રાજ્યની મિલક્ત પર નિમાયેલા વહીવટદારોની યાદી આ પ્રમાણે છે: રાજ્યના ભંડારો પર અદિયેલનો પુત્ર અઝમાવેથ વહીવટદાર હતો. સીમ, ગામ અને કિલ્લાના સ્થાનિક ભંડારો પર ઉઝિયાનો પુત્ર યોનાથાન હતો. ખેતમજૂરો પર કલુબનો પુત્ર એઝરી હતો. દ્રાક્ષાવાડીઓ પર સમા નગરનો શિમઈ હતો. દ્રાક્ષારસ અને દ્રાક્ષપેદાશના કોઠારો પર શેફામનો ઝાલ્દી હતો. પશ્ર્વિમની ટેકરીઓ પર ઓલિવ અને ગુલ્લરનાં વૃક્ષો માટે ગેદેર નગરનો બાલ-હનાન હતો. ઓલિવ તેલ ભંડારો પર યોઆશ હતો. શારોનના મેદાનનાં પશુધન માટે શારોનનો શિર્ના હતો. ખીણપ્રદેશના પશુધન માટે આદલાઈનો પુત્ર શાફાટ હતો. ઊંટો માટે ઓબિલ ઈશ્માએલી હતો. ગધેડાં માટે મહેનોથનો યહેદિયા હતો. ઘેટાંબકરાં માટે યાઝીઝ હાગ્રી હતો.