Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 29:1 - પવિત્ર બાઇબલ C.L.

1 દાવિદ રાજાએ આખી સભાને કહ્યું, “ઈશ્વરે મારા પુત્ર શલોમોનને જ પસંદ કર્યો છે, પણ તે હજુ જુવાન અને બિનઅનુભવી છે અને કામ મોટું છે. કારણ, આ તો માણસ માટેનો મહેલ નહિ, પણ પ્રભુનું મંદિર બાંધવાનું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 પછી દાઉદ રાજાએ સમગ્ર પ્રજાને કહ્યું, “મારો પુત્ર, સુલેમાન, જેને એકલાને ઈશ્વરે પસંદ કર્યો છે, તે હજુ જુવાન અને બિનઅનુભવી છે, ને કામ મહા મોટું છે, કેમ કે એ મહેલ માણસને માટે નહિ, પણ યહોવા ઈશ્વરને માટે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 પછી દાઉદ રાજાએ સમગ્ર સભાને કહ્યું, ઇઝરાયલીઓમાંથી મારા પુત્ર સુલેમાન ને જ ઈશ્વરે પસંદ કર્યો છે, તે હજી જુવાન અને બિનઅનુભવી છે અને કામ મોટું છે, કારણ કે આ ભક્તિસ્થાન માણસને માટે નહિ પણ ઈશ્વર યહોવાહને માટે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 ત્યારબાદ રાજા દાઉદે સમગ્ર સભાને ઉદૃેશીને કહ્યું, “દેવે મારા પુત્ર સુલેમાનને એકલાને જ પસંદ કર્યો છે, પણ તે હજી નાદાન છોકરો છે અને કામ મોટું છે, કારણકે, આ મંદિર માણસ માટે નથી પણ દેવ યહોવા માટે છે.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 29:1
17 Iomraidhean Croise  

જો કે હું ઈશ્વરથી પસંદ કરાયેલો અભિષિક્ત રાજા છું. તો પણ આજે હું લાચારી અનુભવું છું. આ સરુયાના પુત્રો મારે માટે ભારે બંડખોર નીવડયા છે. પ્રભુ એ ખૂનીઓને યોગ્ય શિક્ષા કરો.”


હે રાજા, મારા માલિક, તમારા પછી કોણ રાજા બનશે તે અંગે તમે સ્પષ્ટતા કરો એવી સમગ્ર ઇઝરાયલ રાહ જુએ છે.


હે મારા ઈશ્વર પ્રભુ, હું ઘણો જુવાન છું અને સૈન્યને આગેવાની આપવાનો મને અનુભવ નથી. છતાં તમે મને મારા પિતા પછી રાજા બનાવ્યો છે.


દાવિદ રાજાએ ઇઝરાયલ દેશમાં વસતા સર્વ પરદેશીઓને એકત્ર કરવા આજ્ઞા આપી, અને તેણે તેમને કામે લગાડયા. કેટલાકને તેણે મંદિર માટે પથ્થરો ઘડવા સલાટો તરીકે નીમ્યા.


દાવિદે કહ્યું, “મારો પુત્ર શલોમોન જે મંદિર બાંધશે તે ભવ્ય, સુંદર અને વિશ્વવિખ્યાત થવું જોઈએ. પણ તે જુવાન અને બિનઅનુભવી છે; તેથી મારે અગાઉથી તેની પૂરી તૈયારી કરવી જોઈએ.” એમ દાવિદે પોતાના મરણ અગાઉ પુષ્કળ સાધનસામગ્રી એકત્ર કરી.


દાવિદ રાજાએ ઇઝરાયલના સર્વ આગેવાનોને યરુશાલેમમાં એકઠા કર્યા. એમાં કુળોના આગેવાનો, રાજવહીવટ સંભાળનાર ટુકડીઓના અધિકારીઓ, સહસ્રાધિપતિઓ, શતાધિપતિઓ, રાજા અને તેના પુત્રોની માલમિલક્ત અને પશુધન પર દેખરેખ રાખનાર, રાજમહેલના સર્વ અધિકારીઓ, શૂરવીર સૈનિકો અને અગ્રગણ્ય પુરુષો હતા.


યાદ રાખ કે પ્રભુએ તને તેમનું મંદિર બાંધવા પસંદ કર્યો છે; તેથી દૃઢ બન અને તે કાર્ય પાર પાડ.”


“તેથી હે મારા પ્રજાજનો, આપણા ઈશ્વરનાં સાંભળતાં પ્રભુના લોક એટલે ઇઝરાયલના સમસ્ત જનસમુદાયની સમક્ષ ફરમાવું છું કે આપણા ઈશ્વર પ્રભુની સર્વ આજ્ઞાઓ ખંતથી પાળો; જેથી આ ફળદ્રુપ દેશનો કબજો તમારા હસ્તક રહે અને આવનાર પેઢીઓ માટે તે વારસામાં મૂક્તા જાઓ.”


મારા પુત્ર શલોમોનને પણ પૂરા દિલની એવી નિષ્ઠા આપો કે તે તમારી આજ્ઞાઓ, આદેશો અને વિધિઓનું પાલન કરે અને જે મંદિર બાંધવા મેં આ તૈયારીઓ કરી છે તે બાંધે.”


શલોમોને સહાધિપતિઓને, શતાધિપતિઓને, ન્યાયાધીશોને, સર્વ અમલદારોને, કુટુંબના સર્વ વડાઓને અને બાકીના સર્વ ઇઝરાયલીઓને એકત્ર થવા ફરમાન કર્યું.


તે પછી કેટલાક અધમ બંડખોરોનું જૂથ ઊભું કરીને તે શલોમોનના પુત્ર રહાબામની સામે પડીને પ્રબળ થયો; કારણ, રહાબામ જુવાન અને બિનઅનુભવી હોવાથી તેનો સામનો કરી શકે તેમ નહોતો.


એકવેળાએ હું પણ મારા પિતાનું બાળક હતો, અને કુમળી વયે માનો લાડકો હતો.


પ્રભુ કહે છે, “હું યાકોબના વંશજોના તંબૂઓને પુન: ઊભા કરીશ, અને તેમના દરેક ઘરકુટુંબ પર દયા દર્શાવીશ. યરુશાલેમ તેના જૂના ટીંબા પર ફરીથી બંધાશે, અને તેના રાજમહેલને તેના મૂળ સ્થાને પુન: સ્થાપિત કરવામાં આવશે.


Lean sinn:

Sanasan


Sanasan