Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 28:12 - પવિત્ર બાઇબલ C.L.

12 વળી, તેણે પોતાના મનમાં હતું તે પ્રમાણે પ્રભુના મંદિરના ચોક, તેની ચારે બાજુના ખંડો અને મંદિરની સાધનસામગ્રી અને પ્રભુને અર્પિત ભેટોના ભંડારો વિષે બધું જણાવ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 યહોવાના મંદિરના આંગણાને માટે, ચારે તરફના સર્વ ઓરડાઓને માટે, ઈશ્વરના મંદિરના ભંડારોને માટે તથા અર્પિત વસ્તુઓના ભંડારોને માટે જે કંઈ તેના મનમાં હતું તે સર્વનો નકશો તેણે તેને [આપ્યો.]

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 ઈશ્વરના ભક્તિસ્થાનનાં આંગણાને માટે ચારે તરફના સર્વ ઓરડાઓને યહોવાહના ભક્તિસ્થાનનાં ભંડારો માટે તથા અર્પિત વસ્તુઓના ભંડારોને માટે જે કંઈ ઈશ્વરના આત્માએ તેના મનમાં નાખ્યું હતું તે સર્વ વિગતો એ નકશામાં દર્શાવેલી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 યહોવાના મંદિરનું પ્રાગણ બહારની ઓરડીઓ, દેવના મંદિરના ભંડારો અને લોકો જે ભેટો અર્પણ કરે તે રાખવાના કોઠારનો નકશો આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 28:12
16 Iomraidhean Croise  

પ્રભુના મંદિરમાંથી અને રાજમહેલમાંથી શલોમોને બનાવેલી સોનાની ઢાલો સહિત તે સર્વ ભંડારો લૂંટી ગયો.


તેના પિતાએ ઈશ્વરને અર્પેલી બધી સાધનસામગ્રી તેમ જ તેણે પોતે અર્પેલી સોનાચાંદીની બધી સાધનસામગ્રી તેણે પ્રભુના મંદિરમાં મૂકી.


તેથી આસા રાજાએ પ્રભુના મંદિરમાં અને રાજમહેલમાં બાકી રહેલું સઘળું સોનુંચાંદી લઈ પોતાના કેટલાક અમલદારો મારફતે હેઝિયોનના પૌત્ર અને તાબ્રીમ્મોનના પુત્ર દમાસ્ક્સમાં રહેતા અરામના રાજા બેનહદાદ પર આવા સંદેશા સાથે મોકલ્યું:


શલોમોન રાજાએ પ્રભુના મંદિરનું સઘળું કામ સમાપ્ત કર્યું. એટલે તેના પિતા દાવિદે પ્રભુને અર્પેલાં ચાંદી, સોનું અને અન્ય ચીજવસ્તુઓ લાવીને મંદિરના ભંડારોમાં મૂકી.


આહાઝે પ્રભુના મંદિરમાંથી અને મહેલની તિજોરીમાંથી સોનુંચાંદી લઈને તે આશ્શૂરના સમ્રાટને ભેટમાં મોકલી આપ્યું.


હિઝકિયાએ તેને મંદિરમાંનું અને રાજમહેલના ખજાનાનું સર્વ રૂપું મોકલી આપ્યું.


લેવીઓમાંથી અહિયા ઈશ્વરના મંદિરના ભંડાર અને ઈશ્વરને અર્પિત ભેટોના ભંડારો પર હતો.


પછી દાવિદે શલોમોનને મંદિરનો, એટલે તેની પરસાળનો, તેનાં મકાનોનો, તેના ભંડારોનો, તેના ઉપલા માળનો, તેની અંદરની ઓરડીઓનો અને દયાસન રાખવાના પરમપવિત્રસ્થાનનો નકશો આપ્યો.


દાવિદ રાજાએ કહ્યું, “પ્રભુએ પોતે આપેલી સૂચનાઓ પ્રમાણે લખવામાં આવેલ લેખમાં એ બધું જણાવેલ છે.”


મેં તને પર્વત પર જે નમૂનો બતાવ્યો હતો તે પ્રમાણે જ એ બધું બનાવવામાં આવે તેની કાળજી રાખવી.


“તું રેખાબી ગોત્રના લોકો પાસે જઈને તેમને પ્રભુના મંદિરના એક ઓરડામાં બોલાવી લાવ અને તેમને દ્રાક્ષાસવ પીવા આપ”


અને તે મને દૈવી દર્શનમાં ઇઝરાયલ દેશમાં લઈ ગયા અને મને એક ઊંચા પહાડ પર મૂક્યો. તે પહાડ પર દક્ષિણ તરફ જાણે કોઈ નગર હોય તેમ મકાનોનો સમૂહ દેખાતો હતો.


બહારના ચોકમાં અંદરના દરવાજાને અડોઅડ એક નાની ઓરડી હતી. તેમાં થઇને દરવાજાના પ્રવેશમાર્ગમાં જવાતું હતું. અહીં દહનબલિ માટેનાં પશુઓના મૃતદેહો ધોવામાં આવતા હતા.


યજ્ઞકાર તરીકે તેઓ જે કાર્ય કરે છે, તે તો માત્ર સ્વર્ગીય મંડપનો નમૂનો અને પ્રતિછાયા છે. મોશેના સંબંધમાં પણ એવું જ હતું. જ્યારે તે મંડપ બનાવવાની શરૂઆત કરવાનો હતો ત્યારે ઈશ્વરે તેને કહ્યું, “પર્વત પર તને જે નમૂનો બતાવવામાં આવ્યો તે જ પ્રમાણે બધું કરવાની ચોક્સાઈ રાખજે.”


Lean sinn:

Sanasan


Sanasan