો સુધી હોજો - આમીન.


આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા ઈશ્વરની સ્તુતિ થાઓ! ઈસુ ખ્રિસ્તને મરણમાંથી સજીવન કરીને તેમણે આપણને તેમની મહાન દયાને લીધે નવું જીવન આપ્યું છે, જેનાથી આપણામાં જીવંત આશા ઉત્પન્‍ન થાય છે.


“જે હલવાનને મારી નાખવામાં આવ્યું હતું તે પરાક્રમ, વૈભવ, જ્ઞાન અને સામર્થ્ય, સન્માન, ગૌરવ અને સ્તુતિ સ્વીકારવાને યોગ્ય છે!”


Lean sinn:

Sanasan


Sanasan