Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 28:2 - પવિત્ર બાઇબલ C.L.

2 દાવિદે તેમની સમક્ષ ઊભા રહીને કહ્યું, “મારા ભાઈઓ અને પ્રજાજનો, મારું સાંભળો. પ્રભુની કરારપેટી માટે કાયમી વિરામસ્થાન એટલે, ઈશ્વરના પાયાસન માટે નિવાસસ્થાન બાંધવાનું મારા મનમાં હતું. એ બાંધવાની તૈયારી પણ મેં કરી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 પછી દાઉદ રાજાએ ઊભા થઈને કહ્યું, “મારા ભાઈઓ તથા મારી પ્રજા, તમે મારું સાંભળો. યહોવાના કરારકોશને માટે, તથા આપણા ઈશ્વરના પાયાસનને માટે, વિશ્રાંતિનું મંદિર બાંધવાનું મારા મનમાં હતું ખરું, અને તે ઇમારતને માટે મેં તૈયારી પણ કરી હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 દાઉદ રાજાએ તેઓ સમક્ષ ઊભા થઈને સંબોધન કર્યુ, “મારા ભાઈઓ અને મારા પ્રજાજનો, મારી વાત સાંભળો. યહોવાહના કરારકોશને માટે તથા આપણા ઈશ્વરના પાયાસનને માટે વિશ્રાંતિનું ભક્તિસ્થાન બાંધવાનું મારા મનમાં હતું અને મેં તેની તૈયારીઓ પણ કરી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 દાઉદ રાજાએ તેઓ સમક્ષ ઊભા થઇને સંબોધન કરતાં કહ્યું, “મારા ભાઇઓ, અને મારાં પ્રજાજનો, મારી વાત સાંભળો, મારો વિચાર આપણા દેવ યહોવાના કરારકોશ માટે એક વિશ્રાંતિનું મંદિર બાંધવાનો હતો, જે આપણા દેવ માટે પાયાસન જેવું બનશે. અને મેં તેની તૈયારીઓ પણ કરી હતી;

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 28:2
30 Iomraidhean Croise  

જ્યારે યાકોબને કહેવામાં આવ્યું કે, “તારો દીકરો યોસેફ મળવા આવ્યો છે,” ત્યારે તે પોતાની બધી શક્તિ ભેગી કરીને પલંગ પર બેઠો થયો.


વળી, રાજદરબારીઓએ દાવિદ રાજા પાસે જઈને તેમને અભિવંદન કરીને આવું કહ્યું, “ઈશ્વર તમારા કરતાં શલોમોનને વિશેષ ખ્યાતનામ કરો અને તમારા અમલ કરતાં યે શલોમોનના અમલને વિશેષ સમૃદ્ધિવાન કરો.’ દાવિદ રાજાએ પણ પોતાની પથારીમાં માથું નમાવીને આ પ્રમાણે આરાધના કરી:


“તમે જાણો છો કે મારા પિતા દાવિદ પોતાના ઈશ્વર પ્રભુના નામ અર્થે મંદિર બંધાવી શક્યા નહિ; કારણ, પ્રભુ તેમના સર્વ શત્રુઓને તેમના તાબામાં લાવ્યા ત્યાં સુધી પોતાની આસપાસના શત્રુ દેશો સાથે તે યુદ્ધમાં સતત રોક્યેલા હતા.


“તું જઈને મારા સેવક દાવિદને કહે, ‘તારે કંઈ મારે રહેવા માટે મંદિર બાંધવાનું નથી.


મંદિર માટે મેં ભારે મહેનત કરીને ચોત્રીસો ટન સોનું અને ચોત્રીસ હજાર ટન ચાંદી એકત્ર કર્યાં છે. વળી, તાંબુ અને લોખંડનો અઢળક જથ્થો છે. મેં લાકડાં અને પથ્થર પણ ભેગાં કર્યાં છે; પણ તારે તેનો વધારે જથ્થો મેળવવો પડશે.


તેણે પોતાના પુત્ર શલોમોનને બોલાવ્યો અને તેને ઇઝરાયલના ઈશ્વર પ્રભુ માટે મંદિર બાંધવાનું કામ સોંપ્યું.


દાવિદે શલોમોનને કહ્યું, “બેટા, ઈશ્વર મારા પ્રભુના નામના સન્માર્થે મંદિર બાંધવાની મારી ઇચ્છા હતી.


પ્રભુના મંદિરમાં કરારપેટી મૂકયા પછી દાવિદે ત્યાં આરાધનાની સેવાને માટે નીમેલા માણસો આ છે.


વળી, શલોમોને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુની આરાધના કરવા માટે મારા પિતા દાવિદે મંદિર બાંધવાનું નક્કી કર્યું હતું,


યાહવેએ મારા માલિક રાજાને કહ્યું, “તારા શત્રુઓને હરાવીને હું તેમને તારું પાયાસન બનાવું, ત્યાં સુધી તું મારે જમણે હાથે સન્માનમાં બિરાજ.”


“આ મારું સદાનું વિશ્રામસ્થાન છે; અહીં હું વાસ કરીશ; કારણ, એ મારી ઇચ્છા છે.”


તેણે તો પ્રભુ સમક્ષ શપથ લીધા તથા આપણા પૂર્વજ યાકોબના સમર્થ ઈશ્વરની આગળ આવી માનતા માની:


તેથી હું મારા બધુંઓને તમારું નામ પ્રસિદ્ધ કરીશ; હું ભક્તોની સભામાં તમારી સ્તુતિ ગાઈશ.


તમે આપણા ઈશ્વર પ્રભુને ઉન્‍નત માનો. તેમના પાયાસન પાસે ઈશ્વરને નમન કરો; તે પવિત્ર છે.


“મારા મંદિરને સુશોભિત કરવાને, એ મારા પાયાસનને મહિમાવંત કરવાને લબાનોનના વનનાં ગૌરવસમા દેવદાર, ભદ્રાક્ષ અને સરુનાં ઉત્તમ લાકડાં લાવવામાં આવશે.


પ્રભુ આમ કહે છે, “આકાશ મારું રાજ્યાસન અને પૃથ્વી મારું પાયાસન છે; તો તમે મારે માટે કેવા પ્રકારનું ઘર બાંધશો? મારું નિવાસસ્થાન કેવું બનાવશો?”


પ્રભુએ પોતાના ક્રોધમાં સિયોનને અંધકારથી ઢાંકી દીધું છે. ઇઝરાયલની ગૌરવસમી નગરીને તેમણે ખંડિયેરમાં ફેરવી નાખી છે. પોતાના ક્રોધના દિવસે તેમણે પોતાના મંદિરની પણ પરવા કરી નથી.


તેણે કહ્યું: “હે મનુષ્યપુત્ર, આ મારા રાજ્યાસનનું સ્થાન છે, આ મારું પાયાસન છે. હું અહીં ઇઝરાયલી લોકો મધ્યે સદાસર્વદા નિવાસ કરીશ, અને તેમના પર સદાસર્વદા શાસન કરીશ. હવે પછી ઇઝરાયલી લોકો કે તેમના રાજાઓ કદી પણ અન્ય દેવોની પૂજા કરીને મારા પવિત્ર નામને કલંક લગાડશે નહિ. તેઓ તેમના રાજાઓના મૃતદેહો પર અહીં સ્મારક રચી ફરી કદી મારા પવિત્ર નામને અપવિત્ર કરશે નહિ.


જે સેવકને પાંચ હજાર મળ્યા હતા તેણે વેપારમાં પૈસા રોકીને બીજા પાંચ હજારનો નફો કર્યો.


‘પ્રભુ કહે છે, આકાશ મારું રાજયાસન છે, અને પૃથ્વી મારું પાયાસન છે. તમે મારે માટે કેવું ઘર બાંધશો? મારે માટે આરામ કરવાનું સ્થળ કયાં છે?


તો તમારા ઈશ્વર પ્રભુ જેને પસંદ કરે તેની જ રાજા તરીકે નિમણૂક કરવી. તે તમારા પોતાના લોકોમાંનો જ હોવો જોઈએ. કોઈ પરદેશીની રાજા તરીકે નિમણૂંક કરવી નહિ.


પોતે પોતાના ઇઝરાયલી લોકો કરતાં મહાન છે એવો ગર્વ તેને ન થાય અને પ્રભુની કોઈ આજ્ઞાનો લેશમાત્ર ભંગ ન કરે. ત્યારે તો તે અને તેના વંશજો ઇઝરાયલમાં લાંબો સમય રાજ્ય કરશે.


Lean sinn:

Sanasan


Sanasan